મૃત્યુને માત : શ્રીલંકાના હુમલામાં જીવતા બચી ગયેલા દુબઈના આ વ્યક્તિ 26/11 હુમલામાં પણ ત્યાં હાજર હતા.

મિત્રો, આજે અમે જે વ્યક્તિનો કિસ્સો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ તે એક રીતે વિચિત્ર જ છે. કારણ કે સંયુક્ત અરબ અમીરાત માંથી એક વ્યક્તિ માત્ર બે વખત બીજા દેશના પ્રવાસ ઉપર ગયા અને બન્ને વખત તેને ધૃણા અને ગુનાના ભયાનક દ્રશ્ય જોયા. અને તે ત્યાં થયેલા આતંકી હુમલામાં તે જીવતા બચી ગયા. આવો તમને વિસ્તારથી જણાવીએ.

કોલંબોમાં ૨૧ એપ્રિલના રોજ થયેલા સીરીયલ બોમ ધડાકામાં ભારતીય મૂળના દુબઈના દંપતી માંડ માંડ બચી ગયા. તે કોલંબોના સીનમોન ગ્રાન્ડ હોટલમાં રોકાયેલા હતા. જે બોમ ધડાકાના આઠ ટારગેટ માંથી એક હતી. તે વાત એટલા માટે પણ મહત્વની છે, કારણ કે અભિનવ ચારી ૨૬ નવેમ્બર ૨૦૦૮ માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા દરમિયાન હાજર હતા અને તેમાં પણ તે માંડ માંડ બચ્યા હતા.

આ વખતે શ્રીલંકાના પ્રવાસ ઉપર પત્ની નવરૂપ ચારી પણ તેમની સાથે ધંધાકીય પ્રવાસ ઉપર આવ્યા હતા. ગલ્ફ ન્યુઝના રીપોર્ટ મુજબ, બન્ને સીનમોન ગ્રાંડ હોટલમાં રોકાયા હતા. અહિયાં બ્રેકફાસ્ટ દરમિયાન થયેલા એક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અભિનવ અને તેમની પત્ની નવરૂપ, બન્ને જ દુબઈમાં ઉછરીને મોટા થયા છે. તેમણે ગલ્ફ ન્યુઝને જણાવ્યું કે, તે સંયુક્ત અરબ અમીરાત માંથી માત્ર બે વખત બીજા દેશના પ્રવાસ ઉપર ગયા, અને બન્ને વખત તેમને ધૃણા અને ગુનાના ભયાનક દ્રશ્ય જોવા મળ્યા, જે ખાસ કરીને ધાર્મિક આતંકી ઘટના હતી.

પોતાના ખરાબ અનુભવનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, પહેલી વખત તે વિદેશ પ્રવાસ ઉપર ૨૦૦૮ માં મુંબઈ આવ્યા હતા. તે સમયે આતંકવાદીઓએ મુંબઈમાં ૧૨ સ્થળો ઉપર ગોળીબાર અને બોમ ધડાકાની ઘટના પાર પાડી દીધી હતી.

અને બીજી વખતના એમના વિદેશ પ્રવાસમાં પણ એમણે એવા જ દ્રશ્ય શ્રીલંકામાં જોવા મળ્યા. અભિનવે જણાવ્યું કે, તે અને તેમના પત્ની ઇસ્ટર પ્રાર્થના સભામાં હતા, તે દરમિયાન પાદરીએ લોકોને શાંતિથી ગિરજાઘર માંથી નીકળવાનું કહ્યું હતું. અમે ચર્ચ માંથી નીકળીને એક ટેક્સી લીધી, જેથી અમે હોટલ પર જઈને કઈક નાસ્તો કરી શકીએ. અમે રોડ ઉપર થોડી હલચલ જોઈ અને હોટલમાં પાછા જવાનો નિર્ણય કર્યો.

હોટલ પાછા ફરતી વખતે અમે બધાને ગાર્ડનમાં જોયા અને વિચાર્યુ કે, આ એક પ્રકારનું સુરક્ષા પ્રોટોકોલ છે, પરંતુ લોહી ભરેલા દ્રશ્યો જોઈ અમારા હોંશ જ ઉડી ગયા. નવરૂપે કહ્યું કે, તે દિવસને યાદ કરતા જ આત્મા કંપી જાય છે. તે બધુ ફિલ્મના દ્રશ્ય જેવું હતું. મને વિશ્વાસ નહોતો થઇ રહ્યો હતો કે તે બધું હકીકતમાં થયું છે. તે હુલમાં ૨૫૩ લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને લગભગ ૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ બંને ઘટનામાં તે જીવતા બચી ગયા. એટલે કે તેમણે બે વાર મૃત્યુને માત આપી છે. ખરેખર તે ઘણા નસીબદાર કહેવાય કે, બે બે આતંકી હુમલાના સમયે આ વ્યક્તિ હજાર હતા અને બંને વખતે તે જીવતા બચી ગયા.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.