શું બરમુડા ટ્રાયંગલમાં હનુમાનજીએ છુપાવ્યું છે અમર થવાનું રહસ્ય?

આખી દુનિયા માટે બરમુડા ટ્રાયંગલ એક એવું રહસ્ય અને કોયડો બનેલું છે, જેનો ઉકેલ આજ સુધી મોટા મોટા વેજ્ઞાનિક પણ નથી કાઢી શક્યા. બરમુડા ટ્રાયંગલ તે છેલ્લા 300 વર્ષો થી રહસ્ય બનેલું છે, એવું માનવામાં આવે છે, ૨૦૦૦ જહાજો અને ૧૭ થી વધુ વિમાન તેમાં સમાઈ ગયા છે. બરમુડા ટ્રાયંગલને લઇને ઘણી સ્ટોરી દુનિયા સામે આવી ચુકી છે, કોઈએ ત્યાં એલીયન હોવાનો અહેસાસ કર્યો તો કોઈએ ભૂતોનો પડછાયો ગણાવ્યું.

બરમુડા ટ્રાયંગલને લઇને દરેકના પોત પોતાના તર્ક છે. પરંતુ ઘણા લોકો તેને પૌરાણીક માન્યતા અને સતયુગ થી જોડાયેલું માને છે. કહેવામાં આવે છે કે બરમુડા ટ્રાયંગલની કહાની હનુમાનજી સાથે જોડાયેલી છે. ઘણા લોકોનું કહેવું છે કે બરમુડા ટ્રાયંગલ હનુમાનજીની ભૂલને કારણે બન્યું હતું.

બરમુડા ટ્રાયંગલના રહસ્ય ને જાણવા માટે ઘણા મહાન વેજ્ઞાનિકો એ પ્રયાસ કર્યા. પરંતુ તે દર વખતે નિષ્ફળ રહ્યા. હકીકતમાં બરમુડા ટ્રાયંગલ પોતાની રીતે કોઈ સ્થાન નથી પણ દરિયામાં ત્રણ સ્થાનોને જોડતું એક સ્થળ છે.

રામાયણમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઘટનામાં હનુમાનજી જયારે માતા સીતા માટે સમુદ્ર પાર કરી લંકા જઈ રહ્યા હોય છે, તો એક રાક્ષસી હોય છે. જેનું નામ સીન્થની હતું તે હનુમાનના પડછાયાને પકડીને તેનો વધ કરવા માંગે છે પણ હનુમાનજી તેનો વધ કરી દે છે. અને તે રાક્ષસીને એવું વરદાન હતું કે તે આકાશમાં ઉડતા કોઈ પણ ના પડછાયાનો શિકાર કરી શકે છે. કહેવામાં આવે છે કે તે રાક્ષસીની શક્તિઓ જ તે બરમુડા ટ્રાયંગલમાં પુરાયેલી છે. અને તેને લીધે જ એવું થાય છે.

તે ઉપરાંત રામાયણમાં એક વાર્તા બીજી પણ છે. જે મુજબ એક વખત લંકાપતિ રાવણ એ ભગવાન શિવની તપસ્યા કરી ભગવાન શિવ પાસેથી ઘણા વરદાન મેળવી લીધા. એક વરદાનમાં રાવણને એક મણી મળ્યો હતો. આ મણી એટલી શક્તિશાળી હતી, તે મણીની શક્તિને લીધે રાવણએ આખા જળગામને પણ હરાવી દીધું હતું.

છેલ્લે આ મણીને લીધે ભગવાન રામ પણ રાવણને મારવામાં સફળ થયા હતા. મણીને લીધે રાવણના વધતા અહંકારને કારણે ભગવાન શિવ એ રાવણ પાસેથી મણી પાછો લેવાનું આયોજન કર્યું. ભગવાન શિવ એ સાધુનું રૂપ ધારણ કર્યું. અને તેઓ લંકા પહોચી ગયા. અને ભિક્ષા માગવા લાગ્યા શિવના ભિક્ષા માગવાથી રાવણની પત્ની ભિક્ષા લઇને આવી ત્યારે ભગવાન શિવ એ ઘણી ચતુરાઈથી તેની પાસે રાવણની મણી માગી લીધી.

આમ તો મન્દોદરી મનમાં ને મનમાં એ જાણી ગઈ કે આ કોઈ સામાન્ય સાધુ નથી. એટલા માટે તેને મોડું કર્યા વગર રાવણની મણી ભગવાન શિવને સોપી દીધી. જયારે આ મણી રાવણ પાસેથી છીનવાઈ ગઈ તો તેની અડધી શક્તિ તેની પાસે જતી રહી. મણી ન હોવાને કારણે જયારે રામ એ રાવણની નાભીમાં તીર માર્યું તો નાભીમાં રહેલું અમૃત સુકાઈ ગયું જે મણી હોત તો ન સુકાયુ હોત.

આવી રીતે ભગવાન રામ રાવણને મારવામાં સફળ થઇ ગયા. ભગવાન શિવ રાવણ પાસેથી મણી તો પાછો લઇ આવ્યા હતા. પરંતુ મણીનો તેજ એટલો વધુ હતો કે તે એની આજુ બાજુની વસ્તુને પોતાની તરફ આકર્ષિત કરી લેતો હતો.

આ સમસ્યાનું નિવારણ કરવા માટે મણીને સુરક્ષિત જગ્યાએ મુકવાની જવાબદારી ભગવાન શિવ એ હનુમાનજીને સોપી. મહાબલી હનુમાનજી એ મણીને લઇ ને સમુદ્ર તરફ નીકળી પડ્યા. અને તેમણે તે મણીને એટલાન્ટીક મહાસાગરમાં મૂકી દીધો. ઘણા લોકોનું કહેવું છે કે જ્યાં આ મણી મુકવામાં આવી છે, તે કોઈ બીજી જગ્યા નહિ પણ તે બરમુડા ટ્રાયંગલ છે.

જાણવા મુજબ સમુદ્ર ઉપરથી પસાર થતા વિમાન પણ સમુદ્ર તરફ આકર્ષિત થવા લગતા હતા. અને સમુદ્રમાં સમાઈ જાય છે. કેમ કે મણીમાં દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ હતી. કદાચ એ કારણે એવું બને છે. આવી રીતે હનુમાનજી સાથે જોડાયેલી એ કથાથી સાબિત થાય છે, બરમુડા ટ્રાયંગલ હનુમાનજી એ બનાવ્યું હતું. તેમાં તેમણે રાવણની મણી એટલે કે તેની શક્તિને છુપાવીને રાખી હતી.

રામાયણની આ કથા સિવાય અમુક લોકોનું કહેવું છે કે બરમુડા ટ્રાયંગલની આ વાત ભારતના પ્રાચીન વૈદો માંથી એક ઋગ્વેદમાં આપવામાં આવેલું છે. જે વાતને આટલી વેજ્ઞાનિક ટેકનોલોજી હોવા છતાં પણ કોઈ નથી ઉકેલી શક્યું તે વાતને પ્રાચીન કાળમાં કેવી રીતે ઓળખાયું તે પોતાની રીતે અલગ છે.

આટલા સમયથી એ પ્રશ્ન થઇ રહ્યો છે કે ખરેખર આટલા જહાજો ક્યા ગુમ થઇ ગયા? તેના ડૂબવા અને પાણીમાં જતા રહ્યાની પુષ્ટિ નથી થઇ શકી. કેમ કે ન તો તે જહાજના કોઈ અંશ મળ્યા કે ન તો તેમાં મુસાફરી કરવા વાળાના કોઈ શબ કે કોઈ જીવતા મળ્યા.

લગભગ ૨૩૦૦ વર્ષ પહેલા લખવામાં આવેલા ઋગ્વેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મંગળનો જન્મ પૃથ્વી ઉપરથી જ થયો છે. ઋગ્વેદમાં લખવામાં આવ્યું છે કે જયારે પૃથ્વી એ મંગળને જન્મ આપ્યો ત્યારે મંગળને તેનાથી દુર કરી દીધો હતો ત્યારે પુથ્વી એ ઘાયલ થઇને પોતાનું સંપૂર્ણ સંતુલન ખોઈ દીધું, અને પોતાની ધરી ઉપર ફરવા લાગી તે સમયે પૃથ્વીને સંભાળવા માટે દિવ્ય શક્તિ ધરાવતા અશ્વિની કુમાર એ તેને એક ત્રિકોણ આકાર તેના સ્થાન ઉપર લગાવી દીધું.

જેથી પૃથ્વી તેની એ સ્થિતિમાં અટકી ગઈ. તેને કારણે પૃથ્વીએ મુજબ નમેલી છે. જેણે લીધે તે ત્રિકોણને લીધે પૃથ્વી ઉપર આવા પ્રકારની ઘટનાઓ બને છે. આ બરમુડા ટ્રાયંગલ વિષે માનવામાં આવે છે કે તે પોતાની આજુ બાજુથી પસાર થતી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી લે છે અને ત્યાર પછી શું થાય છે તે કોઈ નથી જાણતું.

ઘણી વખત આ રહસ્યને ઉકેલવા પ્રયાસ થયા પણ કોઈ પાસે ચોક્ક્સ માહિતી નથી. સતત જહાજોના ગુમ થવાથી લગભગ ૫૦૦ વર્ષથી તેને ડેન્જર રીઝનનું નામ આપી દેવામાં આવ્યું. અને જહાજોને પણ તે વિસ્તારની આજુ બાજુથી નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

બરમુડા ટ્રાયંગલનું રહસ્ય ખોલવા માટે વેજ્ઞાનિકો એ ઘણા પ્રયાસ કર્યા છે પણ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. હમણાં વેજ્ઞાનિકો એ એવું તારણ કાઢ્યું કે અહિયાં હવાના દબાણને લીધે એયર બોમ બને છે. જે ઘણા જ શક્તિશાળી હોય છે. જેણે કારણે અહિયાં આવતી દરેક વસ્તુનો નાશ થઇ જાય છે. આ પહેલા પણ ઘણી શોધો થઇ ગઈ છે, પરંતુ આજ સુધી વેજ્ઞાનિક એકમત નથી થઇ શક્યા.

તમે આ બરમુડા ટ્રાયંગલ વિષે શું વિચારો છો તે અમને જરૂરથી જણાવશો. જય હિન્દ…