શિમલા નજીકની આ 14 જગ્યાઓ પર છે પ્રકૃતિ મહેરબાન, જો કુદરતની અસલી મજા લેવી છે, તો અહીં જરૂર જજો.

શિમલાથી નજીક આ ૧૪ સ્થળો ઉપર છે કુદરત મહેરબાન, જો કુદરતની સાચી મજા લેવી છે તો અહિયાં જરૂર જાવ

શિમલા ફરવા માટે આમ તો ઘણી સરસ જગ્યા છે, પરંતુ શિમલાની આસ પાસ પણ ઘણી બધી સુંદર જગ્યાઓ છે. જે પ્રવાસીઓને આકર્ષે છે. કુદરતે પોતાના વિશાળ કેનવાસ ઉપર હિમાચલને શણગારવામાં કોઈ કસર નથી છોડી.

શું તમે આ ઉનાળુ વેકેશનમાં કોઈ હિલ્સ સ્ટેશને ફરવા જવું પ્લાન કર્યુ છે? જો હા તો કોમેન્ટમાં જનાવાવશો કે ક્યાં જવાના છો તમે?

શિમલાની બહાર ફરવા માટે આ સ્થળો ઉપર જવાનું આયોજન કરી શકાય છે.

મનાલી :-

ખુલ્લા વિસ્તારોની ગરમીથી કંટાળીને લોકો મનાલી તરફ ભાગે છે. અહિયાંનું હવામાન હંમેશા ઠંડુ રહે છે. વરસાદ શરુ થતા જ આખી ઘાટીઓ હરિયાળીની ચાદર ઓઢી લે છે. મનાલી શિમલાથી આશરે ૨૬૫ કી.મી. દુર છે. જો વિમાન રસ્તે જવું છે, તો તે અંતર ઘટીને ૧૨૮ કી.મી. થઇ જાય છે.

Wild Flower Hall :-

હિન્દુસ્તાન-તિબ્બત રોડ ઉપર આવેલા Wild Flower Hall, શિમલાથી માત્ર ૧૩ કી.ની. દુર છે. ૨,૪૯૮ કી.મી.ની ઊંચાઈ ઉપર હોવાને કારણે અહિયાં બરફ વર્ષા થતી રહે છે. ફૂલો અને સુંદર હરિયાળીથી શણગારેલી આ જગ્યા પ્રવાસીઓને ખુબ આકર્ષે છે.

મશોબરા :-

મશોબરા, શિમલાથી માત્ર ૧૦ કી.મી. દુર છે. મશોબરાની ઊંચાઈ ૭૭૦૦ ફૂટ છે. મશોબરાની સુંદર પહાડીઓ, સુંદર એવા શણગારવામાં આવેલા પાર્ક, બગીચા, પથ્થરોને કાપીને બનાવવામાં આવેલી ખુરશીઓ પ્રવાસીઓને આકર્ષવા માટે પુરતી છે.

નાલદેહરા :-

નાલદેહરા, ૬૭૦૬ ફૂટ ની ઊંચાઈ ઉપર આવેલું છે અને શિમલાથી ૨૫ કી.મી.ના અંતરે છે. અહિયાં ભારતના સૌથી જુના ગોલ્ફ સેંટર પણ છે. પ્રવાસીઓ વચ્ચે, સારા પીકનીક સ્પોટ માટે ઓળખવામાં આવે છે. ઘોડા સવારી માટે પણ આ જગ્યા ઘણી ફેમસ છે. બોલીવુડની ઘણી ફિલ્મો અહિયાં શુટિંગ કરવામાં આવી છે.

તત્તા પાણી :-

શિમલાથી ૫૧ કી.મી. દુર તત્તા પાણી પોતાના ગરમ ઝરણા માટે ઘણું પ્રસિદ્ધ છે. અહિયાં ઝરણાના પાણીમાં સલ્ફરનું પ્રમાણ ઘણું વધુ હોય છે. માછલી પકડવા અને સ્નાન માટે આ સ્થળ પ્રવાસીઓને ખુબ ગમે છે.

ફૂકરી :-

શિમલાથી ૨૨ કી.મી. દુર ફૂકરી હોર્સ રાઈડીંગ, Bungee Jumping, Rope Climbing અને Ziplining માટે લોકો અહિયાં આવે છે.

ફાગુ :-

શિમલાથી ૨૩ કી.મી. દુર હિન્દુસ્તાન-તિબ્બત રોડ ઉપર આવેલા ફાગુ હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે. Trekking માટે તે સારી જગ્યા છે.

નરકંડા :-

નરકંડા શિમલાથી આશરે ૬૬ કી.મી. દુર છે. અહિયાંની સૌથી ઉંચુ શિખર છે હાટુ પીક. તેની ઊંચાઈ ૯૦૧૭ ફૂટ છે. Trekking અને સ્કીઈંગ માટે અહિયાં પ્રવાસીઓ આવતા રહે છે. અહિયાંના શિખરથી દુર દુર સુધી પહાડી ઘાસથી ઢંકાયેલા મેદાન જોવા મળે છે.

ચેલ :-

શિમલાથી ૪૫ કી.મી. દુર ચેલ એક સુંદર હિલ સ્ટેશન છે. ચેલની Wild Life Sanctuary વન્ય જીવો સાથે સાથે વનસ્પતિઓના સંરક્ષણ માટે ઓળખવામાં આવે છે. ચેલનું ક્રિકેટ અને પોલી સ્ટેડીયમ, સમુદ્ર તળથી ૨,૪૪૪ મીટરની ઊંચાઈ ઉપર છે. તે દુનિયાનું સૌથી વધુ ઉંચાઈ ઉપર બનેલું ક્રિકેટ મેદાન છે. અહિયાં ગુરુદ્વારા, કાલી કા ટીબ્બા, મહારાજા મહેલ પણ જોવા લાયક સ્થળો છે. Trekking માટે ચેલ સારી જગ્યા છે.

સોલન :-

સોલન, શિમલાથી માત્ર ૨૧ કી.મી. દુર છે. સોલનને મશરૂમ સીટીના નામથી ઓળખવામાં આવે છે. અહિયાં લોકો શોલીની દેવી મંદિર, કૃષ્ણ મંદિર અને Mohan Shakti National Heritage Park જોવા આવે છે. અહિયાંનું રેલ્વે સ્ટેશન દુનિયાનું સૌથી ઊંચા રેલ્વે સ્ટેશન માંથી એક છે.

તીર્થન ઘાટી :-

શિમલાથી ૭૫ કી.મી. દુર તીર્થન ઘાટી છે. અહિયાંની તીર્થન નદી, પ્રવાસીઓ વચ્ચે માછલીઓના શિકાર માટે ઘણી પ્રસિદ્ધ છે. જલોડી દર્રા અને ઓટ પ્રવાસીઓનું આકર્ષણનુ કેન્દ્ર છે. અહિયાંની સુંદર ઘાટીઓ આ સ્થળને વધુ સારું બનાવે છે.

કુલ્લુ :-

કુલ્લુ, શિમલાથી ૨૨૩ કી.મી.ના અંતરે છે. કુલ્લુની ઘાટીઓ અને સુંદરતા હંમેશા પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સિલ્વર વેલીના નામથી પ્રસિદ્ધ આ સ્થળ માત્ર સંસ્કૃતિક અને ધાર્મિક બાબતો માટે જ નહિ, પરંતુ એડવેંચર સ્પોર્ટ્સ માટે પણ જાણીતું છે.

ધર્મશાળા :-

શિમલાથી ૨૩૭ કી.મી.ના અંતરે છે ધર્મશાળા. અહિયાંની સુંદર ઘાટીઓ એ પોતાની ઉપર આધ્યાત્મની ચાદર ઓઢી છે. દલાઈ લામાનું રહેણાંક પણ અહિયાં છે. લોકો તેને ‘છોરે લ્હાસા’ ના નામથી ઓળખે છે. લ્હાસા તિબ્બતનું પાટનગર છે.

દલાઈ લામા અને તિબ્બત શરણાર્થીઓના રહેવાને કારણે ઓઅન ધર્મશાળા ઘણું પ્રસિદ્ધ છે. અહિયાં દેશનું સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડીયમ બનેલું છે. જે ભારતમાં સૌથી ઊંચાઈ ઉપર બનેલું આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ છે. ૨૦૦૫ માં બનીને તૈયાર થયેલા આ સ્ટેડીયમમાં આઈપીએલ, ટેસ્ટ અને વન ડે મેચ રમાઈ ગયેલી છે. આ સ્ટેડીયમમાં ૨૫,૦૦૦ દર્શકો આરામથી બેસી શકે છે.

મેક્લોડગંજ :-

શિમલાથી ૨૪૦ કી.મી.ના અંતરે વસેલું છે મેક્લોડગંજ, મેક્લોડગંજ એ તિબ્બત અને બુદ્ધને પોતાની અંદર વસાવી લીધા છે. શિવાલીક પર્વતો ઉપર વસેલુ આ સ્થળ, સ્વર્ગથી જરા પણ ઓછું નથી. બોદ્ધ મઠો, સુંદર ઘાટીઓ અને ઉત્તમ હવામાન ઓઢેલા મેક્લોડગંજ ઉપર કુદરત મહેરબાન છે. અહિયાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ યોગ, Trekking અને આધ્યાત્મનો આનંદ લેવા આવે છે.

શું તમે આ ઉનાળુ વેકેશનમાં કોઈ હિલ્સ સ્ટેશને ફરવા જવું પ્લાન કર્યુ છે? જો હા તો કોમેન્ટમાં જનાવાવશો કે ક્યાં જવાના છો તમે? સાથે સાથે તમે જો શિમલા જવાના છો કે જઈને આવ્યા છો તો તમને ત્યાં શું વધુ ગમ્યું એ કોમેન્ટમાં જણાવજો જેથી બીજા કોઈએ ત્યાં જવાનો પોગ્રામ બનાવ્યો હોય તો તમને ગમતું ડેસ્ટીનેશન બની શકે એમને પણ ખુબ પસંદ પડે. તો કોમેન્ટ અવશ્ય કરશો.

આ માહિતી સ્કોપવ્હોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.