ટેટી નાં બીજ ફોલી ફોલી ને ઘણા ખાતા હશે જાણો ઉનાળામાં સક્કર ટેટીના બીજ ખાવાના ફાયદા

ઉનાળામાં શક્કરટેટી ના બીજ ખાવાના ફાયદા !!

શક્કરટેટી ઉનાળામાં ઘણી પસંદ કરવામાં આવે છે, તેમાં જરૂરી પ્રમાણમાં પાણી હોય છે જે આપણા હાઈડ્રેટ રાખે છે. તે ઉપરાંત તેના બીજ પણ સુખાકારી ખાવામાં આવે છે, શું તમે શક્કરટેટી ના બીજ ના ફાયદા વિષે જાણો છો.

ફાયદાકારક છે શક્કરટેટી ના બીજ

ઉનાળાની ઋતુમાં શક્કરટેટી ની માંગ વધી જાય છે. લોકો તેની મીઠી રસદાર ફાંકોને તો સ્વાદ લઈને ખાય છે, તેના બીજ પણ સાફ કરીને સુકવી લે છે. શક્કરટેટી ના સૂકાયેલ બીજ માત્ર એક પ્રકારનો મેવો જ નથી પણ આરોગ્યનો મિત્ર પણ છે. જી હા શક્કરટેટી ના બીજથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ શું છે શક્કરટેટી ના બીજના લાભ.

પ્રોટીનથી ભરપુર –

શક્કરટેટી ના બીજમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. આ પ્રમાણ ૩-૬ ટકા છે. એટલુ જ પ્રોટીનનું પ્રમાણ સોયા માં પણ મળી આવે છે. તેથી શક્કરટેટી ના બીજને ખાવા ઉનાળામાં ઘણા ફાયદાકારક હોય છે. તે તમારા શરીરને પ્રોટીનની જરૂરિયાતોને પૂરી પાડે છે.

વિટામીનથી ભરપુર –

ઉનાળામાં બીજા ફળોની સરખામણી કરવાથી જાણી શકાય છે કે શક્કરટેટી માં વધુ વિટામીન એ, સી અને ઈ હોય છે. શક્કરટેટી સાથે સાથે તેના બીજની અંદર પણ આ ત્રણ વિટામીન ઘણા ઊંચા પ્રમાણમાં મળી આવે છે. આવી રીતે જો તમે શક્કરટેટી નું સેવન કરો છો તો તમારી આંખોનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે કેમ કે તે વિટામીન આંખો માટે ઘણું સારું માનવામાં આવે છે.

ડાયાબીટીસમાં ફાયદો –

જો તમે કે તમારા ઘરના કોઈ સભ્ય ડાયાબીટીસની તકલીફનો સામનો કરી રહેલ છે તો શક્કરટેટી ખાધા પછી તમારે તેના બીજને સુકવીને જરૂર રાખી લેવા જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે કેમ કે શક્કરટેટી ના બીજ ટાઈપ 2 ડાયાબીટીસમાં ઘણો ફાયદો પહોચાડે છે. જો નિયમિત રીતે તે ખાવામાં આવે તો આ બીમારી થવાથી અટકાવી શકાય છે.

હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું –

હ્રદયને સારું રાખવા માં ઓમેગા-3 ફેટી એસીડની ઘણી ખાસ ભૂમિકા હોય છે. ઓમેગા-૩ ફેટી એસીડ શાકાહારી લોકોને મળવી ઘણું મુશ્કેલ હોય છે કેમ કે માછલી ઉપરાંત તે ઘણી ઓછી વસ્તુમાં મળી આવે છે. પણ જો તમે શાકાહારી છો અને આ પોષક તત્વ મેળવવા માગો છો તો તમે શક્કરટેટી ના બીજ પણ ખાઈ શકો છો. જી હા શક્કરટેટી ના બીજમાં ઓમેગા-૩ ફેટી એસીડ મળી આવે છે સાથે અળસી માં પણ તે હોય છે. તે પોષક તત્વ તમારા હ્રદયનું ધ્યાન રાખે છે.

વજન ઓછું કરવામાં મદદગાર

જો તમે તમારું વજન ઓછું કરવા માગો છો તો શક્કરટેટી ના બીજ તેના માટે ઉત્તમ રસ્તો હોઈ શકે છે. તેમાં ધણા પ્રમાણમાં સોડીયમ મળી આવે છે. સાથે જ તે ફેટ અને કોલેસ્ટ્રોલ થી પણ મુક્ત હોય છે. અને તેનાથી ઘણી ઓછી કેલેરી મળી શકે છે.

પાચન માટે ઘણું સારું

શક્કરટેટી ના બીજના સેવનથી શૌચની તકલીફ પણ દુર થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો શક્કરટેટી ના બીજ ખાવ, તેનાથી શોચ ની તકલીફ દુર થઇ જાય છે. તેમાં થી મળતા મિનરલ્સ પેટની એસીડીટી ને દુર કરે છે, જેથી પાચન ક્રિયા સારી રહે છે.

શક્કરટેટી ના બીજ ખાવાની રીત –

શક્કરટેટી ના બીજને મેવાની જેમ ઉપયોગ કરી શકાય છે. તમે તેને હલવો કે મીઠાઈ માં નાખી શકો છો. શક્કરટેટી ના બીજ સીધા પણ ખાઈ શકો છો. તે ઉપરાંત અમારી સલાહ છે કે શાકમાં પણ તમે સરળતાથી શક્કરટેટી ના બીજ ભેળવીને તે ખાઈ શકો છો.