જ્યારે શિયાળામાં આપણે બોલીએ છીએ ત્યારે મોં માંથી વરાળ કેમ નીકળે છે, અહીં જાણો તેના વિષે વિસ્તારથી.

શિયાળામાં મોઢામાંથી વરાળ કેમ નીકળે છે, ક્યારેય વિચાર્યું છે તેના વિષે, જાણો શું છે તેનું વૈજ્ઞાનિક કારણ.

શિયાળાની ઋતુમાં સવારે અને સાંજે એક અલગ કોમ્પિટિશન ચાલે છે, મોઢામાંથી વરાળ કાઢવાની. ઘણા લોકો હશે જેમણે બાળપણમાં તો આ કોમ્પિટિશનને જીતી જ હશે, અને મોટા થયા પછી પણ તે શરુ જ હશે. પણ ક્યારેય એ વિચાર્યું છે કે, શિયાળામાં મોઢામાં વરાળ ક્યાંથી આવી જાય છે અને ઉનાળામાં તે ક્યાં જતી રહે છે?

જો કે આપણે તેને રમતમાં લઈએ છીએ આથી તેના પ્રત્યે વધુ ગંભીર નથી થતા. પણ એવું થવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. આપણે શ્વાસમાં ઓક્સીજન લઈએ છીએ અને કાર્બન ડાઈ ઓક્સાઈડ છોડીએ છીએ. શ્વાસ છોડતી વખતે ફેફસા માંથી CO2 ઉપરાંત નાઈટ્રોજન, થોડા પ્રમાણમાં ઓક્સીજન, આર્ગન અને થોડો ભેજ પણ નીકળે છે.

આપણા શરીરમાં આ ગેસો ઉપરાંત ભેજ ક્યાંથી આવે છે? તો તેનો જવાબ છે કે આ ભેજ મોઢા અને ફેફસામાંથી આવે છે. તેનું કારણ એ છે કે આપણા ફેફસામાંથી ભેજ આવે છે અને આપણું મોઢું ભીનું રહે છે, એટલા માટે જયારે આપણે શ્વાસ છોડીએ છીએ તો થોડો એવો ભેજ પણ વરાળના રૂપમાં બહાર આવે છે.

મોઢામાંથી વરાળ નીકળવાને સામાન્ય ભાષામાં સમજો : આવો હવે તમને વરાળ નીકળવાની આ પ્રક્રિયાને પદાર્થની ત્રણે અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુના આધાર ઉપર સમજાવીએ. વિજ્ઞાન મુજબ પાણીનું ઘન સ્વરૂપ બરફ, પ્રવાહી સ્વરૂપ પાણી, અને ગેસ સ્વરૂપ વરાળ હોય છે. મોઢા માંથી વરાળ નીકળવી H2O ના અણુઓની મજબુતાઈને કારણે થાય છે. કેમ કે બરફમાં આ અણુ વહુ મજબુતાઈથી, પ્રવાહી એટલે પાણીમાં ઓછી મજબુતાઈથી અને ગેસ એટલે વરાળમાં સૌથી ઓછી મજબુતાઈથી જોડાયેલા હોય છે.

ગેસીય અવસ્થામાં આ અણુઓમાં વધુ ઉર્જા હોય છે. સાયન્સ કહે છે કે, મોઢા માંથી વરાળ નીકળવી પ્રવાહી અને વાયુ વચ્ચેની અવસ્થા હોય છે. તે એક પ્રકારનો દ્રવિત ગેસ હોય છે.

શિયાળામાં મોઢા માંથી કેવી રીતે નીકળે છે વરાળ? શિયાળામાં આપણા શરીરનું તાપમાન 36 થી 37 ડીગ્રી સેલ્સીયસ હોય છે અને બહારનું તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. એટલા માટે જયારે આપણે શ્વાસ છોડીએ છીએ તો શ્વાસના રૂપમાં નીકળતા ભેજના અણુઓની ઉર્જા ઓછી થવા લાગે છે અને તે એકબીજાની નજીક આવી જાય છે, પછી પ્રવાહી કે ઘન અવસ્થામાં બદલાવા લાગે છે, ત્યારે મોઢામાંથી વરાળ નીકળતી દેખાય છે. સાયન્સ મુજબ જ્યાં તાપમાન શૂન્યની નીચે જતું રહે છે, ત્યાં મોં માંથી નીકળી વરાળ બરફમાં બદલાવા લાગે છે.

ઉનાળામાં ક્યાં જતી રહે છે વરાળ? ઉનાળામાં આપણા શરીર અને બહારનું તાપમાન એક સમાન રહે છે. તેથી જયારે ભેજ આપણા શરીરમાંથી નીકળે છે તો તેના અણુઓની કાઈનેટિક એનર્જી ઓછી નથી થતી અને તે દુર જ રહે છે, જેથી ભેજ ગેસીય અવસ્થામાં જ રહે છે. તેથી જ ભેજ, વરાળ કે પાણીના ટીપામાં નથી બદલાઈ શકતા.

હવે તેને એવી રીતે સમજો કે, જ્યાં આપણા શરીરનું તાપમાન અને બહારનું તાપમાન એક સરખું રહે ત્યાં આપણા મોઢા માંથી વરાળ નથી નીકળતી. જેમ કે બંધ ઘરમાં કે પછી ધાબા ઉપર તડકામાં.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.