કયો હતો કાદર ખાન અને ઝરીન ખાનનો સંબંધ, ઘણા જ ઓછા લોકોને ખબર છે તેમના સંબંધનું સત્ય

લોકોને પોતાની કોમેડીથી હસાવનારા અને ગુદગુદાવનારા કાદર ખાન નવા વર્ષની શરુઆતમાં જ લોકોને રડાવીને જતા રહ્યા. લાંબા સમયથી બીમાર રહેલા કાદર ખાન કેનેડામાં છેલ્લા શ્વાસ લીધા અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. માત્ર સામાન્ય લોકોમાં જ નહિ પરંતુ બોલીવુડ પણ તેમના જવાથી દુ:ખી છે. આ દુ:ખદ સમયે ઝરીન ખાન એ પણ ઈંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઝરીન ખાન અને કાદર ખાનનો એક વિશેષ સંબંધ પણ છે. જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

શું છે કાદર અને ઝરીનના સંબંધ? :-

ખાસ કરીને ઝરીન ખાનની માસીના લગ્ન કાદર ખાનના સાળા સાથે થયા છે. તેથી ઝરીન અને કાદર ખાન એક બીજા સાથે સંબંધી બને છે. તેવા સમયે ઝરીન માટે કાદર ખાન માટે દુનિયા માંથી વિદાય ઘણું દુ:ખદાયક રહેલું છે. તેમણે પોતાના ઈંસ્ટાગ્રામમાં એ ફોટા પોસ્ટ કર્યા છે. જ્યાં એ મુંબઈના બાંદ્રામાં રંગશારદામાં કાદર ખાન સાથે તેમની મુલાકાત થઇ હતી. ખાસ કરીને રંગશારદામાં ઝરીન તે દિવસોમાં એક નાટક જોવા ગઈ હતી. તે નાટકમાં કાદર ખાનના દીકરો અભિનય કરી રહ્યા હતા. ઝરીનની કાયમથી ઈચ્છા હતી કે તેને કાદર ખાન સાથે કામ કરવાની તક મળે.

ઝરીનએ ઈંસ્ટાગ્રામ ઉપર તે યાદને યાદ કરતા લખ્યું છે કે તેમના અવસાનથી બને ઊંડો આઘાત લાગ્યો છે. હું બાળપણથી જ તેમની ફિલ્મો જોતી આવી છું. તે અમારી ઇન્ડસ્ટ્રીના સૌથી ઉત્તમ અભિનેતાઓ માંથી એક હતા. તે એક ઘણા જ દયાળુ અને વિનમ્ર માણસ હતા, મને તેમની પાસે થી ઘણું બધું શીખવા મળતું. જો મને એક વખત તેમની સાથે કામ કરવાની તક મળે તો. તેમની પાસે જીવનના દરેક ક્ષેત્રનો અનુભવ હતો. ઝરીનની ઈચ્છા હતી કે તે એક વખત કાદર ખાન સાથે સ્ક્રીન શેર કરી શકતી. પરંતુ એવું થઇ નથી શકતું.

કબ્રિસ્તાનમાં મળ્યો હતો પહેલો રોલ :-

કાદર ખાનનું જીવન ઘણું ગરીબ હાલતમાં પસાર થયું હતું. પરિવારમાં સભ્ય ઘણા વધુ હતા અને કમાણી ઓછી. તેમણે ગરીબી ઘણી નજીકથી જોઈ અને જીવી. કાદર ખાનની માં તેને નમાજ પઢવા માટે મોકલતી હતી અને તે કબ્રસ્તાન જઈને બેસી જતા હતા. તે પોતાનો મોટા ભાગનો સમય કબ્રસ્તાનમાં પસાર કરતા હતા અને પોતાના મનની વાતો ત્યાં એકલા બડબડકરતા હતા. તેવા સમયે એક લેખકની નજર તેમની ઉપર પડી. જે પોતાના નાટક માટે તે ઉંમરના બાળકની શોધ કરી રહ્યા હતા. કાદર ખાન એ તે રોલ સ્વીકારી લીધો. ત્યાર પછી તેને નાટક કરતા જોઈ દિલીપ કુમારની નજર તેમની ઉપર પડી.

દિલીપ કુમારની નજરોમાં કાદર ખાન વસી ગયા અને તેમનો અભિનય તેમણે ગમી ગયો. દિલીપ કુમાર એ તેને ઇન્ડસ્ટ્રીમાં તક આપી અને કાદર ખાનએ પોતાનું હુન્નર સાબિત કર્યું. સીરીયસ રોલ સાથે સાથે કાદર ખાનએ ગોવિંદા સાથે કોમેડી કરી લોકોને ઘણા હસાવ્યા. તેમની જોડી ગોવિંદા સાથે ઘણી જામી અને લોકોને આ જોડી ઘણી પસંદ આવી. તે ક્યારેક પિતા બન્યા તો ક્યારેક સસરા, પરંતુ દરેક રોલમાં જામ્યા. કાદર ખાન એ લગભગ ૩૦૦ ફિલ્મોમાં કામ કર્યું અને ઘણી સુંદર ફિલ્મના ડાયલોગ પણ લખ્યા હતા. તેમણે એકથી એક ચડીયાતી ફિલ્મોના ડાયલોગ લખ્યા અને તેમાં કામ કર્યું. તેની સાથે કામ કરવાની ઈચ્છા ઝરીન ઉપરાંત બીજા લોકોને પણ હતી જે અધુરી રહી ગઈ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.