જયારે પૂજાનું શ્રીફળ નીકળે ખરાબ તો ભગવાન આપે છે આ સંકેત

પૂજાનું નારીયેલ ખરાબ નીકળવું અશુભ નથી, ભગવાનનો આપેલ સંકેત છે. જાણો તેનો વિશેષ અભિપ્રાય !!

શુભ હોવા સાથે સાથે નારિયેળને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી કહેવામાં આવે છે કે દરેક પૂજામાં નારીયેલ નું હોવું જરૂરી છે. પણ ઘણી વખત એવું થાય છે કે તમે જે નારીયેલ પૂજામાં ચડાવેલ હતું તે અંદરથી ખરાબ નીકળી ગયું અને તમને ખબર હશે કે ભગવાન નારાજ થઇ ગયા તો કોઈ બનાવ બનવાનો છે.

આવી ઘણી વાતો તમારા મગજમાં ઘુમવા લાગે છે. પણ અમે તમને જણાવી આપીએ કે પૂજાનું નારીયેલ ખરાબ નીકળવાનો અર્થ તે નથી થતો કે કાંઈક અશુભ થઇ ગયું છે કે પછી કાંઈક અઘટિત થવાનું છે. તેની બરોબર વિરુદ્ધ નારીયેલનું ખરાબ નીકળવું શુભ માનવામાં આવે છે અને પણ આ તો ભગવાનનો એક વિશેષ સંકેત છે. આજે અમે તમને આ સંકેતનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ.

નારીયેલ ખરાબ હોવાનો સંકેત :-

નાની નાની વાતો અને નાના નાના કારણથી ઘણી વખત આપણા જીવન ઉપર ઘણી અસર પડે છે અને જાણકારી ના અભાવે આપણે ભ્રમમા જીવતા હોઈએ છીએ. કાંઈક આવું જ પુજાના નારીયેલ સાથે પણ છે હંમેશા જ્યારે નારીયેલ ખરાબ નીકળે છે તો લોકો ન હોય તેવી આશંકાઓથી પીડિત થઇ જાય છે તમને દુકાનવાળા ઉપર ગુસ્સો પણ આવેલ હશે પણ આજ પછી આવું નહિ બને.

એ તો તમે જાણો જ છો કે હિંદુ ધર્મ સનાતન ધર્મ છે અને જેમની પોતાની માન્યતાઓ છે અહિયાં દરેક વાતનું વિશેષ મહત્વ હોય છે અને પૂજાનું નારીયેલ ખરાબ નીકળે તો તેનો અર્થ એ થાય છે કે ભગવાન પોતે જ પ્રસાદનું ગ્રહણ કરી લીધેલ છે. તેથી તે નારીયેલ અંદરથી આખું સુકાઈ ગયું છે. એટલું જ નહિ નારીયેલનું ખરાબ હોવાનો એક સંકેત એ પાણ છે કે તમારી મનોકામના પૂરી થવાની છે.

ખરાબ નારીયેલનો અર્થ મનોકામના પૂરી :-

પૂજાનું નારીયેલ ખરાબ નીકળવાનો અર્થ એ છે કે તમારી કોઈ મનોકામના પૂરી થઇ ગઈ છે. તે સમયે તમે જે પણ કામના કરશો તે પૂરી થશે. તેથી હવે પછી જયારે પૂજાનું નારીયેલ ખરાબ નીકળી જાય તો ચિંતિત ન થશો પણ તેને ભગવાનનો આશીર્વાદ સમજશો. તે સમયે તમે ભગવાન સામે જે પણ ઈચ્છા પ્રગટ કરશો તે જરૂર પૂરી થાય છે.

“દાસ ના દુશ્મન હરી કોઈ દી હોય નહિ”

જો નારીયેલ સારું નીકળ્યું તો શું કરવું જોઈએ :-

હવે તમને જણાવી આપીએ કે નારીયેલ સારું નીકળે તો શું કરવું જોઈએ. અને તેનો શું અર્થ થાય છે. પૂજા કરતી વખતે નારીયેલ જો સારું નીકળે તો તે રાખવું ન જોઈએ. તેને પ્રસાદની જેમ બધાને વહેચી દેવું જોઈએ. તેનાથી પૂજાનું ફળ બધા લોકોને મળી જાય છે.

“થીંક પોઝેટીવ બી પોઝેટીવ” અને “ઓલ ઇઝ વેલ” અને “ભગવાન બધું સારું જ કરે અને સારા માટે જ કરે”