જયારે આપણે વાત મહાભારતની કરી જ રહ્યા છીએ તો આપણે એ જાણી લઈએ કે મહાભારતમાં સૌથી વીર અને ભગવાનના નજીકના યોદ્ધાની વાત આવે છે, તો સૌથી પહેલું નામ અર્જુનનું જ આવે છે. અર્જુનની શક્તિનું ઘણી વખત વર્ણન આપણેને મહાભારતમાં મળે છે. જેમણે એક વિરાટના યુદ્ધમાં લગભગ તમામ કૌરવો (ભીષ્મ, કર્ણ અને દ્રોણાચાર્ય પણ) ને એકલા એ જ હરાવી દીધા હતા. મહાભારતના અંતિમ નિર્ણાયક યુદ્ધમાં પણ અર્જુનએ તે યોદ્ધાઓનો વધ કર્યો. જે તે સમયના સૌથી શક્તિશાળી હતા.
હવે પ્રશ્ન ઉભો થાય છે કે મહાભારતમાં કોઈ એવા યોદ્ધા હતા? જેમણે અર્જુનને હરાવવાનું સામર્થ્ય હતું, શું કોઈ એવા વીરનું વર્ણન છે? જે એકલા જ ભગવાનના મિત્ર, અર્જુનને હરાવી શકે. આવો જાણીએ
સૌથી શક્તિશાળી બાણવીર :-
અર્જુન તેમના સમયના સૌથી શક્તિશાળી બાણવીર અને યુદ્ધા હતા. તે સ્વયસાચી હતા, એટલે બન્ને હાથોથી એક સમાન બાણ ચલાવી શકતા હતા, બે માઈલ દુર સુધી હુમલો કરી શકતા હતા, પોતાની એકાગ્રતા અને અચૂક નિશાન માટે પ્રસિદ્ધ હતા. તેની ભુજાઓ એટલી શક્રીશાળી હતી કે સામાન્ય ધનુષ્ય સરળતાથી તૂટી જાય છે. તેમનું દિવ્ય ધનુષ્ય ગાંડીવ એટલું વજનદાર હતું કે તેને ઉપાડવું કે તેની ઉપર પ્રત્યંચા ચડાવવી સામાન્ય વાત ન હતી અને તેની ઉપર પ્રત્યંચા અર્જુન સિવાય માત્ર શ્રીકૃષ્ણ અને ભીમ જ ચડાવી શકતા હતા.
દીવ્યાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન :-
તે ધનુષ્યને, પોતાના બે અક્ષય તુણીરોને અને પોતાની તલવાર ઉપાડી અર્જુન વનવાસમાં ફરતા રહ્યા, તો વિચારો તે કેટલા શક્તિશાળી હશે. જરાસંઘ વધ માટે કૃષ્ણ અર્જુન અને ભીમ બન્નેને સાથ લઇને ગયા હતા, અને જરાસંઘ એ કહ્યું હતું કે તેઓ એ ત્રણે માંથી કોઈને પણ પોતાની સાથે યુદ્ધ માટે પસંદ કરી શકે છે. તેનાથી જાણી શકાય છે કે અર્જુન માત્ર બાણવીર જ નથી, ઘણા બળવાન પણ હતા.
તે ઉપરાંત તેને તમામ દીવ્યાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હતું. તે એક સાથે ઘણા મહારથીઓ સામે યુદ્ધ કરી શકતા હતા. તેનું નિશાન એટલું સચોટ હતું કે જયારે યુદ્ધમાં ગુરુ દ્રોણએ દુર્યોધનને અભેદ કવચ પહેરાવી દીધું અને તેને છેદવાનું અર્જુનનું બાણએ કાપી નાખ્યું, તો અર્જુનએ દુર્યોધનની આગળીઓના પગને નિશાન બનાવી તેની ઉપર હુમલો કર્યો, કેમ કે એક તે ભાગ કવચની બહાર હતો.
બાણનો વરસાદ :-
અસંખ્ય બાણોના વરસાદના વિષયમાં કહેવામાં આવ્યું છે કે આકાશમાં અંધારું છવાઈ જતું હતું, તેના સતત તીરોના વરસાદથી, બીજા કોઈ પણ તીર ખાલી જતા ન હતા. યુદ્ધના ૧૪ માં દિવસે જયારે તેમણે પોતાની પ્રતિજ્ઞા મુજબ સુર્યાસ્થ પહેલા જયદ્ર્થ નો વધ કરવાનો હતો, તો કુરુ સેનામાં તે પોતાના રથ ઉપર શ્રીકૃષ્ણ સાથે એકલા જતા રહ્યા હતા, રસ્તામાં આવનારા દરેક મહારથીને હરાવતા તેમનો વધ કરતા તે ઘણા માઈલો સુધી ચાલતા ગયા કેમ કે દ્રોણએ જયદ્ર્થને પોતાના કમળ વ્યૂહ રચનાથી સુરક્ષિત છુપાવી રાખ્યા હતા. સતત આટલું ચાલવાથી દિવસના મધ્ય સુધી તેમના અશ્વ તરસ અને થાકથી પરેશાન જેવા થઇ ગયા હતા.
એકલા જ ૭ અક્ષોહીણી સેનાનો વધ :-
ત્યારે અર્જુને એકલાએ કૌરવોની સેનાથી ચારે તરફ થી ઘેરી લીધી, યુદ્ધભૂમિમાં પોતાના તીરથી જમીનને ભેદી એક તળાવ બનાવ્યું, પોતાના તીરોથી ચારે તરફ એક દીવાલ બનાવી, જેની અંદર કૃષ્ણએ અશ્વને ખોલ્યા, તેને પાણી પીવરાવ્યું અને રથને જમીન ઉપર ઉભા થઇને એક સાથે ઘણા મહારથીઓ અને સેનાની ટુકડીઓ સાથે યુદ્ધ કર્યું અને પોતાના અશ્વો, રથ અને સારથીનું રક્ષણ કર્યું.
તે દિવસે અર્જુનએ એકલા જ કૌરવોની ૭ અક્ષોહીણી સેનાનો વધ કર્યો, જેટલું બીજા કોઈ યોદ્ધા એ ૪-૫ દિવસ સુધીમાં પણ ન કર્યું. તે દિવસે દુર્યોધનને પણ અનુમાન થઇ ગયું કે દ્રોણ, અસ્વ્સ્થામાં અને કર્ણ જેવા યોદ્ધાઓ હોવા છતાં પણ જયારે તે અર્જુન સાથે જયદ્ર્થનું રક્ષણ ન કરી શક્યા તો તેમને જીતવા મુશ્કેલ છે. પોતાના સંપૂર્ણ જીવનમાં અર્જુન કોઈ યુદ્ધ નથી હાર્યા. એવા યોદ્ધાને હરાવવાનું સામર્થ્ય કોનામાં હોય?
મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા ૧૬૬ કરોડથી વધુ યોદ્ધા જાણો એ રહસ્ય :-
ભીષ્મ અને દ્રોણાચાર્યથી પણ આગળ હતા અર્જુન :-
ભીષ્મ પોતાના સમયમાં ઘણા પરાક્રમી હતા, પરંતુ મહાભારતના યુદ્ધ સુધી આવતા આવતા તે વૃદ્ધ થઇ ગયા હતા. તેમનો અને અર્જુનનો જયારે પણ સામનો થયો, જીત અર્જુનની જ થઇ. ભીષ્મના તુણીરમાં જે પણ અસ્ત્ર હતા, તેનું અંતર અર્જુન પાસે હતું, પરંતુ અર્જુનના દરેક અસ્ત્રનો જવાબ ભીષ્મ પાસે ન હતો. અમ્બાની એ ઈચ્છા હતી કે ભીષ્મનું મૃત્યુ તેમને કારણે થાય, અને એ કારણથી શિખંડી તેના અંતિમ યુદ્ધમાં તેની સામે હતી, પરંતુ જે બાણો એ તેને માથા શૈયા ઉપર સુવરાવ્યા તે અર્જુનના હતા.
મહાભારતના ૧૦ એવા પાત્ર, જેણે કદાચ તમે નહિ ઓળખતા હો :-
દ્રોણ ક્ષત્રીય ન હતા, પરંતુ અસ્ત્ર વિદ્યામાં પારંગત હતા અને એમની સામે ઉભા રહેવું સરળ વાત ન હતી. તેમનો અર્જુન સાથે જયારે પણ સામનો થયો, વિજય અર્જુનનો થયો. કુરુક્ષેત્રમાં દુશ્મનને જીવથી મારવાનો હતો, અને એ કારણે અર્જુન દ્રોણથી યુદ્ધ કરવાથી દુર રહેતા હતા કેમ કે તે પોતાના ગુરુની હત્યા કરવા માંગતા ન હતા. પરંતુ એ વાતમાં કોઈ શંકા ન હતી, દ્રોણને પણ નહિ, કે અર્જુન યુદ્ધ કળામાં તેમનાથી ઘણા આગળ છે.
અર્જુન અને કર્ણ :-
કર્ણ ઘણા પરાક્રમી યોદ્ધા અને શક્તિશાળી બાણવીર હતા. પરંતુ અર્જુન, જેને હરાવવાના સપનામાં તેણે પોતાનું આખું જીવન લગાવી દીધું, તેનાથી ઘણા આગળ હતા. કર્ણ પોતાના કપટ અને ઈર્ષાને કારણે ક્યારેય મહાન ન બની શક્યા. જયારે પણ તેમનો અર્જુન સાથે સામનો થયો, વિજય અર્જુનનો થયો.
પોતાના અંતિમ યુદ્ધમાં પણ તે અર્જુન સામે માત્ર અડધો દિવસ સુધી ટકી શક્યા. જયારે તેના રથનું પૈડું ઘસ્યું, તે સમયે તેના તમામ અસ્ત્ર પુરા થઇ ગયા હતા, તે ઘણા ઈજાગ્રસ્ત હતા અને થાકી ગયા હતા, અને તેમની સેનાને તો પહેલેથી મારી નાખવામાં આવી હતી કે અર્જુનના ડરથી દુરથી નજારો જોઈ રહી હતી. કોઈ તેમની સાથે આવવા માટે તૈયાર ન હતા અર્જુનના ડરથી, દુર્યોધન પણ નહિ.
જાણો અર્જુન સાથે જોડાયેલી અદ્દભુત રોચક વાતો :-
એટલે તે મૃત્યુથી ઘણા નજીક હતા. સમસ્યા એ હતી કે પોતાના કૌનતેય હોવાની વાત કર્ણ જાણતા હતા પણ અર્જુન નહિ અને શ્રીકૃષ્ણ જણાવા માંગતા ન હતા કે કર્ણના મૃત્યુ પહેલા અર્જુનને ખબર પડે. એટલા માટે તેમણે અર્જુનને કર્ણને મારવા માટે પ્રોત્સાહિત કર્યો, જેથી પોતાનો જીવ બચાવવા માટે કર્ણએ રહસ્ય ન ખોલી દે, કે કોઈ બીજા આવીને એ રહસ્ય અર્જુનને ન બતાવી દે. એ વાત ઉપરથી લોકો સમજી લે છે કે અર્જુન એ એકલાએ જ કર્ણને માર્યો કેમ કે તે તેને હરાવી શકતા ન હતા. સાચું તો એ છે કે કર્ણ અર્જુનથી દરેક વખતે હારી ગયો અને તેના મૃત્યુના સમયે પણ તે હારેલી અવસ્થામાં જ હતા.
૩ હજાર વર્ષ જૂની અષ્ટાધ્યાયીમાં પણ છે મહાભારતનો ઉલ્લેખ :-
હાલ માં જ એક જાણવા જેવી વાત બહાર આવી. પાણીનીનું નામ તમે સાંભળ્યું હશે. તે ૪-૫ BCE ના ઉત્કૃષ્ટ વ્યાકરણકાર હતા, જેમણે અષ્ટાધ્યાયી લખાણ અને સંસ્કૃત ભાષાને એક નવો ઓપ આપ્યો. અષ્ટાધ્યાયીમાં મહાભારતના વિષયમાં ઉલ્લેખ છે. અને તે મહાભારતના અત્યાર સુધીનો પ્રાચીનતમ ઉલ્લેખ છે. તેમાં પાણીની એ લખ્યું છે કે અર્જુનના ભક્ત અને કૃષ્ણના ભક્ત પોતાના ભગવાનને શ્રેષ્ઠ બતાવવા માટે લડી રહ્યા છે, અને તે હાસ્યાસ્પદ છે કેમ કે તેમના ભગવાન એક જ રથ ઉપર એક જ પક્ષમાં લડ્યા હતા. તેનો અર્થ એ છે કે આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા અર્જુનની પૂજા કરવામાં આવતી હતી એક ભગવાનની જેમ. એટલે તે સમયે જે મહાભારતની કથા હતી. જેના આપણેને માત્ર અવશેષ મળે છે અને જે ઘણી વખત ઘણા પ્રકારે બદલાઈ ગઈ છે, તે પ્રાચીન કથા મુજબ અર્જુન પણ ભગવાન હતા, તે એક અવતાર હતા.
આજે પણ મહાભારતનું દરેક પર્વ નર અને નારાયણના અભિનંદનથી જ શરુ થાય છે, અને ઘણા ગ્રંથો મુજબ નર અને નારાયણ બન્નેની ઉત્પતી વિષ્ણુથી જ થઇ હતી. મહાભારતથી પણ પહેલાના સમયમાં નર અને નારાયણ બે ભાઈ હતા જે અત્યંત તેજસ્વી ઋષિ હતા. તેમણે કઠોર તપ અને યુદ્ધ કરી દાનવ ડંબોદ્ધવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અર્જુન અને કૃષ્ણ તે નર નારાયણનો બોજો જન્મ હતો. જે પણ હોય તેનાથી એ ખબર પડી છે કે પ્રાચીન સમયમાં અર્જુનની પણ પૂજા થતી હતી. તેનાથી એ પણ સિદ્ધ થાય છે કે તેમના જેવા યોદ્ધા બીજા કોઈ નહિ હોય આ યુગમાં, એટલા માટે તેમણે ભગવાનની યાદીમાં મુકવામાં આવ્યા હશે. હવે આમ યોદ્ધાને હરાવવાનું સામર્થ્ય કોનામાં હશે.