શું તમે જાણો છો ભારતની આ 7 રહસ્યમય જગ્યાઓ વિષે.

આવો તમને જણાવીએ ભારતની કેટલીક રહસ્યમય જગ્યાઓ વિષે, જેના વિષે તમે પહેલા સાંભળ્યું નહિ હોય. જયારે ભારતમાં પ્રવાસ કરવાની વાત આવે છે ત્યારે ઘણા એવા વિકલ્પ છે. જેનાથી તમે ક્યારેય થાકતા નથી. ક્યારેક હિલ્સનો પ્રવાસ કરવો તો ક્યારેક દરિયાના કાંઠે પાણીની ભરપુર મજા ઉઠાવવી, જેવા ઘણા વિકલ્પ હોવા સાથે ઘણી એવી જગ્યા પણ છે. જેનું વર્ણન સામાન્ય રીતે ફરવા માટે નથી કરવામાં આવતું પરંતુ આ સ્થળો સાથે જોડાયેલા ઘણા રહસ્યો વિષે જાણીને તમારે આ સ્થળ ઉપર ઓછામાં ઓછું એક વખત તો જરૂર જવું જોઈએ.

ભારત એક એવો દેશ છે, જે ખુબ જ મજાના અનુભવોથી ભરેલો છે, જેમાંથી અમુક વિચિત્ર પણ છે. આવો જાણીએ ભારતની થોડી એવી રહસ્યમયી જગ્યાઓ વિષે જેના વિષે તમે વધુ નહિ જાણતા હો.

જલ મહલ, જયપુર : જયપુરના બહારના વિસ્તારમાં માન સાગર તળાવના કેન્દ્રમાં પૂર્વ તરફ મોઢું રાખેલા સુંદર અને શાંત જલ મહલ (શિયાળામાં જરૂર ફરો જયપુરના આ સ્થળે) આવેલ છે. એક ઉત્કુષ્ટ રચના. તે નાહરગઢ પહાડીઓથી ઘેરાયેલો છે. તે ઓછી ઉંચાઈ વાળો મહેલ એક સમયે મહારાજાઓ માટે શુટિંગ લોજ થતા અને હવે દુનિયાભરના ઘણા આંગતુકોને તેની તરફ આકર્ષિત કરે છે. જલ મહલનું નિર્માણ 1750ના દશકમાં કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન મહારાજા માધોસિંહે કર્યું હતું. તે વાસ્તવમાં ભારતમાં સૌથી ઉત્તમ ફોટોશૂટ લોકેશંસ માંથી એક છે.

આ મહેલની સૌથી વિશેષ વાત એ છે કે માત્ર એક માળ જે જળ સ્તરની ઉપર જોવા મળે છે, વાસ્તવમાં 4 માળ નીચે ડૂબેલા છે. તે વાસ્તુકળાને મુગલ અને રાજપૂત શૈલીઓના સંયોજનથી નિર્મિત સૌથી સુંદર વાસ્તુશિલ્પ મહેલો માંથી એક છે. કિલ્લાની અંદર પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, પરંતુ નૌકા વિહાર કરતી વખતે ઘણે દુરથી દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરવા માટે પર્યાપ્ત છે. સાંજના સમયે, કિલ્લો રોશની કરે છે અને તળાવમાં કિલ્લાનું પ્રતિબિંબ ખરેખર ભવ્ય એવું જોવા મળે છે. પોતાની પ્રભાવશાળી સુંદરતા અને આકર્ષક વાતાવરણ સાથે. જલ મહલ એક સુંદર પર્યટન સ્થળ બની ગયું છે. જલ મહલના રહસ્યને નજીકથી જોવા માટે તમારે પણ એક વખત આ સ્થળનો પ્રવાસ જરૂર કરવો જોઈએ.

ભાનગઢ કિલ્લો, રાજસ્થાન : 17મી શતાબ્દીમાં નિર્મિત, ભાનગઢ કિલ્લો રાજસ્થાનમાં એક કારીગરીનું કેન્દ્ર હતું. કિંવદંતી મુજબ, એ એટલો સુદંર હતો કે જયપુરના ગુલાબી શહેરની ડીઝાઈન પછી બનાવવામાં આવ્યું હતું. આમ તો કિલ્લાના સારા દિવસ જલ્દી સમાપ્ત થઇ ગયા અને હવે ભાનગઢ કિલ્લાને ભારતમાં સૌથી વધુ રહસ્યમયી સ્થાનો માંથી એક તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ કિલ્લાની પાસે ભારતીય પુરાતત્વ બોર્ડની નોટીસ બોર્ડ ઉપર પણ, સુર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે પ્રવાસીઓને પ્રવેશની મનાઈ છે.

આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. કિલ્લાની ચારે તરફ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ની ટીમ હાજર રહે છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં સુર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિને રોકાવાની મંજુરી નથી. એટલા માટે આ સ્થળ ઉપર જવા માટે તમે સુર્યાસ્ત પહેલાનો સમય પસંદ કરી શકો છો.

લોનાર ક્રેટર લેક, મહારાષ્ટ્ર : લોનાર, ઔરંગાબાદથી લગભગ 140 કિલોમીટર દુર એક ગામ, એકઘણી ઉલ્લેખનીય ઉલ્કા અસર ખાડો છે. ક્ષેત્રની સપાટી ઉપર ઉલ્કાપીંડના ટકરાવાને કારણે 50,000 વર્ષ પહેલા બનેલા એક ખાડા માટે પ્રસિદ્ધ થવા સાથે, લોનાર તેની સમૃદ્ધ કુદરતી વારસા માટે પણ પ્રસિદ્ધ છે.

લોનાર એક સુંદર સ્થળ છે, જે લોનાર ખાડા માટે પ્રસિદ્ધ છે અને એક ઉલ્કાપીંડને કારણે 52,000 વર્ષ પહેલા પૃથ્વી સાથે ટકરાવાને કારણે બન્યું તળાવ, તે 6,000 ફૂટ પહોળું અને 500 ફૂટ ઊંડું તળાવ છે, એટલા માટે વૈજ્ઞાનિક અનુસંધાન અને શેક્ષણિક મહત્વનું એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તે દુનિયામાં બેસલ્ટીક ખડકનું એકમાત્ર ખારા પાણીનું તળાવ છે. તે વિસ્તાર ઘણી બધી વનસ્પતિઓ અને જીવોથી ઘેરાયેલું છે, જે એ સ્થળને ખુબ જ સુંદર બનાવે છે.

જટીંગા, આસામ – બર્ડ સુસાઈટ પોઈન્ટ : આસામના એક નાના એવા ગામ જટીંગામાં એ બધું જ છે. જે તમે એક શાંતિપૂર્ણ રજા પસાર કરવાની આશા રાખી શકો છો. આમ તો તેની રસીલી હરિયાળી અને પહાડોની પુષ્ઠભૂમિને બદલે, જટીંગા એક રહસ્યમય ઘટના માટે પ્રસિદ્ધ છે. જે દર વર્ષે મોડેથી ચોમાસાના મહિના દરમિયાન થાય છે. સુર્યાસ્તના બરોબર પછી, જયારે સ્થાનિક લોકો રાતની તૈયારીમાં વ્યસ્ત હોય છે, સેંકડો પ્રવાસી પક્ષી અહિયાં સામુહિક રીતે આત્મહત્યા કરે છે.

પક્ષી વિજ્ઞાની કહે છે કે ગાઢ ચોમાસાનું વાતાવરણ અને ઉંચાઈ ઉપર ફરવા વાળા પક્ષી જયારે ચકિત થઈને ગામની રોશની તરફ પોતાનો રસ્તો બનાવવાનો પ્રયત્ન કરે છે, તો તે ઝાડ અને ઈમારતો સાથે ટકરાય છે, જેનાથી મૃત્યુ કે ગંભીર ઈજા થાય છે. આમ તો એ સમજાવવા વાળું કોઈ નથી કે તે પક્ષી રાત્રે કેમ ઉડે છે, અને તે દર વર્ષ એક જ જગ્યાએ કેમ ફસાઈ જાય છે. તે વાસ્તવમાં એક રહસ્યમયી વાત છે. જે આ જગ્યાને રહસ્યથી ભરેલી બનાવે છે.

રામેશ્વરમનો તરતો પથ્થર : રામેશ્વરમ ભારતના સૌથી પવિત્ર સ્થાનો માંથી એક છે અને એક સુંદર દ્વીપ ઉપર આવેલું છે. તે શ્રીલંકાના એક નાના પમ્બન ચેનલ દ્વારા અલગ કરવામાં આવ્યું છે. હિંદુ પૌરાણીક કથાઓ મુજબ, તે એ જગ્યા છે જ્યાં ભગવાન રામે સમુદ્ર પાર શ્રીલંકામાં એક પુલ બનાવ્યો હતો, રામેશ્વરમ ભારતના નીચેના ભાગમાં એક સુંદર દ્વીપ ઉપર આવેલું છે.

ભગવાન શિવની પણ આ સ્થાન ઉપર પૂજા કરવામાં આવે છે. બંને તરત મોટા પ્રમાણમાં મૂર્તિકળા સ્તંભો સાથે પોતાના સુંદર પ્રકાર માટે પ્રસિદ્ધ, રામનાથસ્વામી મંદિરમાં દુનિયાના સૌથી લાંબા ગલીયારા છે. અગ્નિતેર્થમ પોતાના પવિત્ર જળ માટે પ્રસિદ્ધ છે અને તીર્થયાત્રી આ સમુદ્રના કાંઠે તેના પૂર્વજોના સન્માનમાં પૂજા કરે છે. પાંચ મોઢા વાળા હનુમાન મંદિરમાં તરતા પથ્થર રહેલા છે. જેનો ઉપયોગ ભારત અને શ્રીલંકા વચ્ચે પુલ નિર્માણ કરવા માટે કરવામાં આવ્યો હતો.

મેગ્નેટિક હિલ, લેહ લદ્દાખ : લદ્દાખના લોકપ્રિય મેગ્નેટિક હિલ એક ચક્રવાતી પહાડી છે, જ્યાં વાહન ગુરુત્વાકર્ષણ બળને ખોટું ગણાવે છે અને નિશ્ચિત સ્થાન ઉપર ઉભા રહેવાથી પહાડી તરફ વધે છે, આ ઘટનાનો અનુભવ કરવા માટે, કારને પીળા બોક્સમાં ન્યુટ્રલ ગીયરમાં પાર્ક કરો. જે મેગ્નેટિક હિલ રોડથી થોડા મીટર આગળ છે. આ બિંદુથી કાર 20 કી.મી. પ્રતિ કલાકની ગતીથી આગળ વધવાનું શરુ કરી દે છે.

ભલે રહસ્યમય ચુંબકીય પહાડી વિષે થોડું મિથક છે, તથ્ય એ છે કે ક્ષેત્ર અને આસપાસની પહાડીઓનું લેઆઉટ તેને એક ઓપ્ટિકલ ભ્રમ આપે છે. ડાઉનહિલ રોડ એક ઉથલ-પુથલ વાળો રોડ પ્રતીત થાય છે, જે કારને ધીમે ધીમે ગતિ પ્રદાન કરે છે, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર તરફ જતો પ્રતીત થાય છે, જયારે તેને નીચેની તરફ નમાવી દેવા માં આવે છે. કારણ જે પણ હોય પરંતુ આ જગ્યા વાસ્તવમાં રહસ્યમયી છે.

લોકટક લેકનું ફલોટીંગ આઈલેંડ : દેશની સૌથી મોટું તાજા પાણીનું તળાવ, લોકટક લેક અને તેની ઉપર સેન્ડ્રા દ્વીપ, રાજ્યના સૌથી સુંદર આકર્ષણો માંથી એક છે. ઈંફાલથી લગભગ 50 કી.મી. દુર આવેલુ, લોકટક તળાવ ઈંફાલની ઘારીમાં આવેલું છે. લોકટક તળાવ અને સેંદરા દ્વીપ દેશમાં ઘણું બેજોડ સોંદર્યનું સંયોજન રજુ કરે છે. એક ભારતના સૌથી મોટા તાજા પાણીનું તળાવ છે, જયારે એક ઘણા જ તળાવ ઉપર જૈવિક કચરા માંથી બનેલુ એક અસ્થાયી દ્વીપ છે, જે ક્ષેત્રમાં એકમાત્ર પર્યટક સ્થળ છે.

તળાવમાં ઘણા બીજા તરતા દ્વીપ છે. જે માછીમારોના ગામને જાળવી રાખે છે અને જૈવિક કચરા માંથી બનેલા હોય છે. પ્રાચીન જળ, નાવ માર્ગોનું ભૂલભુલામણી, પરિવેશની હરિયાળી અને આકરો તાપ વાળો સુર્યાસ્ત તે બધું આ જગ્યાને એક મંત્રમુગ્ધ કરવા વાળા સ્થાન તરીકે રજુ કરે છે. લોકટક તળાવનો ફ્લોટીંગ આઈલેંડ વાસ્તવમાં પર્યટકો માટે એક રહસ્યમયી સ્થાન છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.