શ્રીરામ શલાકા પ્રશ્નાવલી : જીવનમાં જયારે પણ કોઈ કાર્ય શરુ કરો છો તો મનમાં ઘણા પ્રકારના પ્રશ્ન ઉઠે છે કે, શું આ કાર્ય સફળ થઇ શકશે કે નહિ? એવા પ્રકારની કોઈ બીજી બાબતમાં નિર્ણય લેવામાં પણ આપણે સો વખત વિચારીએ છીએ. માણસના મનમાં દરેક વખતે કોઈને કોઈ વસ્તુને લઈને મૂંઝવણ ચાલતી રહે છે, અને આ મૂંઝવણનો ઉકેલ શોધવામાં લાગેલા રહીએ છીએ. ઘણી વખત લોકોને પોતાના પ્રશ્નોના જવાબ મળી જાય છે. જયારે ઘણી વખત આપણે યોગ્ય નિર્ણય લેવામાં વધુ સમય લગાવી દઈએ છીએ.
જો તમે તમારા જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છો, અને તમને તે કામમાં સફળ થવાને લઈને મૂંઝવણ છે. તો તમે શ્રીરામ શલાકા પ્રશ્નાવલીની મદદ લઇ શકો છો. શ્રીરામ શલાકા પ્રશ્નાવલીના માધ્યમથી માણસના જીવનના દરેક પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જાય છે, અને તેને સાક્ષાત ભગવાન દ્વારા રસ્તો બતાવવામાં આવે છે. તો આવો જાણીએ કે, ખરેખર શ્રીરામ શલાકા પ્રશ્નાવલી શું છે અને કેવી રીતે કામ કરે છે?
શું છે શ્રીરામ શલાકા પ્રશ્નાવલી?
શ્રીરામ શલાકા પ્રશ્નાવલીનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે, અને તે દરેક પ્રશ્નોની ચાવી છે. શ્રીરામ શલાકા પ્રશ્નાવલીના માધ્યમથી તમે તમારા દરેક પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી શકો છો. જો તમે કોઈ ગડમથલમાં છો, તો તમે બસ શ્રીરામ શલાકા પ્રશ્નાવલીને ખોલી લો અને તે ખોલતા જ તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે.
કેવી રીતે કામ કરે છે શ્રીરામ શલાકા પ્રશ્નાવલી?
શ્રીરામ શલાકા પ્રશ્નાવલીની મદદથી સરળતાથી દરેક પ્રશ્નના ઉત્તર મેળવી શકાય છે. ખાસ કરીને શ્રીરામ શલાકા પ્રશ્નાવલીને શ્રી ગોસ્વામી દ્વારા બનાવવામાં આવી છે, અને તે રામાયણની નવ ચોપાઈ ઉપર આધારિત છે. શ્રીરામ શલાકા પ્રશ્નાવલી એક પ્રકારનો ચાર્ટ છે જેમાં તમને હિન્દી વર્ણમાળાના અક્ષર લખેલા મળશે, અને આ અક્ષરોમાં જ તમારા દરેક પ્રશ્ન જવાબ છુપાયેલા હોય છે. જયારે તમે આ વર્ણમાળાના કોઈ એક અક્ષરને પસંદ કરો છો, તો તમારે ચોપાઈના આધારે તમારા પ્રશ્નનો જવાબ મળી જાય છે.
શ્રીરામ શલાકા પ્રશ્નાવલી ચાર્ટમાં કુલ ૨૨૫ ખાના હોય છે, અને આ ખાનામાં રહેલો એક અક્ષરને પસંદ કર્યા પછી ૯ અક્ષર બને છે, અને આ નવ અક્ષરોમાંથી એક ચોપાઈ. જે અક્ષરને તમે પસંદ કરશો તે પસંદ કર્યા પછી એક ચોપાઈ આવે છે અને આ ચોપાઈનો અર્થ વાંચીને તમને તમારા પોતાના પ્રશ્નનો જવાબ સરળતાથી મળી જાય છે.
કઈ કઈ છે નવ ચોપાઈ?
જે નવ ચોપાઈના આધારે શ્રીરામ શલાકા પ્રશ્નાવલી બનાવવામાં આવી છે, અને તે ચોપાઈ સાથે શું અર્થ જોડાયેલો છે? તેની જાણકારી આ મુજબ છે.
પહેલી ચોપાઈ :
सुनु सिय सत्य असीस हमारी। पूजिहि मन कामना तुम्हारी
અર્થ – કાર્ય સિદ્ધ થશે.
બીજી ચોપાઈ :
प्रबिसि नगर कीजै सब काजा। हृदय राखि कोसलपुर राजा।
અર્થ – સફળતા મળશે.
ત્રીજી ચોપાઈ :
उघरें अंत न होइ निबाहू। कालनेमि जिमि रावन राहू।।
અર્થ – સફળતામાં શંકા છે.
ચોથી ચોપાઈ :
बिधि बस सुजन कुसंगत परहीं। फनि मनि सम निज गुन अनुसरहीं।।
અર્થ – સફળતામાં શંકા છે.
પાંચમી ચોપાઈ :
मुद मंगलमय संत समाजू। जिमि जग जंगम तीरथ राजू।।
અર્થ – કાર્ય સિદ્ધ થશે.
છઠ્ઠી ચોપાઈ :
होइ है सोई जो राम रचि राखा। को करि तरक बढ़ावहिं साषा।।
અર્થ – શંકા છે, કાર્ય સિદ્ધ થશે.
સાતમી ચોપાઈ :
गरल सुधा रिपु करय मिताई। गोपद सिंधु अनल सितलाई।।
અર્થ – કાર્ય સફળ થશે.
આઠમી ચોપાઈ :
बरुन कुबेर सुरेस समीरा। रन सनमुख धरि काह न धीरा।।
અર્થ – શંકા છે.
નવમી ચોપાઈ :
सुफल मनोरथ होहुँ तुम्हारे। राम लखनु सुनि भए सुखारे।।
અર્થ – કાર્ય સિદ્ધ થશે.
આવી રીતે પસંદ કરો અક્ષરને :
શ્રીરામ શલાક પ્રશ્નાવલીનો ઉપયોગ કરવો ઘણો સરળ છે. તમે બસ તમારી આંખો બંધ કરીને રામજીનું નામ લો. રામજીનું નામ લીધા પછી તમે તમારા મનમાં તે પ્રશ્ન બોલો જેનો તમારે ઉત્તર જોઈએ. પ્રશ્ન બોલ્યા પછી તમે ચાર્ટ માંથી કોઈ એક અક્ષર પસંદ કરી લો અને આ અક્ષર પસંદ કર્યા પછી તમારી સામે એક ચોપાઈ આવી જશે અને આ ચોપાઈના આધારે તમને સાચો જવાબ મળી જશે.
આ વાતોનું ધ્યાન રાખો :
શ્રીરામ શલાકા પ્રશ્નાવલી ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે તમે તેનો ઉપયોગ સાચા મનથી જ કરો અને તેનો ઉપયોગ કરતા પહેલા શ્રી રામનું નામ જરૂર લો.
તમારા જે પ્રશ્નના જવાબ મળી જાય છે તે પ્રશ્ન સાથે જોડાયેલા કાર્ય સિદ્ધ થઇ ગયા પછી તમે શ્રી રામ અને હનુમાનજીને સિંદુર અને ચોળો(ફકીરનો ચોળો, લાંબું મોટું જામા જેવું પહેરણ) પણ ચડાવી શકો છો.
કાર્ય સફળ થયા પછી તમે ગરીબ લોકોને ભોજન પણ જરૂર કરાવો અને વસ્તુનું દાન પણ કરો.
એક દિવસમાં ત્રણથી વધુ પ્રશ્ન તમે ન પૂછો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.