રામાયણનો પ્રસંગ તો નાના બાળકો પણ જાણે છે. દરેક હિંદુ પરિવારમાં બાળકો કે વડીલો, ફિલ્મ કે ટીવી દ્વારા રામાયણની વાર્તા વિષે જાણતા રહે છે. રામજીનો જન્મ લેવો, સીતા સાથે લગ્ન થવા, કૈકયી દ્વારા વનવાસ મળવો, પછી રાવણ દ્વારા સીતાનું અપહરણ, પ્રભુ શ્રી રામનું રાવણ સાથે યુદ્ધ, રાવણનો વધ, રાજા રામનું પાછું અયોધ્યા ફરવું, રામ દ્વારા સીતાનો પરિત્યાગ અને પછી સીતા દ્વારા લવ અને કુશને જન્મ આપવો.
આમાં ઘણી બાબતો છે જેનો અહિયાં ઉલ્લેખ નથી થયો. આમ તો અહિયાં જે વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તેની વચ્ચેની નથી. તે ત્યારની છે જયારે રામએ એક ધોબીના કહેવા ઉપર સીતાનો પરિત્યાગ કરી દીધો હતો. ત્યાર પછી વનમાં રહેતી સીતાની મુલાકાત એક વખત ફરી શુર્પણખા સાથે થઇ હતી.
વનમાં સમય પસાર કરી રહ્યા હતા સીતા :
રાવણના વધ પાછળ શુર્પણખાનો ઘણો મોટો હાથ હતો. તે રાવણના અસ્તિત્વનો નાશ કરી દેવા માંગતી હતી, એટલા માટે જાણી જોઇને તે રામ સાથે લગ્નનો પ્રસ્તાવ મુકવા ગઈ હતી. ત્યાર પછીની વાત તો તમે બધા જાણો છો. છેલ્લે જયારે રામ અયોધ્યા પાછા આવ્યા તો એક ધોબીના કહેવા ઉપર તેમણે સીતા માં ને પોતાના ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા. સીતા માં ત્યારબાદ વનમાં જઈને રહેવા લાગ્યા હતા. એક રાણી હોવા છતાંપણ સીતા માં ને રાજમહેલનું કોઈ સુખ ન મળ્યું. પહેલા પતિ સાથે ૧૪ વર્ષ વનવાસ, પછી રાવણના વનમાં વનવાસ અને રાવણ વધ પછી પતિ દ્વારા વનમાં રહેવાનો આદેશ. આમ તો દરેક વનવાસમાં ફરક હતો.
સીતાને મળી શુર્પણખા :
જયારે સીતા માં જંગલમાં રહેતા હતા, તો તેમની ફરી વખત મુલાકાત શુર્પણખા સાથે થઇ. શુર્પણખાએ જોયું કે સીતામાં જંગલમાં છે તો તે ખુશ થઇ ગઈ. તે એવું જ ઇચ્છતી હતી. તેણે સીતા માં ને મેણા માર્યા. તેણે કહ્યું કે એક સમયમાં શ્રીરામે મારો અસ્વીકાર કર્યો હતો, અને આજે તમારો પરિત્યાગ કરી દીધો. તે રીતે તે સીતા માં ને દુ:ખ પહોંચાડવા માંગતી હતી. તેણે કહ્યું કે શ્રીરામએ એવું જ અપમાન સીતાને આપ્યું જેવું તેને આપ્યું હતું. આજે સીતાની એવી હાલત જોઈને હું ઘણી ખુશ છું.
શુર્પણખાએ મેણા માર્યા :
માં સીતા તેની વાત સાંભળીને જરાપણ દુ:ખી ન થયા. તે ધીમું ધીમું હાસ્ય કરવા લાગ્યા. શુર્પણખા સીતાને દુ:ખી કરવા માંગતી હતી. પણ તેમને હસતા જોઇને તે ગુસ્સે થઇ ગઈ. સીતાએ શુર્પણખાને કહ્યું, હું એવું કેવી રીતે વિચારી શકું કે હું જેની સાથે આટલો બધો પ્રેમ કરું છું, તે પણ મને એટલો જ પ્રેમ કરે. તેમણે આગળ કહ્યું કે આપણે આપણી અંદર તે શક્તિને જાગૃત કરવી જોઈએ, જે આપણને એ લોકો સાથે પ્રેમ કરતા શીખવાડે જે આપણી સાથે પ્રેમ નથી કરતા. બીજાનું ભોજન જોઇને આપણી ભૂખ મટાડવી જ વાસ્તવિક માણસાઈ છે.
સીતા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન :
સીતાની એ વાત સાંભળીને શુર્પણખા ગુસ્સાથી ભરાઈ ગઈ. તે બદલો લેવા ઇચ્છતી હતી. એ ઇચ્છતી હતી કે જે લોકોએ તેનું અપમાન કર્યુ છે તેની સાથે તે બદલો લે. તેણે સીતા માં ને પૂછ્યું, કે મને ન્યાય કેવી રીતે મળશે. તેને સજા ક્યારે મળશે. સીતા માં એ કહ્યું કે જેમણે તારું અપમાન કર્યું હતું તેને સજા મળી ચુકી છે. તે દશરથ પુત્ર જેણે તારું અપમાન કર્યું હતું, તે શાંતિથી ઊંઘી નથી શકતા. સીતા માં એ કહ્યું કે પોતાના મગજના દ્વાર ખોલે નહિ તો તું પણ એક દિવસ રાવણની જેમ બની જઈશ.