શ્રીકૃષ્ણના ચરિત્ર પર મહિલાએ ઉઠાવ્યો હતો સવાલ, કોર્ટમાં પૂજારીએ એવી વાત કહી કે બધાની બોલતી બંધ થઈ ગઈ

ઇસ્કોન (International Society for Krishna Consciousness) વિષે તો તમે બધા જાણતા જ હશો. તે ભગવાન કૃષ્ણના ભક્તોની એક સંસ્થા છે, જેનો પ્રભાવ પશ્ચિમી દેશોમાં પણ જોવા મળી શકે છે. ભગવાન કૃષ્ણના ભક્તોની સંખ્યા આ ધરતી પર અગણિત છે. એવામાં આજે અમે તે મહિલા વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેણે કૃષ્ણ ચરિત્ર પર આંગળી ઉઠાવીને એમના પર કેસ દાખલ કરાવ્યો હતો.

આ એ દિવસોની વાત છે જયારે ઇસ્કોનનો વિસ્તાર યૂરોપીય દેશોમાં થઈ રહ્યો હતો. અહીં હજારોની સંખ્યામાં લોકો આ સંસ્થા સાથે જોડાઈ રહ્યા હતા. વર્ષ 2011 માં યૂરોપમાં આવેલા દેશ પોલેંડની રાજધાની વોરસૉ (Warsaw) માં એક નનથી આ બધું સહન ન થયું, અને તેણે ઇસ્કોન પર કેસ ફાઈલ કરી દીધો.

મામલો કોર્ટમાં પહોંચ્યો. તે નને અદાલત પાસે માંગ કરી કે પોલેંડમાં ઇસ્કોનને બેન કરી દેવામાં આવે. તે ઇસ્કોનના આ પ્રભાવથી ખુશ ન હતી. તેણીએ કોર્ટમાં કહ્યું કે, ઇસ્કોનના અનુયાયી એ કૃષ્ણના ગુણગાન કરે છે જેમનું ચરિત્ર યોગ્ય ન હતું. નનનું કહેવું હતું કે, શ્રી કૃષ્ણએ 16,000 હજાર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. ગોપીઓ સાથે તેમની રાસલીલા પણ પ્રખ્યાત છે.

નનનો વિરોધ કરતા ઇસ્કોનના એક વ્યક્તિએ જજને વિનંતી કરી કે, તેઓ નનને એ શપથ, એ પ્રતિજ્ઞાને બોલવા કહે જે તેમણે નન બનતા સમયે લીધી હતી. એ પછી જજે નનને એ પ્રતિજ્ઞા મોટા અવાજે બોલવા માટે કહ્યું, પણ તે નન ચૂપ રહી.

એ પછી ઇસ્કોનના તે વ્યક્તિએ જજને કહ્યું કે, તેઓ તેમને એ પ્રતિજ્ઞાને બોલવાની પરવાનગી આપે. જજે તેમને એમ કરવાની પરવાનગી આપી. પછી તે વ્યક્તિએ કોર્ટમાં બધાની સામે તે પ્રતિજ્ઞાને મોટા અવાજે વાંચી સંભળાવી. તે પ્રતિજ્ઞાનો અર્થ સ્પષ્ટ હતો કે, નન બનવા વાળી દરેક સ્ત્રી જીસસ ક્રાઈસ્ટની પરિણીતા હોય છે. (પ્રતિજ્ઞામાં કહેવામાં આવે છે કે, હું જીસસને પોતાના પતિ સ્વીકાર કરું છું.)

તે વ્યક્તિએ કહ્યું કે, માઈ લોર્ડ! શ્રીકૃષ્ણ વિષે એવું કહેવામાં આવે છે કે એમની 16,000 પત્નીઓ હતી. આ રીતે જોવા જઈએ તો આખી દુનિયામાં 10 લાખથી વધારે નન છે, જે જીસસ ક્રિસ્ટની પરિણીતા છે. એવામાં હવે તમે નિર્ણય કરો કે, ભગવાન કૃષ્ણ અને જીસસ ક્રિસ્ટમાંથી કોનું ચરિત્ર યોગ્ય નથી? આ વાત સાંભળીને જજે ઇસ્કોન વિરુદ્ધના આ કેસને તરત જ બરતરફ કરી દીધો હતો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.