ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જેના જવાબ છે ઘણા મુશ્કેલ

બુર્જ ખલીફાના માલિક કોણ છે? સામાન્ય ઇન્ટરવ્યૂ કરતા ખુબ અઘરું હોય છે IAS ઇન્ટરવ્યૂ. આઈએએસ ઇન્ટરવ્યૂમાં પૂછનારા પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. આ સામાન્ય ઇન્ટરવ્યૂ કરતા ખુબ અલગ હોય છે. આઈએએસ ઇન્ટરવ્યૂમાં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી, અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમાર માટે એવા જ ટ્રીકી પ્રશ્ન અને એના જવાબ લાવ્યા છીએ, જેના વિષે વિચારીને તમે પણ ચોંકી જશો. તમારા સામાન્ય જ્ઞાનને વધુ તેજ કરવા માટે તમે પણ એવા પ્રશ્નો અને તેના જવાબ જરૂર જાણી લો. ખાસ કરીને યુપીએસસી પરીક્ષા પછી આઈએએસમાં પૂછવામાં આવેલા આ પ્રશ્નો અને તેના જોરદાર જવાબ વાંચીને તમારુ સામાન્ય જ્ઞાન પણ સારું થઇ જશે.

પ્રશ્ન – બે જોડિયા બાળકો મે માં જન્મ્યા હતા, પરંતુ તેનો જન્મદિવસ જુનમાં છે, તે કેવી રીતે શક્ય છે?

જવાબ – આ પ્રશ્નનો જવાબ છે, મે શહેરનું નામ છે.

પ્રશ્ન – ક્યા દેશમાં બે રાષ્ટ્રપતિ હોય છે?

જવાબ – સાન મારિનો.

પ્રશ્ન – બુર્જ ખલીફાના માલિક કોણ છે?

જવાબ – એમ્માર પ્રોપટીઝ સંસ્થા બુર્જ ખલીફાની માલિક છે. જોકે આ સંસ્થાએ પોતે તેને બનાવ્યું નથી. તેને સેમસંગ કંપનીએ બનાવ્યું છે. તેને બનાવતા સમયે એમ્માર પ્રોપટીઝ પાસે નાણાંની અછત હતી તો સંયુકત આરબ અમીરાતના રાષ્ટ્રપતિએ તેમને મદદ કરી હતી.

પ્રશ્ન – જો કોઈ રાજકારણી સાથે કોઈ બાબત ઉપર અણબનાવ કે મતભેદ થઇ જાય તો શું કરશો?

જવાબ – IAS સૌરભ કુમારે કહ્યું, ભારતીય પ્રસાશનની વ્યવસ્થામાં આઈએસ અધિકારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સિવિલ સેવામાં આવતા પહેલા એ ખબર હોવી જોઈએ કે આપણે રાજકારણીઓ સાથે કામ કરવાનું રહેશે. તે જવાબદારી છે, કોઈ પણ આઈએએસ અધિકારીની જો કોઈ નેતાને કોઈ વિષયમાં પુરતી જાણકારી નથી. તો તે તેને પૂરી જાણકારી આપે. તેને જણાવે કે શું સાચું છે અને શું ખોટું. જે આઈએએસ અધિકારી હોય છે તે રૂલ્સ એંડ લો હેઠળ કામ કરે છે, કોઈ રાજકારણીના પોતાના નિયમો હેઠળ નહિ. આપણે જયારે કામ કરીશું, તો રૂલ્સ એંડ લો મુજબ કામ કરીશું.

પ્રશ્ન – જો તમને ખબર પડે કે તમારી પત્નીનું કોઈ બીજા વ્યક્તિ સાથે લફરું છે તો તમે શું કરશો?

જવાબ – સાહેબ, હું એડલ્ટરીની કલમ-497 ની જોગવાઈ હેઠળ પારકા પુરુષ ઉપર પત્ની સાથે સબંધ બાંધવાનો ગુણો દાખલ કરી કેસ કરીશ. આ કલમથી તેની વિરુદ્ઘ કેસ કરી શકાય છે. સાથે જ પત્નીને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ, જેથી અમારા સંબંધો ફરીથી સુધરી જાય.

પ્રશ્ન – તે શું છે જેના કારણે આપણે દીવાલની બીજી બાજુ જોઈ શકીએ છીએ?

જવાબ – બારી.

પ્રશ્ન – કંદોઈને ઈગ્લીશમાં શું કહે છે?

જવાબ – કંદોઈને ઈંગ્લીશમાં Confectioner કહે છે.

પ્રશ્ન – એક ટ્રક ડ્રાઈવર રોગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે ન રોક્યો ખરેખર કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.

પ્રશ્ન – રેલ્વેના ટ્રેક ઉપર પથ્થર કેમ નાખવામાં આવે છે?

જવાબ – આમ કરવાથી પાટાને પોતાના સ્થાન ઉપર સ્થિર રાખી શકાય છે, અને ટ્રેનનું સંપૂર્ણ વજન આ પથ્થરો ઉપર જતું રહે છે. ગરમી, ઠંડી, વરસાદમાં પાટાને સંકોચાવા અને ફેલાવાથી રોકવાનું કામ પણ પથ્થર કરે છે.

પ્રશ્ન – તે કયું કામ છે જે આપણા સમાજમાં કોઈ કુંવારી છોકરી નથી કરી શકતી?

જવાબ – સેંથામાં સીદુર પૂરવું.

પ્રશ્ન – ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું?

જવાબ – ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી હતું. તે શ્રીરામની મોટી બહેન હતી અને મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી.