હવે શ્રીદેવીની આ છેલ્લી ઈચ્છા પુરી કરશે પતિ બોની કપૂર?

બોલીવુડની એક ઉત્તમ અભિનેત્રી શ્રીદેવી વિષે તો આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. તે પોતાના સમયમાં એક ઘણી જ ઉત્તમ અને સુંદર અભિનેત્રીઓ માંથી એક ગણવામાં આવતી હતી, અને તેમણે ઘણા મોટા મોટા કલાકારો સાથે કામ પણ કર્યુ હતું. અને ઇન્ડસ્ટ્રીને ઘણી સફળ ફિલ્મો પણ આપી હતી. જેમાં જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન, કમલ હાસન, સલમાન ખાન, જેવા અનેક મોટા કલાકારો સાથે સુપરહિટ ફિલ્મો બનાવી હતી, અને હમણાં જ થોડા સમય પહેલા જ તેમનું અવસાન થયું હતું.

તેમના પરિવારમાં તેમના પતિ બોની કપૂર અને બે પુત્રીઓ જાહનવી અને ખુશ્બુ છે. અને તેમના એકાએક અવસાનથી આખું કુટુંબ શોકમય બની ગયું હતું. અને શ્રીદેવીની અમુક ઈચ્છાઓ અધુરી રહી ગઈ છે, જે તેમના પતિ બોની કપૂર પૂરી કરવા માટે એકદમ સજ્જ છે, અને તે વહેલી તકે પૂરી પણ કરશે તેવી તેમને આશા છે. તો આવો જાણીએ તેમની ઇચ્છાઓ વિષે વિસ્તૃતમાં.

સદગત બોલીવુડ હિરોઈન શ્રીદેવી તમિલ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માંગતી હતી. તે વાતનો ખુલાસો હાલમાં જ તેના પતિ બોની કપૂરએ કર્યો. તેમણે જણાવ્યું કે શ્રીદેવી ઇચ્છતી હતી કે ફિલ્મમાં અજીત કામ કરે. શ્રીદેવીની એ ઈચ્છાને પૂરી કરતા બોની કપૂરે ‘પિંક’ ની તમિલ રીમેક બનાવાનો નિર્ણય કર્યો છે.

બોની કપૂરે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું, ફિલ્મનું નામ હજુ નક્કી નથી કરવામાં આવ્યું. અજીત સાથે ‘ઈંગ્લીશ વીન્ગ્લીશ’ માં કામ કર્યા પછી શ્રીદેવીએ ઈચ્છા વ્યકત કરી હતી, કે અજીત આપણા હોમ પ્રોડક્શન માટે કોઈ તમિલ ફિલ્મમાં કામ કરે. લાંબા સમય સુધી અમને સારી સ્ક્રીપ્ટ ન મળી શકી. ત્યાર પછી અજીતએ તમિલમાં ‘પિંક’ બનાવવાની સલાહ આપી.

શ્રીદેવી આ સલાહ સાંભળીને તરત તૈયાર થઇ, કેમ કે તે ઇચ્છતી હતી કે ‘પિંક’ ઉત્તમ વાર્તા છે અને અજીત તે બનાવવા માટે સારું કામ કરશે. જણાવી દઈએ કે ‘ઈગ્લીશ વીન્ગ્લીશ’ ને તમિલમાં બનાવવામાં અજીતએ અતિથીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ સાથે બોની કપૂર તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહ્યા છે. રીપોર્ટના જણાવ્યા મુજબ ફિલ્મનું નામ ‘થાલા ૫૯’ હોઈ શકે છે. જેને ૨૦૧૯ માં રીલીઝ કરવામાં આવી શકે છે. ફિલ્મમાં એઆર રેહમાન સંગીત આપી શકે છે. જણાવી દઈએ કે ફિલ્મ પિંક, વર્ષ ૨૦૧૬ ના સપ્ટેમ્બરમાં રીલીઝ થઇ હતી. ફિલ્મમાં તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચનએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.