શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

જાણો કેમ શ્રાવણ માસ દરમિયાન આ 10 વસ્તુ નહીં ખાવી જોઈએ, જાણો ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ

શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. આ વર્ષે તે 6 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જે 3 ઓગસ્ટ સુધી ચાલશે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવજી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. બસ તમારે તેમને સાચા મનથી પ્રસન્ન કરવાના રહે છે. ભોલેનાથને ખુશ કરવા માટે ઘણા લોકો વ્રત પણ રાખે છે.

જો કે, આ મહિનામાં તમારે કેટલીક વિશેષ વસ્તુઓ ખાવાનું ટાળવું પણ જોઈએ. શ્રાવણ મહિના દરમિયાન આ વસ્તુઓ ન ખાવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક બે કારણ છે. તો ચાલો જાણીએ તમારે કઈ કઈ વસ્તુઓથી શ્રાવણ મહિનામાં દૂર રહેવાનું છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

સાવણ મહિનામાં ચોમાસાની શરૂઆત થઇ જાય છે. આ સીઝનમાં જીવજંતુઓ વધુ ઉત્પન્ન થાય છે. તેથી લીલા પાંદડાવાળા શાકભાજીઓમાં પણ તેનું પ્રમાણ વધુ હોય છે. તે તેની અંદર વળગી રહે છે. તેથી શ્રાવણ મહિનામાં આ પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી પેટ અને ત્વચા સંબંધિત રોગો થઈ શકે છે. તેથી તેને ટાળવામાં જ સારું છે.

રીંગણા

શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે. જ્યારે રીંગણાની ગણતરી અશુદ્ધ શાકભાજીમાં થાય છે. આ સિવાય વરસાદની ઋતુમાં તેની અંદર જીવાત વધુ ફેલાય છે. આ બંને કારણોસર, આપણે શ્રાવણ મહિનામાં રંગણા ખાવાનું ટાળવું જોઈએ.

દૂધ અને ડેરી ઉત્પાદનો

શ્રાવણ મહિના દરમિયાન દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ પણ ઓછી કરવી જોઈએ. આ સીઝનમાં દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ સ્વાસ્થ્યપ્રદ નથી હોતી. જો કે, તમે દૂધ અને દહીંનો ઉપયોગ ભોલેનાથના અભિષેકમાં કરી શકો છો. જો દૂધ જરૂરી છે, તો તેને કાચુ ન પીવો. તેને સારી ઉકાળીને પીવો. જેથી તેની અંદરના સૂક્ષ્મજીવ મરી જાય.

મસાલેદાર ખોરાક

મસાલેદાર ખોરાક બસ સ્વાદમાં જ સારો હોય છે, પરંતુ તે શરીર માટે ઘણા રોગો લાવે છે. તે સરળતાથી પચાવી શકાતો નથી. તેને પચાવવા માટે આંતરડાને વધુ મહેનત કરવી પડે છે. તેનાથી શરીરની એનર્જી ઓછી થઇ જાય છે. શ્રાવણમાં આમ પણ દરેક ખૂબ જ વ્યસ્ત હોય છે. તેથી એનર્જી બચાવો અને મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ.

કઢી

શ્રાવણ માસમાં કઢી ખાવાથી વાત દોષ વધે છે. જો તમે તેનું સેવન કરો છો, તો તમે નબળાઈ, ઊંઘનો અભાવ, અવાજ ભારે થઇ જવો જેવી સમસ્યાઓથી પીડિત થઇ શકો છો.

માંસાહારી ખોરાક

શ્રાવણ મહિનો પવિત્ર માનવામાં આવે છે, તેથી આ મહિનામાં માંસ ખાવાનું કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈએ. ખાસ કરીને માછલીનું સેવન બિલકુલ ન કરો. આ સીઝનમાં માછલીઓ, ઇંડા અને નોનવેજ નુકસાનકારક હોય છે.

ડુંગળી અને લસણ

ડુંગળી અને લસણની ગણતરી તામસી પ્રકૃતિના ખોરાકમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રકૃતિના ખોરાક ખાવાથી, માણસની અંદર ગુસ્સો, ઉત્કટ, અહમ અને વિનાશ જેવા ગુણો આવી જાય છે. તેથી શ્રાવણમાં લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ.

દારૂ અને અન્ય નશો

શ્રાવણના પવિત્ર મહિનામાં દારૂ અને અન્ય અશુદ્ધિવાળા નશા ન કરવા જોઈએ. તેના સેવન પછી કરવામાં આવેલી ભોલેનાથના પૂજાનું ફળ મળશે નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.