ઠંડીની સિઝનમાં શરદીથી બચવા માટે લોકો ગરમ કપડા નો ઉપયોગ કરે છે. પણ શરીરને કેટલા પણ ગરમ કપડાથી ઢાકી દેવામાં આવે ઠંડી સામે લડવા માટે શરીરમાં અંદરની ગરમી હોવી જોઈએ. શરીરમાં જો અંદરથી જાતે જ ઋતુ મુજબ ઢાળવાની ક્ષમતા હોય તો ઠંડી ઓછી લાગશે અને કોઈ બીમારીઓ પણ નહી થાય. તે કારણ છે કે ઠંડીમાં ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપવું આયુર્વેદમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. શિયાળામાં જો ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો શરીર સંતુલિત રહે છે અને ઠંડી ઓછી લાગે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ થોડી એવી વસ્તુ વિષે જાણો થોડી આવી જ ખાવાની વસ્તુ વિષે.
(1) બાજરો – અમુક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરો એક એવું અનાજ છે. શિયાળાના દિવસોમાં બાજરી નો રોટલો બનાવીને ખાવ. નાના બાળકોએ બાજરાનો રોટલો જરૂર ખાવો જોઈએ. તેમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણ પણ હોય છે. બીજા અનાજના પ્રમાણમાં બાજરો સૌથી વધુ પ્રોટીનનું પ્રમાણ ધરાવે છે. તેમાં એ બધા ગુણ હોય છે, જેના લીધે સ્વાસ્થ્ય સારું રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં બાજરા નો રોટલો અને ઓળો સૌથી વધુ ખાવા માં આવે છે. બજરામાં શરીર માટે જરૂરી તત્વ જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, મૈગનીજ, ટ્રીપ્ટોફેન, ફાઈબર, વિટામીન ‘બી’, એન્ટીઓક્સીડેટ વગેરે ભરપુર પ્રમાણમાં મળી આવે છે.
(2) બદામ – બદામ ઘણા ગુણોથી ભરપુર હોય છે. તેનું નિયમિત સેવન અનેક બીમારીઓ થી બચવામાં મદદ કરે છે. હમેશા માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે, પણ દરેક ડ્રાયફ્રુટ બીજા ઘણા રોગો થી આપણું રક્ષણ પણ કરે છે. તેના સેવન થી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે, જે શિયાળામાં સૌથી મોટી તકલીફ હોય છે. બદામમાં ડાયાબીટીસ ને નિયંત્રિત કરવાના ગુણ હોય છે. તેમાં વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં હોય છે.
(3) આદુ – શું તમે જાણો છો કે રોજના ભોજનમાં આદુ ઉમેરવામાં આવે તો ઘણી બધી નાની મોટી બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં તેનો કોઈપણ પ્રકારે સેવન કરવાથી ખુબ લાભ મળે છે. તેનાથી શરીરમાં ગરમી મળે છે અને ડાઈજેશન પણ સારું રહે છે.
(4) મધ – શરીરને સ્વસ્થ, નીરોગી અને શક્તિશાળી બનાવી રાખવા માટે મધને આયુર્વેદમાં અમૃત પણ કહેવામાં આવે છે. આમ તો બધી સિઝનમાં મધનું સેવન લાભદાયક છે, પણ શિયાળામાં તો મધ નો વધુ ઉપયોગ વધુ લાભદાયક હોય છે. આ દિવસોમાં તમારા ભોજનમાં મધનો જરૂર ઉમેરો કરો. તેનાથી પાચનક્રિયામાં સુધારો થશે અને ઈમ્યુન સીસ્ટમ ઉપર પણ અસર પડશે.
(5) ઓમેગા 3 ફૈટી એસીડ – શિયાળામાં ઓમેગા 3 ફૈટી એસીડ સૌથી સારું ફૂડ હોય છે. અખરોટનું સેવન કરો, તેનાથી શરીરને ગરમી મળે છે. તેમાં જીંક ભરપુર પ્રમાણમાં હોય છે. તેથી તે શરીરના ઈમ્યુનિટી પાવર વધારે છે અને બીમારીઓને દુર રાખે છે.
(6) રસવાળા ફળ ન ખાવ – શિયાળાના દિવસોમાં રસવાળા ફળનું સેવન ન કરો. સંતરા, રાસબરી કે મોસંબી તમારા શરીરને ઠંડક આપે છે. જેનાથી તમને શરદી કે જુકામ જેવી તકલીફો થઇ શકે છે.
(7) મગફળી – 100 ગ્રામ મગફળીમાં આ તત્વ રહેલા હોય છે : પ્રોટીન-25.3 ગ્રામ, નમી-3 ગ્રામ, ફૈટસ – 40.1 ગ્રામ, મિનરલ્સ-2,4 ગ્રામ, ફાઈબર-3.1 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ-26.1 ગ્રામ, ઉર્જા-567 કેલેરી, કેલ્શિયમ-90 મીલીગ્રામ, ફોસ્ફરસ-350 મીલીગ્રામ, આયરન-2.5 મીલીગ્રામ, ફોલિક એસીડ-૨૦ મીલીગ્રામ. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન, મિનરલ્સ વગેરે તત્વ તેને ખુબ ફાયદાકારક બનાવે છે. ખરેખર તેના ગુણોને જાણ્યા પછી તમે ઓછામાં ઓછું આ શિયાળામાં મગફળી થી સમય પસાર કરવા માટે નો સમય તો કાઢી જ લેજો.
(8) શાકભાજી – પોતાના ખોરાકમાં લીલા શાકભાજી નું સેવન કરો. શાકભાજી, શરીરની પ્રતિકારક શક્તિને વધારે છે અને ગરમી પૂરી પડે છે. શિયાળાના દિવસોમાં મેથી, ગાજર, બીટ, પાલક, લસણ બથુઆ વગેરેનું સેવન કરો. તેનાથી ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે.
(9) તલ – શિયાળાની ઋતુમાં તલ નું કચરિયું ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલના તેલનું માલીશ કરવાથી ઠંડી થી બચાવ થાય છે. તલ અને સાકર ની રાબ બનાવીને ખાંસીથી જામેલ કફ નીકળી જાય છે. તલમાં ઘણી જાતના પોષક તત્વ મળી આવે છે જેમ કે, પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઈટ્રેડ વગેરે. જુના સમયમાં સુંદરતા જાળવી રાખવા માટે તલનો ઉપયોગ કરવામાં આવતો હતો.