કેવી રીતે થઈ શ્રીકૃષ્ણની બધી પત્નીઓનું મૃત્યુ… 99 ટકા લોકો આજ સુધી જાણતા નથી

મૌસુલ યુદ્ધને કારણે જયારે શ્રીકૃષ્ણના કુળના સમયના મોટાભાગના લોકો મારી નાખવામાં આવ્યા, તો શ્રીકૃષ્ણએ પ્રભાશ ક્ષેત્રમાં એક વુક્ષ નીચે વિશ્રામ કર્યો. ત્યાં તેમને એક ભીલએ ભૂલથી તીર મારી દીધું, જો કે તેમના પગમાં જઈને લાગ્યું. તેને બહાનું બનાવીને શ્રીકૃષ્ણએ શરીરનો ત્યાગ કરી દીધો. બલરામ પણ સમુદ્રમાં જઈને સમાધી લઇ લે છે.

જયારે અર્જુનને આ સમાચાર મળ્યા તો તે દ્વારકા પહોંચે છે. તેમના દ્વારકા પહોંચવાથી શ્રીકૃષ્ણની તમામ પત્નીઓ સહીત ઘણી યદુવંશી મહિલાવો વિલાપ કરી કરીને રડવા લાગે છે. પતિ અને પુત્રોથી દુર થયેલી આ સ્ત્રીઓના અંતરનો અવાજ સાંભળીને અર્જુન પણ રડવા લાગે છે. તેનાથી તે સ્ત્રીઓ તરફ જોઈ નથી શકાતું. તેની આંખોમાં સતત આંસુઓની ધારા વહેવા લાગે છે.

યદુવંશની તમામ સ્ત્રીઓ અર્જુનને ઘેરીને તે આશાએ બેસી જાય છે, કે હવે અમારા વિષે કોઈ નિર્ણય લેવા વાળો આવ્યો. પુરુષોમાં જો કોઈ બચ્યો હોય તો શ્રીકૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભ અને ભગવાન શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ જ. ઘણી સ્ત્રીઓ ગર્ભવતી હતી.

શ્રીકૃષ્ણની પત્નીઓને મળ્યા પછી અર્જુન પોતાના મામા વાસુદેવને મળીને ઘણી મહેનતના અંતે તેમના મહેલમાં જાય છે. શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ અર્જુનને જોઇને રડવા લાગે છે અને તેને ગળે લગાવી લે છે. થોડા સમય પછી તે અર્જુનને યદુવંશની અંદરો અંદરની લડાઈનો સંપૂર્ણ કિસ્સો સંભળાવે છે, અને ત્યાર પછી શ્રીકૃષ્ણ અને બલરામના પરમધામ જવા વિષે જણાવે છે.

વાસુદેવ એ પણ કહે છે, કે શ્રીકૃષ્ણ કહી ગયા હતા કે તું (અર્જુન) આવીશ અને તું જ હવે આ સ્ત્રીઓ વિષે નિર્ણય લઈશ. તારા અહિયાંથી જતા રહ્યા પછી આ દ્વારકા નગરીને સમુદ્રમાં ડુબાડી દઈશ. થોડો સમય અટકીને કહે છે કે મારો પણ અંતિમ સમય આવી ગયો છે અને તું જ મારો અંતિમ સંસ્કાર કરજે.

અર્જુન વાસુદેવની વાત સાંભળીને મનમાંને મનમાં ઘણો દુ:ખી થાય છે. ત્યારે તે વૃશ્નીવંશના તમામ મંત્રીઓને મળે છે અને તે આ વંશની તમામ સ્ત્રી, બાળકો અને વૃદ્ધોને અહિયાંથી ઇન્દ્રપ્રસ્થ લઇ જવાની વ્યવસ્થા કરવાનું કહે છે. તે દિવસે અર્જુન રાત્રે દ્વારકામાં જ રોકાય છે. સવારે સમાચાર મળે છે કે વાસુદેવએ પોતાનો દેહ ત્યાગી દીધો છે. આ સમાચાર સાંભળતા જ દ્વારકામાં ફરીથી મહિલાઓ રડવા લાગે છે.

ત્યારે અર્જુન પોતાના મામા વાસુદેવના અંતિમ સંસ્કારની તૈયારી કરી તેમને નગરથી દુર એક સ્થળ ઉપર લઇ જાય છે. તે સમયે હજારોની સંખ્યામાં દ્વારકાવાસી પણ તેની સાથે રહે છે. પાછળ પાછળ વાસુદેવની પત્નીઓ પણ આવી રહી હતી. તેમની ૪ પત્નીઓ હતી. દેવકી, ભદ્રા, રોહિણી અને મંદિરા. જયારે એમણે ચિતામાં આગ લગાવી દીધી તો તે તમામ પત્નીઓ પણ તે ચિતામાં બેસી ગઈ. આ ભયાનક દ્રશ્ય જોઇને અર્જુનનું દિલ ફાટી જાય છે.

ત્યાર પછી અર્જુન તે સ્થળ ઉપર ગયા, જ્યાં યદુવંશી અંદરો અંદર લડીને મરી ગયા હતા. ત્યાં મોટી સંખ્યામાં વીરોના શબ પડ્યા હતા. અર્જુને એ તમામના અન્ત્યોષ્ટિ કર્મ કર્યા અને ૭ માં દિવસે પ્રેતવિધિ ક્રિયા કરીને અર્જુન તમામ દ્વારકાવાસીઓ સાથે ત્યાંથી નીકળી પડ્યા. તેની સાથે ઊંટ, ઘોડા, ગધેડા, બળદ, રથ વગેરે ઉપર સવાર દ્વારકાવાસીઓ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણની આઠે પત્નીઓ પણ હતી. સાથે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાથ પણ હતા.

કહેવામાં આવે છે કે તે લાખો લોકોનું લશ્કર હતું. અર્જુનના દ્વારકાથી નીકળતા જ નગરી સમુદ્રમાં ડૂબી જાય છે. આ અદ્દભુત દ્રશ્યને દ્વારકા વાસી પોતાની આંખોથી જોઇને આશ્ચર્યચકિત બની જાય છે. તે સમયે તે બધા બસ એ વિચારે છે કે દેવની લીલા અદ્દભુત છે. તે એ સમુદ્ર ઉપર આધાર રાખે છે જ્યાં સુધી અમે બધા દ્વારકા નગરી માંથી બહાર નથી નીકળી જતા.

રસ્તામાં ભયંકર જંગલ વગેરે પાર કરતા કરતા પંચનદ દેશમાં તેઓ પોતાનો પડાવ નાખે છે. ત્યાં રહેનારા લુટેરાઓને જયારે સમાચાર મળ્યા કે અર્જુન એકલા જ આટલા મોટા જનસમુદાયને લઈને ઇન્દ્રસ્પ્રદ લઇ જઈ રહ્યા છે, તો તે ધનની લાલચમાં ત્યાં હુમલો કરી દે છે. અર્જુન બુમ મારીને લુટેરાને ચેતવણી આપે છે, પરંતુ લુટેરા ઉપર તેની બુમની કોઈ અસર થતી નથી અને તે લુટફાટ કરવા લાગે છે. તે માત્ર સોનું વગેરે નથી લૂટતા પરંતુ સુંદર યુવાન મહિલાઓને પણ લુટે છે. ચારે તરફ હાહાકાર મચી જાય છે.

તેવામાં અર્જુન પોતાના દીવ્યાસ્ત્રોનો ઉપયોગ કરીને સ્મરણ કરે છે, પરંતુ તેની સ્મરણ શક્તિ લુપ્ત થઇ જાય છે. થોડી વારમાં તેના ત્રાસથી તમામ બાણ પણ પુરા થઇ જાય છે. ત્યારે અર્જુન શસ્ત્ર વગર જ લુટેરા સાથે યુદ્ધ કરવા લાગે છે. પરંતુ જોત જોતામાં લુટેરા ઘણું બધું ધન અને સ્ત્રીઓને લઈને ભાગી જાય છે. પોતાને નિસહાય સમજીને અર્જુનને ઘણું દુ:ખ થાય છે. તે સમજી નથી શકતા કે કેમ અને કેવી રીતે મારી અસ્ત્ર વિદ્યા લુપ્ત થઇ ગઈ?

જેમ તેમ અર્જુન યદુવંશની બચી ગયેલી સ્ત્રીઓના બાળકોને લઈને ઇન્દ્રસ્પ્રદ પહોંચે છે. અહિયાં આવીને અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજને ઇન્દ્રપ્રસ્થના રાજા બનાવી દે છે. ઘરડા, બાળકો અને બીજી સ્ત્રીઓને અર્જુન ઇન્દ્રસ્પ્રદમાં રહેવા માટે કહે છે. ત્યાર પછી વ્રજના ઘણું રોકવા છતાંપણ અક્રૂરજીની સ્ત્રીઓ વનમાં તપસ્યા કરવા માટે જતી રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણની ૮ પત્નીઓ હતી જેમાંથી રૂક્ષ્મણી અને જાંમ્બવંટી અગ્નિમાં પ્રવેશ કરી જાય છે. સત્યભામા અને બીજી દેવીઓ તપસ્યાનો નિર્ણય કરીને વનમાં જતી રહે છે. અને તેનું પણ મૃત્યુ થઇ જાય છે. ગાંધારી, શેબ્યા, હેમ્વંતી વગેરે અગ્નિમાં પ્રવેશ કરવાનો ઉલ્લેખ મળે છે. શ્રીકૃષ્ણની પત્નીઓ સત્યભામા, જામ્બવંતી, રૂક્ષ્મણી, કાલિન્દી મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષમણા હતી.

ભગવાન કૃષ્ણના બચેલા એકમાત્ર યદુવંશી અને તેના પ્રપૌત્ર (પુત્રનો પુત્ર) વ્રજને ઇન્દ્રપ્રસ્થના રાજા બનાવ્યા પછી અર્જુન મહર્ષિ વૈદવ્યાસના આશ્રમમાં પહોંચે છે. ત્યાં આવીને અર્જુને મહર્ષિ વૈદવ્યાસને જણાવ્યું કે શ્રીકૃષ્ણ, બલરામ સહીત તમામ યદુવંશી કેમ અને કેવી રીતે સમાપ્ત થઇ ગયા છે. ત્યારે મહર્ષિએ કહ્યું કે બધું એવી રીતે બનવાનું હતું એટલા માટે તેનું દુ:ખ ન લગાડવું જોઈએ. અર્જુન પણ જણાવે છે કે કેવી રીતે સામાન્ય લુટેરા પોતાની સામે યદુવંશની સ્ત્રીઓનું હરણ કરીને લઇ ગયા અને તે કાંઈ પણ ન કરી શક્યા.