બુટ પોલિશ કરવા વાળાના અવાજની દુનિયા થઈ દીવાની, તમારી આંખમાં આંસુ લાવી દેશે એના ઘરની હાલત

સોની ટીવી ઉપર સિંગિંગ રીયાલીટી શો ‘ઇન્ડિયન આઈડલ’ ચાલી રહ્યો છે. આ વખતે બુટ પાલીશ કરતા સની હિન્દુસ્તાનીનું નામ બધા લોકોની જીભ ઉપર આવી ગયું છે. સનીનો સુંદર અવાજ સાંભળ્યા પછી મોટી મોટી હસ્તીઓ પણ તેના દીવાના થઇ ગયા છે. પણ જો સિલ્વર સ્ક્રીન ઉપરથી અલગ થઈને સનીના ઘરની હાલત જોવામાં આવે તો તમને વિશ્વાસ નહિ આવે.

એક તરફ જ્યાં સુંદર અવાજનો જાદુગર આખી દુનિયાને પોતાના દીવાના બનાવી રહ્યો છે. તો બીજી તરફ કડકડતી ઠંડીમાં તેનું કુટંબ જીવન પસાર કરી રહ્યા છે. આજે અમે તમને તે ફોટા દ્વારા દેખાડવા જઈ રહ્યા છીએ. આ ફોટામાં જોઇને તમે વિચારવા માટે મજબુર થઇ જશો. કદાચ તમને વિશ્વાસ પણ નહિ થાય પરંતુ આ એકદમ સાચું છે.

સની હિન્દુસ્તાની પંજાબના ભટીંડા જીલ્લાનો રહેવાસી છે. ઇન્ડીયન આઈડલમાં પોતાના સુંદર અવાજથી છવાયેલા સની હિન્દુસ્તાનીના ઘરમાં ન તો ટીવી છે, અને ન તો રૂમમાં દરવાજા. ભટીંડાના લોકોએ સની હિન્દુસ્તાની માટે સોશિયલ મીડિયા અને ફ્લેક્સ બોર્ડ લગાવીને લોકોને વોટની અપીલ કરી. પરંતુ તેના કુટુંબની મદદ કરવા માટે હજુ સુધી કોઈએ હાથ આગળ નથી કર્યો.

તેના ઘરની હાલત એ છે કે, પ્લાસ્ટર વગરના બે રૂમમાં દરવાજા પણ નથી લાગેલા જે આ કડકડતી ઠંડી અને જોરદાર ઠંડી હવાઓને અંદર આવવાથી રોકી શકે. સની હિન્દુસ્તાનીના ઘરના મુખ્ય દરવાજા ઉપર લાગેલો તૂટેલો દરવાજો સુરક્ષાનો ભ્રમ જરૂર ઉભો કરે છે.

સની હિન્દુસ્તાની પંજાબના ભટીંડા જીલ્લાનો રહેવાસી છે. ઇન્ડીયન આઈડલમાં સનીનો જયારે પણ શો થાય છે, તો તેની માં અને ત્રણ બહેનો પાડોશીના ઘરે જઈને ટીવી જુવે છે. હમણાં એક અઠવાડિયા પહેલા સનીની બહેન સકીના પોતાની માં સાથે સનીને મળવા મુંબઈ આવી હતી. ત્યારે સનીની બહેન સફીનાએ જણાવ્યું કે, તેના ઘરની હાલત ઘણી જ વધુ ખરાબ છે.

સકીનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે, એક દિવસ તે પોતાના ભાઈને કારણે વિમાનથી મુંબઈ જશે. તેણે અત્યાર સુધી ટીવી ઉપર જ મોટા મોટા સ્ટેજ જોયા હતા. પરંતુ જયારે તે મુંબઈ આવીને પોતાના ભાઈ સાથે સ્ટેજ ઉપર ઉભી રહીને માઈક ઉપર બોલી રહી હતી, તો તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. તેના ઘરમાં ખૂણામાં સનીના બુટ પોલીશ કરવાનો સામાન રાખેલો છે. પાસે જ એક દીવડો સળગી રહ્યો છે જેની પાસે સનીની માં બેઠી છે.

સનીની માં એ જણાવ્યું કે, પોતાના ઘરની સ્થિતિ એવી હતી કે તે ભટીંડામાંથી બહાર જવા વિષે ક્યારે પણ વિચારી નથી શકતી. તે પણ વિમાનથી. તેના માટે તે એકદમ અશક્ય હતું. વિમાનમાં બેસીને મુંબઈ જઈને દીકરાને મળવા સુધી તેના મોઢામાંથી અવાજ ઓછો અને આંખોમાંથી આંસુ વધારે વહી રહ્યા હતા. સનીની માં એ જણાવ્યું કે, તેના ઘરમાં ગેસ કનેક્શન પણ નથી.

આજે પણ તે વર્ષો જુના માટીના ચુલા ઉપર ખાવાનું બનાવે છે. સનીના ઘરમાં ઇંટો ગોઠવીને બાથરૂમ બનાવવામાં આવ્યું છે પણ તેના દરવાજા અને છાપરું નથી. એ સ્થિતિ સનીના ઘરમાં રૂમની પણ છે. એક ખૂણામાં તાડપત્રી નાખીને ત્યાં રસોઈ બનાવવામાં આવે છે, ઘરનો મુખ્ય દરવાજો તૂટી ગયો છે.

પરંતુ હવે પોતાના ઘરમાં આશાનું એક કિરણ આવ્યું છે. સનીનું કહેવું છે કે, જો ભગવાને ધાર્યું તો તે પોતાની કમાણીના પૈસામાંથી વહેલી તકે એક ઘર બનાવી લેશે. સનીને હિમેશ રેશમિયાએ એક ગીત માટે અને સાથે જ કુમાર બ્રધર્સ કંપનીએ પણ સાઈન કર્યો છે. સની પોતાની મહેનત અને સુંદર અવાજથી પોતાની માતાનું સપનું જરૂર પૂરું કરશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.