શિયાળામાં ફાટેલી એડીઓથી મળશે છુટકારો, બસ કરો આ કામ, જાણો વધુ વિગત

વર્તમાન સમયમાં ઠંડીની ઋતુ શરુ થઇ ગઈ છે, અને ગુલાબી ઠંડી પણ શરુ થઈ ગઈ છે. આ ઠંડીની ઋતુમાં ત્વચાનો ભેજ દુર થાય છે જેને કારણે જ સ્કીન ઘણી સુકી થવા લાગે છે. ઘણા લોકો હંમેશા હાથ, પગ અને ચહેરાની ત્વચા ઉપર ભેજ જાળવી રાખવા માટે ક્રીમ લગાવે છે. પરંતુ ઘણા ઓછા લોકોનું ધ્યાન એડીઓ તરફ જઈ શકે છે. એ કારણ છે કે ઠંડીની ઋતુમાં એડીઓ ઘણી ઝડપથી ફાટવા લાગે છે.

ઠંડીની શરુઆત થઈ ગઈ છે, તેવામાં સારું રહેશે કે એડીઓ ફાટવા લાગે તે પહેલા તમે તેની જાળવણી કરો. આવો હેલ્થ લાઈનના જણાવ્યા મુજબ જાણીએ કેવી રીતે ઠંડીમાં પણ રાખવું એડીઓનું ધ્યાન.

હિલ બામનો કરો ઉપયોગ :

ફાટેલી એડીઓની જાળવણી કરવા અને તેનાથી છુટકારો મેળવવા માટે હિલ બામનો ઉપયોગ કરો. તે બામમાં એવા તત્વ રહેલા હોય છે જે મૃત ચામડીને કાઢે છે, સ્કીનને ભેજ આપે છે અને સોફ્ટ બનાવે છે. હિલ બામમાં યુરીયા, સાઈલીસીયલ એસીડ હોવું જોઈએ. એડીઓનું ધ્યાન રાખવા માટે સવારે સુઈને ઉઠતા જ હિલ બામ લગાવીને મોજા પહેરી લો. તેને દિવસમાં બે થી ત્રણ વખત લગાવો.

મૃત ત્વચા કાઢે :

ફાટેલી એડીઓની આસપાસની ત્વચા બીજી ત્વચાની સરખામણીમાં કડક અને સુકી થઈ જાય છે. જયારે તમે ચાલો ફરો છો તો એડીઓ ઉપર જોર પડવાને કારણે જ સ્કીન ઘણી વધુ ફાટવા લાગે છે. તેનાથી બચવા માટે એડીઓને પલાળો અને મૃત ત્વચા કાઢો. ત્યાર પછી એડીઓને મુલાયમ બનાવવા માટે તેની ઉપર ક્રીમ લગાવો.

નારીયેળનું તેલ સુકી ત્વચા, એક્જીમાં માટે ઘણું સારું રહે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીનમાં ભેજ જળવાયેલો રહે છે. પગને પાણીમાં પલાળીને મૃત ત્વચા કાઢ્યા પછી એડીઓ ઉપર નારીયેળનું તેલ લગાવવું તેને ઠીક કરવા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમારી ફાટેલી એડીઓમાંથી લોહી નીકળે છે, તો જાણી લો કે નારીયેળના તેલમાં સોજા ઓછા કરવાના ગુણ અને એંટીમેક્રોબિયલ ગુણ પણ મળી આવે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.