શું છે પરવેઝ મુશરર્ફ અને રૂમ નંબર 83315 નું રહસ્ય? કઈ રીતે ભારતે ખોલી પાકિસ્તાનની પોલ? જાણો

આજે અમે તમારા માટે પરવેઝ મુશરર્ફ અને રૂમ નંબર 83315 નું રહસ્ય લઈએ આવ્યા છીએ. આ લેખમાં જણાવેલી વાતો RAW, Mossad અને CIA પર લખાયેલા પુસ્તકોમાંથી લેવામાં આવી છે. અને આ પુસ્તકોને મોટાભાગે આ સંસ્થાઓના એક્સ ઓફિસરોએ અથવા ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ અથવા એક્સપર્ટે લખ્યા છે.

આજના લેખમાં અમે તમને જણાવીશું કે, કઈ રીતે કારગિલ યુદ્ધ દરમિયાન રૉ (RAW) એ પરવેઝ મુશર્રફના ફોન કોલને ટેપ કર્યા, રેકોર્ડ કર્યા અને દુનિયા સામે પાકિસ્તાનના અસત્યનો પર્દાફાશ કર્યો. આજની સ્ટોરી રૉ ના ભૂતપૂર્વ ચીફ વિક્રમ સુદના પુસ્તક ‘ધ અનએન્ડિંગ ગેમ’ માંથી લેવામાં આવી છે. આ સ્ટોરી શરુ થાય છે ચેપટર નંબર 5 પેજ નંબર 85 થી.

વર્ષ 1999 ના મે મહિનાની વાત છે, કારગીલની ભૂમિ પર આપણા દેશના સૈનિકો પાકિસ્તાની સૈનિકોને ધૂળ ચટાવી રહ્યા હતા. અને ડિપ્લોમેટિક રીતે અટલજી એકલા જ પરવેઝ મુશર્રફ, નવાઝ શરીફ અને બીલ ક્લિન્ટન પર ભારે પડી રહ્યા હતા. પાકિસ્તાન એ સાબિત કરવા પ્રયત્ન કરી રહ્યું હતું કે, કારગીલમાં જે લડી રહ્યા છે તે પાકિસ્તાનમાંથી આવેલા ઘૂસણખોર નથી, પણ કશ્મીરના જ લોકલ ફ્રીડમ ફાઈટર છે અને કશ્મીરની આઝાદી માટે લડી રહ્યા છે.

આમ તો ઇન્ટરનેશનલ કમિટીમાં મોટાભાગનો સપોર્ટ ભારત તરફ જ હતો, અને પાકિસ્તાન ધીમે ધીમે આઇસોલેશન તરફ જઈ ચૂક્યું હતું. છતાં પણ ભારતને એવા પુરાવા જોઈતા હતા જેને સામે લાવીને પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે લાવી શકાય. પાકિસ્તાની સૈનિકોનું રાતોરાત બોર્ડર ક્રોસ કરીને આપણા દેશમાં ઘુસી આવવું અને આપણને કાનોકાન ખબર ન પડવી એ રૉ ની ઘણી મોટી ઇન્ટેલિજન્સ નિષ્ફળતા હતી.

રૉ ને પોતાની આ ભૂલનો સંપૂર્ણ અહેસાસ હતો અને આ ભૂલને સુધારવા માટે રૉ હવે ફૂલ થ્રોટલ મોડમાં જઈ ચૂક્યું હતું. રૉ ની ટેલિકોમ્યુનિકેશન વિંગ હવે એ કરવા જઈ રહ્યું હતું, જેની દુનિયાની કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીને આશા ન હતી કે રૉ આવું પણ કરી શકે છે. પાકિસ્તાનની ઈજ્જત બચાવવા માટે જ્યાં નવાઝ શરીફ બોલાવ્યા વગર એક પછી એક અમેરિકાના પ્રવાસ કરી રહ્યા હતા, તેમજ પરવેઝ મુશર્રફ ચીનનો સપોર્ટ મેળવવા માટે બીજિંગ જવાની તૈયારી કરી રહ્યા હતા.

રૉ ને જેવા જ એ સમાચાર મળ્યા કે પરવેઝ મુશરર્ફ ચીન જઈ રહ્યા છે, ઍટલે રૉ હાઈ એલર્ટ પર આવી ગયું અને ચીનમાં હાજર પોતાના બધા એસટસને એક્ટિવેટ કરી દેવામાં આવ્યા. અને જેવો જ મુશર્રફ ચીન પહોંચ્યો, તો આ જ એસેટ્સની મદદથી ટેલીકોમ્યુનિકેશન વિંગે મુશર્રફના ફોનને સફળતા પૂર્વક ઇન્ટરસેપટ કરી લીધો, અને એને સાંભળવાનું પણ શરૂ કરી દીધું.

હવે રૉ ના બધા સ્ટેશનને બસ એની રાહ હતી કે, મુશર્રફ ફોન પર એવી વાત કરે જેથી પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે લાવી શકાય. રૉ ને સંપૂર્ણ ભરોષો હતો કે જો આવી વાત કોઈના મોં માંથી નીકળશે, તો ફક્ત મુશર્રફના મોં માંથી જ નીકળશે. કારણ કે રૉ ની સાઈકોલોજિકલ પ્રોફાઈલમાં મુશર્રફને બોલકણો અને નારસીસીસ્ટ જણાવવામાં આવ્યો હતો.

રૉ ના બધા સ્ટેશન પર ઓફિસર્સ પોતાના હેડફોન પર અંગ્રેજીના આઠ શબ્દ સાંભળવા માટે આતુર હતા. અને એ 8 શબ્દ એમને સાંભળવા મળ્યા 26 મે 1999 ના રોજ. જયારે મુશર્રફના ફોન પરથી કોલ કરવામાં આવ્યો અને અવાજ આવ્યો, ધીસ ઇસ પાકિસ્તાન, ગીવ મી રૂમ નંબર 83315. શું હતા આ 8 શબ્દ? શું હતું એની પાછળનું રહસ્ય? અને આ 8 શબ્દ રૉ માટે આટલા મહત્વપૂર્ણ કેમ હતા? આવો તમને એ પણ જણાવી દઈએ.

મિત્રો, આ એક કોડ હતો, જેમાં પાકિસ્તાનનો અર્થ હતો પરવેઝ મુશરર્ફ, અને રૂમ નંબર 83315 નો અર્થ હતો પાકિસ્તાન આર્મીના ચીફ ઓફ સ્ટાફ મહોમ્મ્દ અઝીસ. ધીસ ઇસ પાકિસ્તાન, ગીવ મી રૂમ નંબર 83315 એટલે કે ધીસ ઇસ પરવેઝ મુશર્રફ ગીવ મી મહોમ્મ્દ અઝીસ. આ શબ્દ સાંભળતા જ રૉ ના ટેલિકોમ વિંગના બધા સ્ટેશન હાઈ એલર્ટ પર આવી ગયા, અને આ કોલ રેકોર્ડ થવાનું શરૂ થઈ ગયું.

26 મે ના આ કોલમાં મુશર્રફ અઝીસને પૂછે છે કે, શું ભારતનું કોઈ મીગ 17 હેલીકૉપટર આપણી સીમામાં પડ્યું છે? ત્યારે અઝીસ કહે છે કે, ના, હેલીકૉપટર એમની જ સીમામાં ક્રેસ થયું છે. એના પર મુશર્રફ પોતાની ખુશી જાહેર કરે છે. એ પછી અઝીસ મુશર્રફને જણાવે છે કે, ભારતે કારગીલમાં સ્ટાફિંગ અને રોકેટિંગ ઘણી ઝડપી કરી દીધી છે, એના છેલ્લા થોડા દિવસોમાં વધારો આવ્યો છે.

એ પછી મુશર્રફ 26 મે ના આ કોલમાં યુએન સેક્રેટરી કોફી અન્નાન દ્વારા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવા વાળા નિવેદન પર પોતાની ખુશી જાહેર કરે છે. આ કોલ થોડીવાર ચાલે છે પછી ખતમ થઈ જાય છે. પણ આપણા હાથમાં એવું કાંઈ લાગતું નથી જેને આપણે દુનિયા સામે રજુ કરી શકીએ. પણ એના માટે રૉ એ વધારે દિવસ રાહ જોવી ન પડી અને 29 મે 1999 ના રોજ મુશર્રફ અઝીસને પાછો ફોન કરે છે.

આ કોલમાં અઝીસ મુશર્રફને જણાવે છે કે, હું નવાઝ શરીફને મળીને આવ્યો છું. અને મેં એમને ખાતરી આપી દીધી છે કે, મુજાહિદ્દીનો તરફથી ગભરાવાની કોઈ જરૂર નથી. મેં એમને જણાવી દીધું છે કે, મુજાહિદ્દીન સંપૂર્ણ રીતે આપણા નિયંત્રણમાં છે, અને તે પોતાની હદ પાર નહિ કરે અને આઉટ ઓફ કંટ્રોલ નહિ જાય. અઝીસ એ પણ કહે છે કે મેં મિયાં સાહબને આશ્વાશન આપી દીધું છે કે, મુજાહિદ્દીનોનું ગળું આપણા હાથમાં છે અને તે સંપૂર્ણ રીતે આપણા કંટ્રોલમાં છે.

રૉ ની દિવસ રાતની મહેનત રંગ લાવી અને એમના હાથમાં મુશર્રફની આ ફોન ટેપ લાગી ગઈ. આ ટેપમાં એ સ્પષ્ટ થઈ જતું હતું કે, કારગીલમાં જે લડી રહ્યા છે, તે પાકિસ્તાન તરફથી આવેલા ઘુષણખોર જ છે અને કશ્મીરના સ્થાનિક લોકો નથી. આ ટેપમાં પાકિસ્તાનનો આર્મી જનરલ અને ચીફ ઓફ આર્મી પોતાની સ્ટોરી(કારગીલમાં કશ્મીરના લોકો લડી રહ્યા છે) ને ખોટી સાબિત કરી રહ્યા હતા. એટલે કે પોતાનો અસલી ચહેરો પોતાના મોઢાથી જ જણાવી રહ્યા હતા.

આ ટેપ થોડા દિવસોની ફોરેન્સિક ટેસ્ટિંગ પછી PMO ને આપી દીધી અને મિનિસ્ટ્રી ઓફ એક્ટર્નલ અફેયર્સે (વિદેશ મંત્રાલય) પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયા સામે આ ટેપને રિલીઝ કરી દીધી. અને પાકિસ્તાનનો પીઠમાં છરી મારવા વાળો ચહેરો આખી દુનિયા સામે લાવીને મૂકી દીધો. આ ટેપને રિલીઝ કરવાના નિર્ણય પર ઘણા બધા સવાલ પણ ઉઠ્યા. એક્સપર્ટ્સનું એ માનવું હતું કે, આ ઇન્ટેલિજન્સની દુનિયામાં તમારે તમારી નબળાઈની જગ્યાએ પોતાની શક્તિઓને સંતાડીને રાખવી જોઈએ, તમારે તમારી સ્ટ્રેન્થ સિક્રેટ રાખવી જોઈએ.

હવે દુનિયાને એ ખબર પડી ગઈ હતી કે, ભારતની એજન્સી રૉ વિદેશમાં મોટા મોટા શક્તિશાળી લોકોના ફોન કોલ્સને ઇન્ટરસેપટ કરવામાં ફોનને ટેપ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત પોતાનું સરપ્રાઈઝ એલિમેંટ આ બાબતે હવે ખોઈ ચૂક્યું હતું.