આજથી લગભગ ૫ હજાર ૧૨૫ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના મથુરામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. ગોકુળ મથુરાથી ૧૫ કી.મી. દુર છે. યમુનાના આ કાંઠે મથુરા અને તેને સામે કાંઠે ગોકુળ છે. મથુરા પછી ગોકુળનો પ્રવાસ કરવો જોઈએ. દુનિયાના સૌથી નટખટ બાળકે ત્યાં ૧૧ વર્ષ ૧ મહિનો અને ૨૨ દિવસ પસાર કર્યા હતા.
મહાવન અને ગોકુળ એક જ છે. હાલમાં ૮ હજારની વસ્તી વાળું આ ગામનો તે સમયે કેવું રહ્યું હશે, તેની માત્ર કલ્પના જ કરી શકાય છે. કહેવામાં આવે છે કે તે સમયે તેનું નામ ગોકુળ ન હતું. ગાય, ગોવાળિયો, ગોપીઓ વગેરેનો સમૂહ વાસ કરવાને કારણે મહાવનને જ ગોકુળ કહેવામાં આવવા લાગ્યું.
વર્તમાનના ગોકુળને ઓરંગઝેબના સમયે શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલનાથે વસાવ્યું હતું. ગોકુળથી આગળ ૨ કી.મી. દુર મહાવન છે. લોકો તેને જુનું ગોકુળ કહે છે. અહિયાં ચોર્યાસી સ્થંભોનું મંદિર, નંદેશ્વર મહાદેવ, મથુરા નાથ, દ્વારિકા નાથ વગેરે મંદિર છે. મથુરામાં કૃષ્ણના જન્મ પછી કંસના તમામ સૈનિકોને ઊંઘ આવી ન હતી અને વાસુદેવની બેડીઓ ચમત્કારથી ખુલી ગઈ હતી. ત્યારે વાસુદેવજી ભગવાન કૃષ્ણને ગોકુળમાં નંદરાયને ત્યાં અડધી રાત્રે છોડી આવ્યા હતા. નંદના ઘરે લાલનો જન્મ થયો છે. એવા સમાચાર ધીમે ધીમે ગામમાં ફેલાઈ ગયા. તે સાંભળીને તમામ ગોકુળવાસી ખુશીઓ મનાવવા લાગ્યા.
કૃષ્ણ અને બલરામનું પાલણ પોષણ અહિયાં થયું :
બલરામ અને કૃષ્ણ બન્ને પોતાની લીલાઓથી બધાના મન મોહી લેતા હતા. ગોઠણ વડે ચાલતા બન્ને ભાઈને જોવાથી ગોકુળ વાસીઓને આનંદ આપે છે. ગોપીઓ નટખટ બાળ ગોપાલને છાશ અને માખણની લાલચ આપીને નચાવતી હતી. કૃષ્ણએ ગોકુળમાં રહીને પુતના, શકટાસુર, તૃણાવર્ત વગેરે અસુરોનો વધ કર્યો હતો.
ગોકુળ તો ગોપાલની બાળ લીલાઓ, નટખટ અદાઓનું સ્થાન છે. ગોકુળમાં પ્રવેશ કરતા જ આપણને એ ઝાડ જોવા મળે છે જ્યાં બાળ ગોપાલ બેસીને વાંસળી વગાડતા હતા, અને બાજુના જ કુંડમાં માં યશોદા અને ગોકુળ ગામની બીજી મહિલાઓ કપડા ધોતી હતી અને સ્નાન પણ કરતી હતી. બાળ ગોપાલ વાંસળીના સુરથી બધાને મંત્રમુગ્ધ કરી દેતા હતા.
બંસીવટની બાજુ માંથી જ એક રસ્તો સીધો નંદના ભવન તરફ જાય છે. નંદના ભવન સુધી જતી વખતે વચ્ચે ગૌશાળા અને રાસચોક આવે છે. રાસચોક જ્યાં ગામના લોકો લોક ઉત્સવ કે તહેવાર ઉપર ભેગા થઇને રાસ કરતા હતા, એટલે નાચતા, ગાતા અને વાજિંત્રો વગાડતા હતા. પથ્થરોથી બનેલા એક મોટા દરવાજા માંથી પસાર થઇને અમે રાસચોક જતા હતા ત્યાંથી અંદર રાસચોકની એક ગલી માંથી આપણે નંદ ભવનની દીવાલ જોઈ શકીએ છીએ. જ્યાંથી દીવાલ દેખાય છે ત્યાંથી ગલી વળી જાય છે જે આપણને સીધા નંદના ભવનના દરવાજે લઇ જાય છે.
ભવનની અંદર સંગેમરમરની લાદી ઉપર સંકોચ સાથે જ વ્યક્તિ પગ મૂકી શકે છે, કેમ કે તે પથ્થર ઉપર તે લોકોના નામ કોતરેલા છે જેમણે નંદ ભવનની દેખરેખ અને બાળ ગોપાલને દરરોજ ચડાવવામાં આવતા માખણ સાકર અને લાડુના ભોગ માટે દાન આપ્યું છે. ઘણા બીજા દરવાજા પસાર કર્યા પછી આવે છે તે સ્થળ, જ્યાં માતા યશોદા ભગવાન કૃષ્ણને પારણામાં ઝૂલો ઝુલાવતી હતી. ત્યાં જ્યાં ભગવાન ઝૂલામાં સુતા રહેતા હતા.
ભવનની અંદર બીજી તરફના દરવાજાની પાસે જ તલઘર (બેઝમેન્ટ) માં ઉતર્યા પછી તે સ્થળ આવે છે, જ્યાં ભગવાન કૃષ્ણએ પુતનાનો વધ કર્યો હતો. ત્યાંથી તરત ઉપર ચડ્યા પછી આગળ એક ગલી છે જે આપણને ગોકુળના બજારની બીજી ગલીઓમાં લઇ જાય છે. ત્યાંથી એક ગલીમાં સીધા ચાલ્યા પછી આપણને એક તરફ જોવા મળે છે રાસચોક નો દરવાજો. અને બીજી તરફ તે ઝાડ છે જ્યાં બાળ ગોપાલ બેસીને વાંસળી વગાડતા હતા.
વીડિઓ :