કેરળ ના કન્નુરની આ દુકાન એના દુકાનદાર વગર ચાલી રહી છે, તેની શરુઆત કરવાનું કારણ જાણવા જેવું છે

કેરલના કન્નુરમાં એક એવી દુકાન ખુલી છે, જેમાં ન તો કોઈ શોપકીપર છે અને ન કોઈ સેલ્સમેન. અહી તમારે પોતાની જરૂરિયાતનો સામાન ખરીદીને તેના પૈસા એક બોક્સમાં નાખવા પડે છે. વાત કઈ પચી નહી, એવી કેવી રીતે કોઈ દુકાનદાર વગર દુકાન ચાલી શકે?

પહેલા અમને પણ એવું લાગ્યું હતું, પણ જયારે આ દુકાનને ખોલવા પાછળનું કારણ ખબર પડી, તો અમારા મનમાં દુકાનના માલિક માટે ઈજ્જત વધુ વધી ગઈ.

આ વર્ષે 1 જાન્યુઆરીએ કન્નુરના વંકુલથુવાલય (Vankulathuvayal) વિસ્તારમાં આ દુકાનને શરુ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં દુકાનદાર વગરની આ એકમાત્ર દુકાન છે. પણ તે જ તેની વિશેષતા નથી. સૌથી મોટી વાત એ છે કે આ દુકાનમાં મળતા દરેક સમાન દિવ્યાંગ લોકો દ્વારા બનાવેલો છે.

આ દુકાનને જનશક્તિ ટ્રસ્ટ નામની એક સંસ્થા ચલાવે છે. જે વિસ્તારમાં દિવ્યાંગ લોકોના કલ્યાણના કાર્યો માટે પ્રસિદ્ધ છે. તેમની પાસે એવા ઘણા લોકો છે, જે વિકલાંગ હોવા છતાય રોજબરોજની જરૂરિયાતોનો સામાન બનાવે છે, પણ તેમના પ્રોડક્ટ જલ્દી કોઈ વેચાણકર્તા ખરીદવા તૈયાર નથી થતા. તે જ સમસ્યાનો ઉપાય આ ટ્રસ્ટે દુકાનદાર વગરની દુકાનના રૂપમાં કાઢ્યો. આ દુકાનને ચલાવવામાં આસ પાસના શાકભાજી વેચાણકર્તા મદદ કરે છે. તે સવારે 6 વાગે તેને ખોલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ પણ કરે છે. કોઈ પ્રકારની ગડબડ ન થાય તેના માટે અહી સીસીટીવી પણ લગાવેલા છે.

તેના દરવાજા પર જ એક બોર્ડ લગાવેલું છે, જેમાં લખ્યું છે – ‘આ દુકાનમાં કોઈ પણ શોપકીપર નથી અને ન કોઈ સેલ્સમેન. તમે અહીથી જે ઈચ્છો તે ખરીદી શકો છો, બસ તમારે સામાન પર લખેલા પ્રાઈઝને અહી રાખેલા બોક્સમાં નાખવાના છે.’

જનશક્તિ ટ્રસ્ટના સંસ્થાપક સુગુનન પીએમએ ‘ધ બેટર ઇન્ડિયા’ સાથે વાત કરતા કહ્યું – ‘આ દુકાનને વિસ્તારના લોકો પૂર્ણ મદદ કરી રહ્યા છે. અમને આ પ્રકારની બીજી શોપ ખોલવાના ઓફર મળે છે. અમારી સંસ્થા દિવ્યાંગ લોકોથી ખરીદેલા સામાનનું પહેલા જ વળતર આપી દે છે, જેથી તેમને કોઈ આર્થિક તકલીફ ન થાય. સારી વાત એ છે કે દુકાનની સેલ્સ દિવસે ને દિવસે વધી રહી છે. અને અમે પણ તેમને પહેલા પેમેન્ટ કરવામાં કોઈ તકલીફ નથી થવા દેતા.’
સુગુનનનું કહેવું છે કે તે ખુબ જલ્દી જ કન્નુરના કોઝીકોડ એરિયામાં પણ આવી એક શોપ ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

કેટલું સારું છે Initiative! કેટલું સારું થશે જો દેશના બીજા વિસ્તારમાં પણ આવી જ દુકાનો ખુલી જાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.