શું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ

તમને ખબર છે પ્રભુ શ્રીરામ 14 વર્ષના વનવાસ દરમિયાન ક્યાં ક્યાં રહ્યા હતા, અહીં જુઓ તેનું સંપૂર્ણ લિસ્ટ અને મહત્વ

પ્રભુ શ્રીરામને ૧૪ વર્ષનો વનવાસ થયો હતો. આ વનવાસના સમયગાળા દરમિયાન શ્રીરામે ઘણા ઋષિ મુનીઓ પાસે શિક્ષણ અને વિદ્યા ગ્રહણ કર્યા, સંપૂર્ણ ભારતને તેમણે એક જ વિચારધારાના સૂત્રમાં બાંધી, પરંતુ તે દરમિયાન તેની સાથે કંઈક એવું પણ બન્યું. જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું હતું.

જાણીતા ઈતિહાસકાર અને પુરાતત્વશાસ્ત્રી ડૉ. રામ અવતારે શ્રીરામ અને સીતાના જીવનની ઘટનાઓ સાથે જોડાયેલા ૨૦૦ થી પણ વધુ સ્થળો ઉપર તપાસ કરી, જ્યાં આજે પણ તત્સંબંધી સ્મારક સ્થળ જાણીતું છે, જ્યાં શ્રીરામ અને સીતા રોકાયા હતા. ત્યાંથી સ્મારકો, ભીંતચિત્રો, ગુફાઓ વગેરે સ્થળોના સમયકાળનું સંશોધન વૈજ્ઞાનીક પદ્ધતિથી કરવામાં આવી. આવો જાણીએ થોડા મુખ્ય સ્થળો વિષે :

૧. શ્રુંગવેરપુર : રામને જયારે વનવાસ થયો હતો, તો વાલ્મીકી રામાયણ અને શોધકર્તાઓના જણાવ્યા મુજબ સૌથી પહેલા રામ તમસા નદી ગયા, જે અયોધ્યાથી ૨૦ કી.મી. દુર છે. ત્યાર પછી તેમણે ગોમતી નદી પાર કરી અને પ્રયાગરાજ (ઇલાહાબાદ)થી ૨૦-૨૨ કી.મી. દુર તે શ્રુંગવેરપુર ગયા, જે નિષાદરાજ ગૃહનું રાજ્ય હતું. અહિયાં ગંગાના કાંઠા ઉપર તેમણે કેવટને ગંગા પાર કરવાનું કહ્યું હતું.

૨. સિંગરૌર : ઇલાહાબાદથી લગભગ ૩૫.૨ કી.મી. ઉત્તર-પશ્ચિમ તરફ આવેલા ‘સિંગરૌર’ નામનું સ્થાન જ પ્રાચીન સમયમાં શ્રુંગવેરપુર નામથી ઓળખાતું હતું. રામાયણમાં આ નગરનું વર્ણન કરવામાં આવે છે. આ નગર ગંગા ઘાટીના કાંઠા ઉપર આવેલું હતું. મહાભારતમાં તેને ‘તીર્થસ્થળ’ કહેવામાં આવ્યું છે.

૩. કુરઈ : ઇલાહાબાદ જીલ્લામાં કુરઈ નામનું સ્થાન છે, જે સિંગરૌરની નજીક ગંગા નદીના કાંઠા ઉપર આવેલું છે. ગંગાના એક કાંઠે સિંગરૌર તો એક કાંઠે કુરઈ. સિંગરૌરમાં ગંગા પાર કર્યા પછી શ્રીરામ આ સ્થાન ઉપર ઉતર્યા હતા. આ ગામમાં એક નાનું એવું મંદિર છે, જે સ્થાનિક લોક માન્યતા મુજબ તે સ્થાન ઉપર છે, જ્યાં ગંગા પાર કર્યા પછી રામ, લક્ષ્મણ અને સીતાજીએ થોડી વાર આરામ કર્યો હતો.

૪. ચિત્રકૂટના ઘાટ પર : કુરઈથી આગળ જતા શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સહીત પ્રયાગ પહોચ્યા હતા. પ્રયાગને હાલમાં ઇલાહાબાદ કહેવામાં આવે છે. અહિયાં ગંગા-જમુનાનું સંગમ સ્થાન છે. હિંદુઓનું આ સૌથી મોટું તીર્થ સ્થાન છે. પ્રભુ શ્રીરામે સંગમની નજીક યમુના નદીને પાર કરી અને પછી ગયા ચિત્રકૂટ. અહિયાં આવેલા સ્મારકોમાં સામેલ છે. વાલ્મીકી આશ્રમ, માંડવ્ય આશ્રમ, ભરતકૂપ વગેરે.

ચિત્રકૂટમાં શ્રીરામના દુર્લભ પ્રમાણ : ચિત્રકૂટ તે સ્થાન છે, જ્યાં રામને મનાવવા માટે ભરત પોતાની સેના સાથે ગયા હતા. જયારે દશરથનું અવસાન થઇ જાય છે. ભરત અહિયાંથી રામની ચરણ પાદુકા લઇ જઈને તેની ચરણ પાદુકા રાખીને રાજ્ય કરતા હતા.

૫. અત્રી ઋષિનો આશ્રમ : ચિત્રકૂટની પાસે જ સતના મધ્યપ્રદેશ આવેલા અત્રી ઋષિનો આશ્રમ હતો. મહર્ષિ અત્રી ચિત્રકૂટના તપોવનમાં રહેતા હતા. ત્યાં શ્રીરામે થોડો સમય રોકાયા હતા.

અત્રી આશ્રમ પાસે રાક્ષસોનો સમુદાય રહેતો હતો. અત્રી, તેના ભક્તગણ અને માતા અનસુયા તે રાક્ષસોથી ભયભીત રહેતા હતા. ભગવાન શ્રીરામે તે રાક્ષસોનો અંત કર્યો. વાલ્મીકી રામાયણના અયોધ્યા કાંડમાં તેનું વર્ણન જોવા મળે છે.

સવારના સમયે જયારે રામ આશ્રમ માંથી વિદાય લેવા જાય છે, તો અત્રી ઋષિ તેને વિદાય આપતા બોલ્યા, હે રાઘવ, આ વનોમાં ભયંકર રાક્ષસ અને સર્પ રહે છે, જે માણસોને અનેક પ્રકારના દુઃખ આપે છે. તેના કારણે અનેક તપસ્વીઓને દુનિયા છોડવી પડે છે. હું ઈચ્છું છું, તમે તેનો વિનાશ કરીને તપસ્વીઓનું રક્ષણ કરો.

રામે મહર્ષિની આજ્ઞાનો સ્વીકાર કરી ઉપદ્રવી રાક્ષસો અને માણસને ત્રાસ આપનારા ભયાનક સર્પોને નષ્ટ કરવાના વચન આપીને સીતા અને લક્ષ્મણ સાથે આગળ માટે રવાના થયા.

૬. દંડકાકારન્ય : અત્રી ઋષિના આશ્રમમાં થોડા દિવસો રોકાયા પછી શ્રીરામે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ગાઢ જંગલોને પોતાનું અશ્રય સ્થાન બનાવ્યું. આ જંગલ વિસ્તાર હતો દંડકારન્ય. અત્રી-આશ્રમથી દંડકારન્ય શરુ થઇ જાય છે. છત્તીસગઢના અમુક વિસ્તાર ઉપર બાણાસુરનું રાજ્ય હતું. અહિયાંની નદીઓ, પહાડો, સરોવર અને ગુફાઓમાં રામના રહેવાની ઘણી સાબિતીઓ રહેલી છે. અહિયાં રામે પોતાનો વનવાસ પસાર કર્યો હતો. અહિયાં લગભગ ૧૦ વર્ષોથી પણ વધુ સમય સુધી રહ્યા હતા.

અત્રી આશ્રમથી ભગવાન રામ મધ્યપ્રદેશના સતના ગયા, જ્યાં રામવન છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિસ્તારમાં નર્મદા અને મહાનદીઓના કાંઠે ૧૦ વર્ષો સુધી તેમને ઘણા ઋષિ આશ્રમોનું ભ્રમણ કર્યું. દંડાકારન્ય વિસ્તાર અને સતનાની આગળ તે વિરોધ સરભંગ અને સુતીક્ષ્ણ મુની આશ્રમોમાં ગયા. પછી સ્તીક્ષ્ણ આશ્રમ પાછા આવ્યા. પન્ના, રાયપુર, બસ્તર અને જગદલપુરમાં ઘણા સ્મારક જોવા મળે છે. ઉદાહરણ તરીકે માંડવ્ય આશ્રમ, શ્રુંગી આશ્રમ, રામ-લક્ષ્મણ મંદિર વગેરે.

શહડોલ (અમરકંટક) : રામ ત્યાંથી આધુનિક જબલપુર, શહડોલ (અમરકંટક) ગયા હશે. શહડોલથી પુરોત્તર તરફ સરગુજા વિસ્તાર છે. ત્યાં એક પર્વતનું નામ રામગઢ છે. ૩૦ ફૂટની ઊંચાઈથી એક ઝરણું જે કુંડમાં પડે છે, તેને સીતાકુંડ કહેવામાં આવે છે. અહિયાં વશિષ્ઠ ગુફા છે. બે ગુફાઓના નામ લક્ષ્મણ બોંગરા અને સીતા બોંગરા છે. શહડોલથી દક્ષીણ પૂર્વ તરફ બોલાસ પુરની આસપાસ છત્તીસગઢ છે.

વર્તમાનમાં લગભગ ૯૨,૩૦૦ ચોરસ કી.મી.માં ફેલાયેલા આ વિસ્તારના પશ્ચિમમાં અબુઝમાડ પહાડીઓ અને પૂર્વમાં તેની સરહદ ઉપર પૂર્વી ઘાટ સામેલ છે. દંડકારન્યમાં છત્તીસગઢ, ઓરિસા અને આંધ્રપ્રદેશ રાજ્યોના ભાગમાં સામેલ છે. આ વિસ્તાર ઉત્તરથી દક્ષીણ સુધી લગભગ ૩૨૦ કી.મી. અને પૂર્વથી પશ્ચિમ સુધી લગભગ ૪૮૦ કી.મી. છે.

આ વિસ્તાર આજના સમયમાં દંતેવાડાના નામથી ઓળખવામાં આવે છે. અહિયાં વર્તમાનમાં ગોંડ જાતી નિવાસ કરે છે અને તમામ દંડકારન્ય હાલમાં નક્સલવાદની ઝપટમાં છે.

આ દંડકારન્યનો જ ભાગ છે આંધ્રપ્રદેશનું એક શહેર ભદ્રાચલમ. ગોદાવરી નદીના કાંઠા ઉપર વસેલું આ શહેર સીતા-રામચંદ્ર મંદિર માટે પ્રસિદ્ધ છે. આ મંદિર ભદ્રગીરી પર્વત ઉપર છે. કહેવામાં આવે છે કે શ્રીરામે પોતાના વનવાસ દરમિયાન થોડા દિવસ આ ભદ્રગીરી પર્વત ઉપર જ પસાર કર્યા હતા.

સ્થાનિક માન્યતા મુજબ દંડકારન્યના આકાશમાં જ રાવણ અને જટાયુનું યુ ધથયું હતું અને જટાયુના અમુક અંગ દંડકારન્યમાં આવીને પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે દુનિયાભરમાં માત્ર અહિયાં જ જટાયુનું એકમાત્ર મંદિર છે.

દંડકારન્ય વિસ્તારની ચર્ચા પુરાણોમાં વિસ્તારથી મળે છે. આ વિસ્તારની ઉત્પતિ કથા મહર્ષિ અગસ્ત્ય મુની સાથે જોડાયેલી છે. અહિયાં તેમનો મહારાષ્ટ્રના નાસિક ઉપરાંત એક આશ્રમ હતો.

૭. પંચવટી, નાસિક : દંડકારન્યમાં મુનીઓના આશ્રમમાં રહ્યા પછી શ્રીરામ ઘણી નદીઓ, તળાવો, પર્વતો અને વનોને પાર કર્યા પછી નાસિકમાં અગસ્ત્ય મુનીના આશ્રમ ગયા. મુનિનો આશ્રમ નાસિકના પંચવટી વિસ્તારમાં હતો. ત્રેતાયુગમાં લક્ષ્મણ અને સીતા સહીત શ્રીરામજીએ વનવાસનો થોડો સમય અહિયાં પસાર કર્યો.

તે કાળમાં પંચવટી જનસ્થાન કે દંડક વન દ્વારા આવ્યા હતા. પંચવટી કે નાસિકથી ગોદાવરીના ઉદ્ગગમ સ્થાન ત્રયંબકેશ્વર લગભગ ૩૨ કી.મી. દુર છે. વતર્માનમાં પંચવટી ભારતના મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું પ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થાન છે.

અગસ્ત્ય મુનીએ શ્રીરામને અગ્નીશાલામાં બનાવેલા શસ્ત્ર ભેંટ કર્યા. નાસિકમાં શ્રીરામ પાંચવટીમાં રહ્યા અને ગોદાવરીના કાંઠા ઉપર સ્નાન-ધ્યાન કર્યા. નાસિકમાં ગોદાવરીના કાંઠા ઉપર પાંચ વૃક્ષોનું સ્થાન પંચવટી કહેવામાં આવે છે. આ પાંચ વૃક્ષ હતા પીપળો, વડ, આંબળા, બોર અને અશોક વ્રુક્ષ. અહિયાં સીતા માતાની ગુફા પાસે પાંચ પ્રાચીન વૃક્ષ છે, જેને પંચવટના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વૃક્ષોને રામ-સીતા અને લક્ષ્મણે પોતાના હાથથી ઉગાડ્યા હતા.

અહિયાં લક્ષ્મણે શુર્પણખાનું ના કકા પ્યું હતું. રામ-લક્ષમણે ખર અને દુષણ સાથે યુ ધકર્યું હતું. અહિયાં મારીચવધ સ્થળનુ સ્મારક પણ હાલમાં છે. નાસિક ક્ષેત્ર સ્મારકોથી ભરેલું છે, જેમ કે સીતા સરોવર, રામ કુંડ, ત્ર્યંબકેશ્વર વગેરે. અહિયાં શ્રીરામનું બનાવેલું એક મંદિર ખંડર તરીકે જોવા મળે છે.

મરીચનો અંત પંચવટીની નજીક જ મૃગવ્યાધેશ્વરમાં થયો હતો. ગીદ્ધ્રરાજ જટાયુ સાથે શ્રીરામની મિત્રતા પણ અહિયાં થઇ હતી. વાલ્મીકી રામાયણ, અરણ્યકાંડમાં પંચવટીનું સુંદર વર્ણન મળે છે.

૮. સીતાહરણના સ્થાન સર્વતીર્થ : નાસિક વિસ્તારમાં શુર્પણખા, મારીચ અને ખર અને દુષણના અંત પછી જ રાવણે સીતાનું હરણ કર્યું અને જટાયુનો અંત કર્યો. જેની સ્મુર્તી નાસિકથી ૫૬ કી.મી. દુર તાકેડ ગામમાં સર્વતીર્થ નામના સ્થળ ઉપર આજે પણ સુરક્ષિત છે.

જટાયુએ સર્વતીર્થ નામના સ્થાન ઉપર છેલ્લા શ્વાસ લીધા હતા, જે નાસિક જીલ્લાના જગતપૂરી તહલીસના તાકેડ ગામમાં રહેલુ છે. આ સ્થાનને સર્વતીર્થ એટલા માટે કહેવામાં આવ્યું, કેમ કે અહિયાં મરણાસન્ન જટાયુએ સીતા માતા વિષે જણાવ્યું. રામજીએ અહિયાં જટાયુના અંતિમ સંસ્કાર કરીને પિતા અને જટાયુના શ્રાદ્ધ તર્પણ કર્યા હતા. આ તીર્થ ઉપર લક્ષ્મણ રેખા હતી.

૯. પર્ણશાળા, ભદ્રાચલમ : પર્ણશાળા આંધ્રપ્રદેશમાં ખમ્મામ જીલ્લાના ભદ્રાચલમમાં આવેલું છે. રામાચલથી લગભગ ૧ કલાકના અંતરે આવેલા પર્ણશાળાના પનશાળા કે પનસાલા પણ કહે છે. હિંદુઓના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી આ એક છે. પર્ણશાળા ગોદાવરી નદીના કાંઠા ઉપર આવેલુ છે. માન્યતા મુજબ આ તે સ્થળ છે, જ્યાં સીતાજીનું હરણ થયું હતું. આમ તો ઘણા માને છે કે આ સ્થાન ઉપર રાવણે પોતાનું વિમાન ઉતાર્યું હતું.

આ સ્થળેથી જ રાવણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડ્યા હતા એટલે સીતાજીએ ધરતી અહિયાં છોડી હતી. એટલા માટે વાસ્તવિક હરણનું સ્થળ આ માનવામાં આવે છે. અહીયા રામ-સીતાનું પ્રાચીન મંદિર છે.

૧૦. સીતાની શોધ તુંગભદ્રા અને કાવેરી નદી વિસ્તાર : સર્વતીર્થ જ્યાં જટાયુનો અંત થયો હતો, આ સ્થળ સીતાની શોધનું પ્રથમ સ્થાન હતું. ત્યાર પછી શ્રીરામ-લક્ષ્મણ તુંગભદ્રા અને કાવેરી નદીના વિસ્તારમાં ગયા. તુંગભદ્રા અને કાવેરી નદી વિસ્તારોના અનેક સ્થળો ઉપર તે સીતાની શોધમાં ગયા.

૧૧. શબરીનો આશ્રમ પમ્પા સરોવર : તુંગભદ્રા અને કાવેરી નદીને પાર કરતા રામ અને લક્ષમણ ગયા સીતાની શોધમાં. જટાયુ અને કબંધને મળ્યા પછી તે રુષ્યમુક પર્વત ગયા. રસ્તામાં તે પમ્પા નદી પાસે શબરી આશ્રમ પણ ગયા, જે આજકાલ કેરળમાં આવેલું છે.

પમ્પા નદી ભારતના કેરળ રાજ્યની ત્રીજી સૌથી મોટી નદી છે. તેને પપ્પા નામથી પણ ઓળખવામાં આવે છે. પમ્પ્પા તુંગભદ્રા નદીનું જુનું નામ છે. શ્રાવણકોર રજવાડાની સૌથી લાંબી નદી છે. આ નદીના કાંઠા ઉપર હમ્પી વસેલું છે. આ સ્થાન બોરના વૃક્ષો માટે આજે પણ પ્રસિદ્ધ છે. પૌરાણીક ગ્રંથ રામાયણમાં પણ હમ્પ્પીનો ઉલ્લેખ વંત રાજ્ય કિષ્કિન્ધાણા પાટનગર તરીકે કરવામાં આવે છે.

૧૨. હનુમાન સાથે ભેટ : મલય પર્વત અને ચંદન વનોને પાર કરીને તે રુશ્યમુક પર્વત તરફ આગળ વધ્યા. ત્યાં તેમણે હનુમાન અને સુગ્રીવ સાથે મુલાકાત કરી, સીતાના ઘરેણા જોયા અને શ્રીરામે વાલીનો અંત કર્યો.

રુશ્યમુક પર્વત વાલ્મીકી રામાયણમાં વર્ણન કરવામાં આવેલા વાનરોનું પાટનગર કિષ્કિન્ધાની નજીક આવેલું હતું. આ પર્વત ઉપર શ્રીરામની હનુમાન સાથે મુલાકાત થઇ હતી. પછી હનુમાને રામ અને સુગ્રીવની મુલાકાત કરાવી, જે એક અતુટ મિત્રતા બની ગઈ. જયારે મહાબલી બાલી પોતાના ભાઈ સુગ્રીવને મારીને કિષ્કિન્ધાથી ભાગ્યો, તો તે રુશ્યમુક પર્વત ઉપર આવીને છુપાઈને રહેવા લાગ્યો હતો.

રુશ્યમુક પર્વત અને કિષ્કિન્ધા નગર કર્નાટકના હમ્પી, જીલ્લો બેલ્લોરીમાં આવેલું છે. વીરુપાક્ષ મંદિર પાસેથી રુશ્યમૂક પર્વત સુધી જવા માટે રસ્તો જાય છે. અહિયાં તુંગભદ્રા નદી (પમ્પા) ધનુષના આકારમાં વહે છે. તુગ્નભદ્રા નદીમાં પૌરાણીક ચક્રતીર્થ માનવામાં આવે છે. પાસે જ પહાડોની નીચે શ્રીરામ મંદિર છે. પાસેના પાહાડોને મતંગ પર્વત માનવામાં આવે છે. આ પર્વત ઉપર મતંગ ઋષિનો આશ્રમ હતો.

૧૩. કોડીકરઈ : હનુમાન અને સુગ્રીવ સાથે મુલાકાત પછી શ્રીરામે પોતાની સેના તૈયાર કરી અને લંકા તરફ નીકળી પડ્યા. મલય પર્વત, ચંદન વન, અનેક નદીઓ, ઝરણા અને વન વાટીકાઓને પાર કરીને રામ અને તેમની સેનાએ સમુદ્ર તરફ પ્રસ્થાન કર્યું. શ્રીરામે પહેલા પોતાની સેનાને કોડીકરઈમાં એકત્રિત કરી.

તમીલનાડુનો એક લાંબો કાંઠો છે, જે લગભગ ૧,૦૦૦ કી.મી. સુધી વિસ્તારિત છે. કોડીકરઈ સમુદ્ર કાંઠો વેલાંકનીની દક્ષીણમાં આવેલો છે, જે પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષીણમાં પાલ્ક સ્ટ્રેટથી ઘેરાયેલો છે.

પરંતુ રામની સેનાએ તે સ્થળનું સર્વેક્ષણ કર્યા પછી જાણ્યું કે અહિયાંથી સમુદ્રને પાર નથી કરી શકાતો અને આ સ્થાન ઉપર પુલ બનાવવું પણ યોગ્ય નથી, ત્યારે શ્રીરામની સેના રામેશ્વરમ તરફ આગળ વધી.

૧૪. રામેશ્વરમ : રામેશ્વરમ સમુદ્ર કાંઠો એક શાંત સમુદ્ર કાંઠો છે અને અહિયા છીંછરૂ પાણી તરવા અને સન બેડિંગ માટે આદર્શ છે. રામેશ્વરમ પ્રસિદ્ધ હિંદુ તીર્થ કેન્દ્ર છે.

૧૫. ધનુષકોડી : વાલ્મીકીના જણાવ્યા મુજબ ત્રણ દિવસની શોધ પછી શ્રીરામે રામેશ્વરમની આગળ સમુદ્રમાં તે સ્થળ શોધી કાઢ્યું, જ્યાંથી સરળતાથી શ્રીલંકા પહોચી શકાય. તેમણે નલ અને નીલની મદદથી યોગ્ય સ્થાનથી લંકા સુધીનું પુલર્નિમાણ કરવાનો નિર્ણય લીધો.

છેદુકરાઈ અને રામેશ્વરમના ઇદ-ગીર્દ આ ઘટના સાથે સંબંધિત અનેક સ્મૃતિચિન્હ હજુ પણ રહેલા છે. નાવિક રામેશ્વરમમાં ધનુષકોડી નામનું સ્થળથી યાત્રીઓને રામસેતુના અવશેષો જોવા લઇ જાય છે.

ધનુષકોડી ભારતના તમીલનાડુ રાજ્યના પૂર્વી કાંઠા ઉપર રામેશ્વરમ દ્વીપના દક્ષિણી કાંઠા ઉપર આવેલું એક ગામ છે. ધનુષકોડી પંબનના દક્ષીણ-પૂર્વમાં આવેલુ છે. ધનુષકોડી શ્રીલંકામાં તલૈમન્નારથી લગભગ ૧૮ માઈલ પશ્ચિમમાં છે.

તેનું નામ ધનુષકોડી એટલા માટે છે કે ત્યાંથી શ્રીલંકા સુધી વાનર સેનાની મદદથી નલ અને નીલે જે પુલ (રામસેતુ) બનાવ્યો હતો, તેનો આકાર (રસ્તો) ધનુષ જેવો જ છે. આ આખા વિસ્તારને માનનાર સમુદ્રી ક્ષેત્ર અંતર્ગત માનવામાં આવે છે. ધનુષકોડી જ ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર સ્થળીય સરહદ છે, જ્યાં સમુદ્ર નદીની ઊંડાઈ જેટલી છે જેમાં ક્યાંક ક્યાંક જમીન જોવા મળે છે.

ખાસ કરીને અહિયાં એક પુલ ડુબાયેલો પડ્યો છે. ૧૮૬૦માં તેની સ્પષ્ટ ઓળખ થઇ અને તેને દુર કરવાના ઘણા પ્રયાસ કરવામાં આવ્યા. અંગ્રેજ તેને એડમ બ્રીજ કહેવા લાગ્યા, તો સ્થાનિક લોકોમાં પણ આ નામ પ્રસિદ્ધ થઇ ગયું. અંગ્રેજોએ તે સમયે આ પુલને નુકશાન ન કર્યું પરંતુ ભારતમાં આઝાદી પહેલા રેલ્વે ટ્રેક બનાવવાની ગડમથલ પછી બંદર બનાવવાને લઈને આ પુલને નુકશાન કરવામાં આવ્યું.

૩૦ માઈલ લાંબો અને સવા માઈલ પહોળા આ રામસેતુ ૫ થી ૩૦ ફૂટ સુધી પાણીમાં ડુબાયેલો છે. શ્રીલંકા સરકાર આ ડુબાયેલા પુલ (પમ્બ્ન થી મન્નાર) ઉપર પાણીના રસ્તાનું નિર્માણ કરાવવા માંગે છે, જયારે ભારત સરકાર નવો રસ્તો બનાવવા માટે તોડવા માગે છે. આ કામને ભારત સરકારે સેતુસમુદ્રમ પ્રોજેક્ટનું નામ આપ્યું છે. શ્રીલંકાના ઉર્જા મંત્રી શ્રીજયસુર્યાએ તેને ડૂબેલા રામસેતુ ઉપર ભારત અને શ્રીલંકા વચ્ચે પાણી ઉપર રસ્તો બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

૧૬. નુવારા અલીયા પર્વત શ્રેણી : વાલ્મીકી રામાયણ મુજબ શ્રીલંકાની મધ્યમાં રાવણનો મહેલ હતો. નુવારા અલીયા પહાડીઓથી લગભગ ૯૦ કી.મી. દુર બાંદ્રવેલા તરફ મધ્ય લંકાની ઉંચી પહાડીઓ વચ્ચે ભૂગર્ભ અને ગુફાઓમાં ઘેરાયેલું મળે છે. અહિયાં એવા ઘણા પુરાતાત્વિક અવશેષ મળે છે. જેની કાર્બન ડેટિંગ દ્વારા તેનો કાળ કાઢવામાં આવ્યો છે.

શ્રીલંકામાં નુઆરા અલીયા પહાડીઓ આસપાસ આવેલા રાવણ ફોલ, રાવણ ગુફાઓ, અશોક વાટિકા, ખંડર થઇ ચુકેલો વિભીષણનો મહેલ વગેરેની પુરાતાત્વિક તપાસ દ્વારા તેનો રામાયણ કાળનો હોવાની પુષ્ટિ થાય છે. આજકાલ પણ આ સ્થળોની ભૌગોલીક વિશેષતાઓ, જીવ, વનસ્પતિ અને સ્મારક વગેરે એકદમ તેવા જ છે, જેવા કે રામાયણના વર્ણન કરવામાં આવ્યા છે.