નાની એવી કથા : જે મળી રહ્યું છે તેનામાં જ ખુશ રહેવું જોઈએ, વધારે લાલચમાં નુકશાન થવાનું નક્કી છે.

જીવનમાં ક્યારે પણ જરૂર કરતા વધુ મેળવવાની લાલચ ન કરવી જોઈએ, વધુ મેળવવાની લાલચને કારણે જીવનમાં જે મળી રહ્યું છે, તે પણ ગુમાવવાનો સમય આવી જાય છે. માટે જે મળે છે તેનાથી સંતોષ રાખી જીવન જીવવું જોઈએ. તેનો અર્થ એ નથી કે આગળ વધવાનો પ્રયત્ન છોડી દેવો જોઈએ, આવી જ એક વાત આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ, આવો જાણીએ વિસ્તારથી.

જમીનદારના ખેતરમાં ખેડૂતે દ્રાક્ષની વેલ ઉગાડી અને જમીનદારને રોજ થોડી થોડી દ્રાક્ષ આપવા લાગ્યો.

એક જાણીતી વાર્તા મુજબ જુના સમયમાં એક ગરીબ ખેડૂતે ગામના જમીનદારના ખેતરમાં દ્રાક્ષની એક વેલ ઉગાડી. ખેડૂત રોજ તેની જાળવણી કરતો અને સમયસર પાણી, ખાતર નાખતો હતો. થોડા જ દિવસોમાં વેલ મોટી થઇ ગઈ અને તેમાં દ્રાક્ષ આવવા લાગી. એક દિવસ ખેડૂતે વિચાર્યું કે આ વેલ જમીનદારના ખેતરમાં ઉગી છે, એટલા માટે આ દ્રાક્ષ ઉપર તેનો પણ અધિકાર છે. તે વિચારીને ખેડૂત રોજ થોડી દ્રાક્ષ જમીનદારને પણ આપવા લાગ્યો.

એક દિવસ જમીનદારે વિચાર્યું કે આ વેલ મારા ખેતરમાં ઉગી છે. તો તેની ઉપર મારો જ અધિકાર છે. તે વેલની બધી દ્રાક્ષ મારી જ છે. જમીનદારના મનમાં લાલચ જાગી ઉઠી, તેણે તેમના નોકરને ખેતરમાં મોકલ્યો અને વેલ કઢાવીને પોતાના ઘરના આંગણામાં લગાવી દીધી. ખેડૂત બિચારો કશું બોલી ન શક્યો, કેમ કે વેલ તો જમીનદારના ખેતરમાં જ હતી.

જમીનદારે નોકરોને વેલની જાળવણી કરવાની જવાબદારી આપી દીધી. રોજ સવાર સાંજ વેલમાં ઘણું બધું પાણી નાખવામાં આવતું હતું, પરંતુ વેલ ધીમે ધીમે સુકાવા લાગી. જમીનદારને સમજાતું ન હતું કે વેલ સુકાઈ કેમ રહી છે. પછી એક દિવસ તે વેલ એકદમ સુકાઈ ગઈ. વેલ કાઢીને પછી તે નવી જમીનમાં ઉછરી નથી શકતી.

કથાની શિખ :-

આ નાની એવી કથાની સીખ એ છે કે આપણેને જે મળી રહ્યું છે, એમાં સંતુષ્ટ રહેવું જોઈએ. વધુ મેળવવાની લાલચમાં નુકશાન તો નક્કી છે. એટલા માટે લાલચથી બચવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.