શ્રી કૃષ્ણએ આર્થિક લાભના જણાવ્યા સરળ ઉપાય, કઈ 5 વસ્તુઓને ઘરમાં રાખવાથી નથી થતા આડેધડના ખર્ચા.

મહાભારતના સમયે યુધીષ્ઠીર દ્વારા શ્રીકૃષ્ણ એ સમસ્ત સંસારને ધન બચાવવાના અને ખોટા ખર્ચાથી બચવાના ઉપાય બતાવ્યા છે.

જીવનને સુચારુ રીતે ચલાવવા માટે અને સુખદ બનાવવામા ધનની જરૂર રહે છે, પરંતુ મોટાભાગના લોકો સાથે એવી સમસ્યા છે કે તે ધન કમાય તો છે, પરંતુ બચતના નામ ઉપર તેમની પાસે કાંઈ નથી રહેતું. તેવા સમયે બચત કરવી અને ખોટા ખર્ચાઓ ઉપર કંટ્રોલ કરવો ઘણું મુશ્કેલ બની જાય છે. ખોટા ખર્ચા સારા એવા શ્રીમંત વ્યક્તિને પણ ગરીબ અને ધનહીન બનાવી શકે છે.

ખોટા ખર્ચા માટે ક્યાંકને ક્યાંક તમારા ધરમાં રહેલી નકારાત્મક ઉર્જા જવાબદાર હોઈ શકે છે એટલા માટે જરૂરી છે કે તેને પહેલા તમારા ઘર માંથી દુર કરો. ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવી વસ્તુ વિષે જણાવ્યું છે. જેને ઘરમાં રાખવાથી ખોટા ખર્ચાઓમાં ઘટાડો થવા સાથે સાથે ધન-દોલતમાં વધારો થાય છે અને તમારું જીવન સુખમય અને કુશળ થઇ શકે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ બતાવ્યા છે પાંચ ઉપાય :-

મહાભારતની એક કથા મુજબ જયારે પાંડવો વનવાસ પૂરો કરીને પાછા પોતાના રાજ્ય હસ્તિનાપુર આવ્યા ત્યારે પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધીષ્ઠીરનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ આયોજનમાં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પણ આમંત્રિત કરવામાં આવ્યા.

રાજ્યાભિષેક દરમિયાન જયારે યુધીષ્ઠીરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે રાજ્યને કુશળતાપૂર્વક કેવી રીતે ચલાવી શકાય અને કોઈ એવો રસ્તો બતાવો જેનાથી રાજ્યના કોઈ પણ ઘરમાં ગરીબી ન રહે અને બધા સમૃદ્ધ જીવન જીવી શકે.

ભગવાન શ્રી કૃષ્ણએ ત્યારે યુધીષ્ઠીરના માધ્યમથી આખા વિશ્વના પ્રાણીઓને એવી પાંચ વસ્તુ વિષે બતાવ્યું. જેના ઉપયોગથી દરેક માણસનું જીવન સુખદ અને સમૃદ્ધ થશે સાથે જ જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નહિ કરવો પડે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ તે વસ્તુને ઘરમાં રાખવામાં આવે તો તમે ખોટા ખર્ચાથી ઘણા દુર રહી શકો છો.

ચંદન :-

જો પૈસાના દુરઉપયોગથી બચવા માગો છો? તો ઘરમાં ચંદનનું લાકડું જરૂર રાખો. તેને ઘરમાં રાખવાથી ઘર માંથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને ઘરનું વાતાવરણ ઘણું શાંત અને સુખમય રહે છે.

વીણા :-

વીણા માતા સરસ્વતીનું વાધ્ય યંત્ર છે. માં સરસ્વતી જ્ઞાન અને સદ્દ્બુદ્ધીની દેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેવી રીતે માં સરસ્વતી કમળના ફૂલ ઉપર બિરાજમાન થાય છે અને જેવી રીતે કમળનું ફૂલ કીચડમાં ઉગે છે પરંતુ કીચડનો સ્પર્શ નથી થઇ શકતો. એવી રીતે માં સરસ્વતીની વીણા ઘરમાં રાખવાથી ગરીબી દુર થાય છે અને ખોટા ખર્ચાઓ ઉપર નિયંત્રણ આવે છે.

ઘી :-

ભગવાન શ્રી કૃષ્ણને ઘી ખુબ પસંદ છે, તેને ઘરમાં રાખવાથી ક્યારે પણ ખાવા પીવાની વસ્તુઓમાં ખામી નથી રહેતી. ગાયનું શુદ્ધ ઘી ઘરમાં રાખવું ઘણું સારું માનવામાં આવે છે. સાથે જ ઘરમાં દરરોજ ભગવાનને શુદ્ધ દેશી ઘીનો દીવડો પ્રગટાવીને પૂજા કરવાથી ઘરમાં અવનારુ આર્થીક સંકટ દુર થાય છે.

જળ :-

જળ તો જીવનનો પર્યાય છે. ભગવાન માટે પિત્તળ કે ચાંદીના વાસણમાં પૂજા સ્થાન ઉપર પાણી જરૂર રાખવું જોઈએ. સાથે જ ઘરમાં જો કોઈ પણ અતિથી આવે તો તેને જળ જરૂર પીવરાવવું જોઈએ. એમ કરવાથી ઘરના ખોટા ખર્ચા થતા નથી.

પાણીથી ભરેલી ડોલ :-

ઘરમાં બાથરૂમમાં રાખેલી ડોલ કે ટબ સ્વચ્છ પાણીથી હંમેશા ભરેલું રહેવું જોઈએ. ક્યારે પણ તેને ખાલી ન રાખવું જોઈએ. તેનાથી ગરીબી અને દરિદ્રતા ક્યારે પણ નથી આવતી અને ધનની પણ ઘણી બચત થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.