શું તમે પણ ઘરમાં રાખો છો શિવલિંગ? તો આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, શિવજીની જલ્દી જ મળશે કૃપા.

દેવોના દેવ કહેવાતા શિવજીની પૂજાથી વ્યક્તિને પોતાના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે, ભક્ત ભગવાન શિવજીની શિવલિંગ તરીકે પૂજા કરે છે, શિવ પુરાણ મુજબ શિવલિંગને ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, જો ભક્ત તેની થોડી પૂજા કરે છે, તો તેને શુભ ફળ મળવાના શરુ થઇ જાય છે, વર્તમાન સમયમાં એવા ઘણા લોકો છે. જે પોતાના ઘરના મંદિરમાં શિવલિંગ રાખે છે અને તેની પૂજા અર્ચના કરે છે, પરંતુ જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખો છો, તો તમારે થોડી વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે.

આજે અમે તમને શિવલિંગ સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો વિષે જાણકારી આપવાના છીએ, જો તમે આ વાતોનું ધ્યાન રાખો છો, તો શિવજીની કૃપા તમને જલ્દી જ પ્રાપ્ત થશે, જેથી તમારા જીવનમાં ઘણા બધા શુભ ફળ મળી શકે છે.

આવો જાણીએ શિવલિંગ સાથે જોડાયેલી આ વિશેષ વાતો વિષે :-

જો તમે તમારા ઘરમાં શિવલિંગની સ્થાપના કરવા માગો છો, તો તમે નર્મદા નદી માંથી નીકળેલા પથ્થર માંથી બનેલા શિવલિંગ રાખો કેમ કે તેને સૌથી વધુ શુભ માનવામાં આવે છે.

શિવલિંગ તમારા ઘરમાં સ્થાપિત કરતા પહેલા તેના આકાર વિષે જાણવું ઘણું જ જરૂરી છે, તમે તમારા ઘરમાં નાના એવા શિવલિંગ રાખો, શિવલિંગની લંબાઈ આપણા હાથના અંગુઠાની ઉપરના ભાગથી મોટી ન હોવી જોઇએ, ઘરમાં મોટા શિવલિંગ રાખવા શુભ નથી માનવામાં આવતા.

જો તમે શિવ પુરાણ મુજબ જુવો તો હંમેશા ઘરની અંદર માત્ર એક જ શિવલિંગ રાખવા જોઇએ, એકથી વધુ શિવલિંગ રાખવા શુભ નથી માનવામાં આવતા.

તમે તમારા ઘરમાં બંધ સ્થાનમાં શિવલિંગ ન રાખો, તમે શિવલિંગને હંમેશા ખુલ્લામાં રાખો.

જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખો છો, તો તેની વિધિ પૂર્વક પૂજા કરો, જો તમે તેની પૂજા નથી કરતા તો તેનાથી ઘરમાં નુકશાન થવાની શક્યતા વધે છે.

તમે તમારા ઘરમાં રાખેલા શિવલિંગની રોજ સવાર સાંજ પૂજા કરો, જો તમે રોજ તેની પૂજા નથી કરી શકતા તો તમે તમારા ઘરમાં શિવલિંગ ન રાખો તો સારું રહેશે.

જો આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોઈએ તો શિવલિંગ દરેક સમયે ઉર્જાનો સંચાર થતો રહે છે, તે કારણે જ શિવલિંગ ઉપર જળ ધારા હંમેશા રહેવી જરૂરી છે, જેથી તેમાંથી નીકળતી ઉર્જા શાંત થઇ શકે.

જો તમે શિવલિંગની પૂજા કરી રહ્યા છો, તો પૂજા દરમિયાન ક્યારે પણ તુલસી, હળદર અને કેતકીના ફૂલનો ઉપયોગ ન કરશો.

જો તમે શિવલિંગને બદલવા માગો છો, તો તે સમય દરમિયાન તમે શિવલિંગના ચરણોને સ્પર્શ કરો અને એક વાસણમાં ગંગાજળ ભરી તેમાં શિવલિંગ રાખી શકો છો, જો શિવલિંગ પથ્થરના બનેલા છે, તો તમે ગંગાજળમાં અભિષેક પણ જરૂર કરો.

ઉપરોક્ત શિવલિંગ સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો વિષે જાણકારી આપવામાં આવી છે, જે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં રાખવી ઘણી જ જરૂરી છે, જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને શિવલિંગને તમારા ઘરમાં સ્થાપિત કરો છો અને તેની પૂજા કરો છો, તો તેનાથી ભગવાન શિવજીની જલ્દી કૃપા પ્રાપ્ત થાય છે, જેથી તમારા જીવનના ઘણા બધા દુઃખો દુર થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.