શિયાળામાં જરૂર ખાવ આ ૧૦ વસ્તુ, ઠંડી અને બીમારી બંને માંથી રાહત

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અમે આજે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

શિયાળામાં ફ્લુ, ઇન્ફેકશન, ખાંસી અને તાવ થવાની શક્યતા ઘણી વધી જાય છે, તેવામાં આપણા શરીરને ગરમ રાખવું કોઈ પડકારથી ઓછું નથી હોતું. ૧૦ ડીગ્રી સેલ્સીયસ સુધી ઘટતા તાપમાનને કારણે ઠંડી ઘણી વધી ગઈ છે, આ વસ્તુ વિષે જાણીએ જે ખાવાથી તમારું શરીર આખો દિવસ ગરમ રહેશે.

આંબળા

વિટામીન સી થી ભરપુર આંબળા લીવર, ડાઈજેશન, સ્કીન અને વાળ માટે સારા માનવામાં આવે છે. એસીડીટી, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતા આંબળા શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ અસરકારક છે.

મધ

શિયાળામાં ખાંસી શરદી તાવમાં આરામ અપાવવા માટે મધ ઘણું લાભદાયક છે. તે તમારા શરીરને ગરમ રાખે છે અને ઈમ્યુનીટી સીસ્ટમને પણ યોગ્ય રાખવામાં પણ મદદરૂપ છે.

બદામ

વિટામીન અને એંટીઓક્સીડેંટથી યુક્ત બદામ શિયાળા માટે એક ઉત્તમ ડાયટ છે. દૂધ કે મધ સાથે શિયાળામાં તેનું સેવન વધતી ઠંડીથી તમને બચાવશે. ઘણા ઘરોમાં ચીક્કી કે લાડુ બનાવવામાં તેનો ઉપયોગ પણ થાય છે.

સંતરા

સંતરામાં વિટામીન સી નું પુષ્કળ પ્રમાણ મળી આવે છે, શિયાળામાં તડકાને કારણે આપણી ત્વચાને ઘણું નુકશાન થાય છે, જેની ભરપાઈ સંતરા કરી દે છે. બર્ન થયેલી કેલેરીને પણ કંટ્રોલ કરવામાં તે અસરકારક છે.

આદુ

ઔષધીય ગુણોથી ભરપુર આદુમાં શરીરને ફાયદો પહોચાડવા વાળા ઘણા એંટીઓક્સીડેંટસ મળી આવે છે. શરદી, એસીડીટી, તાવ અને ખરાબ ડાઈજેશનમાં પણ આદુ વાળી ચાને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

ઘી

હાલની જનરેશનની ડાયટમાંથી ઘી દુર થતું જોવા મળી રહ્યું છે. કદાચ આજની પેઢી તેના ફાયદા નહિ જાણતી હોય. જો તમે રોજ નિયમિત રીતે વર્કઆઉટ કરો તો ઘી તમારા શરીરને શીયાળામાં ઘણો ફાયદો આપશે.

ઈંડા

ઈંડાને પ્રોટીનનો રાજા કહીએ તો ખોટું નથી, આ પાવરહાઉસમાં પુષ્કળ પ્રમાણમાં એનર્જી, પ્રોટીન અને વિટામીન મળી આવે છે જે શિયાળામાં તમારા શરીરનું તાપમાન સંતુલિત રાખે છે.

લસણ

શિયાળામાં શરીરના લોહીનો પ્રવાહ ઘણો ધીમો થઇ જાય છે, તેને બેલેન્સ કરવા માટે તમે લસણનું સેવન કરી શકો છો.

તુલસી

વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, જીંક અને આયર્નથી યુક્ત તુલસી શિયાળામાં વાયરસ ઇન્ફેકશનથી તમારું રક્ષણ કરે છે. સવારે કે સાંજના સમયે તુલસી વાળી ચા પીવાથી શિયાળામાં રોગ તમારી નજીક પણ નહિ આવે.

કાળા મરી

ગરમ તાસીર વાળા કાળા મરીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ખાવામાં તેના ઉપયોગથી ન માત્ર ટેસ્ટ વધે છે, પરંતુ શરીરને પણ ગરમ રાખે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.