આ વ્યક્તિએ ગુગલને હેક કરીને રસ્તા પર દેખાડ્યું ભારે ટ્રાફિક જામ, રીત જાણીને તમે પણ થઇ જશો તેના ફેન

આપણે લોકો જયારે પણ પોતાના સવાલ કોઈ બીજાને પૂછીએ છીએ, તો સામેથી આ જ જવાબ મળે છે કે ‘અરે ગુગલ કરી લે ને.’ આજના સમાચાર તે જ લોકો માટે છે, જે કોઈ પણ સવાલનો જવાબ ગુગલ બાબા પાસેથી માંગવા ચાલ્યા જાય છે. જે લોકો ઘરની બહાર જતા પહેલા Google Maps નો ઉપયોગ કરે છે, તે જરા વિચારો કે જો ગુગલની આ એપ્લિકેશન જો કોઈએ હેક કરી લેવામાં આવે તો?

ટેક્નોલોજીની રમત પણ ખુબ અદ્દભુત છે. ઘણી વાર તમે હેકિંગના સમાચાર સાંભળો છો. હેકરોની સંખ્યા પણ વધતી જઈ રહી છે, જે પોતાના હેતુ માટે કોઈ પણ સાઇટને હૈક કરી તેને ઠપ કરી નાખે છે. પરંતુ જર્મનીની રાજધાની બર્લીનમાં હેકીંગનો એક અનોખો મામલો સામે આવ્યો છે.

ગુગલ મેપ્સ આજે કોઈ પણ શહેર ફરવા માટે એક મોટું હથિયાર બની ગયું છે, કારણ કે ગુગલ મેપ્સ એપ તમને રસ્તો તો દેખાડે છે, સાથે સાથે ટ્રાફિક જામ વિષે પણ જાણકારી આપે છે. પરંતુ ગુગલ મેપ્સને પણ મૂર્ખ બનાવી શકાય છે અને એક વ્યક્તિએ આવું કરી દેખાડ્યું. આવો જાણીએ કેવી રીતે?

આ વાત તમે પણ જાણો છો કે, ગુગલ મેપ્સ જીપીએસ દ્વારા કામ કરે છે. જીપીએસના માધ્યમથી આ તમને રસ્તો દેખાડે છે અને ટ્રાફિક જામ વિષે પણ જાણકારી આપે છે. ટ્રાફિક જામ વિષે ગુગલ જીપીએસ પર આધાર રાખીને જાણકારી આપે છે.

કોઈ રસ્તાના કિનારે ફોનમાં જીપીએસ ઓન છે, તે જ આધાર પર ગુગલ ટ્રાફિક જામ વિષે રિયર ટાઈમમાં જણાવે છે. આ જીપીએસનો ફાયદો ઉઠાવીને એક વ્યક્તિએ ગૂગલને મૂર્ખ બનાવી દીધું અને ગુગલ મેપ્સએ ટ્રાફિક જામ ન હોવા છતાં મેપ્સમાં જામ દેખાડવાનું શરુ કરી દીધું.

વાત એમ છે કે, બર્લિનના રહેવા વાળો એક વ્યક્તિ એક ટ્રોલીમાં 99 સ્માર્ટફોન રાખીને રસ્તા પર ફરવા લાગ્યો. બધા સ્માર્ટફોનનું જીપીએસ ચાલુ હતું. એવામાં ગુગલ મેપ્સને લાગ્યું કે રસ્તા પર લગભગ 99 લોકો પોતાની ગાડીઓ સાથે છે. આ આધાર પર ગુગલ મેપ્સમાં ટ્રાફિક જામ દેખાડવાનું શરુ કરી દીધું. આ રીતે વ્યક્તિએ નકલી ટ્રાફિક જામ લગાવીને ગૂગલને મૂર્ખ બનાવી દીધું. વ્યક્તિએ આનો એક વિડીયો પણ બનાવી દીધો જેને તમે નીચે જોઈ શકો છો. ખાસ વાત એ છે કે, આ વિડીયો ગુગલની ઓફિસની નજીક જ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.