શું યુનીવર્સીટી કેમ્પસમાં પોલીસને અંદર જવાની પરવાનગી નથી?, શું કહે છે કાયદો

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ વિદ્યાર્થીઓના વિરોધ ઉપર યુનીવર્સીટીમાં ઘુસીને પોલીસની કાર્યવાહી ઉપર ઘણા પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિરોધ કરી રહેલા જામિયા મીલ્લીયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓને પોલીસે યુનીવર્સીટી કેમ્પસમાં ઘુસીને માર્યા. વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઇ લીધા છે. કેમ્પસમાં અશ્રુવાયુ ફેસના ગોળા પણ ફેંકવામાં આવ્યા. પોલીસની કાર્યવાહી ઉપર વિરોધ વ્યક્ત કરતા યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર નજમા અખ્તરે કહ્યું કે પરવાનગી વગર પોલીસે કેમ્પસમાં ઘૂસીને લાઠી ચાર્જ કર્યો. તે પોલીસ વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવશે.

ત્યારપછી પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટ કરી લખ્યું કે કાયદેસર રીતે પોલીસ કોઈપણ યુનીવર્સીટી કેમ્પસમાં સત્તાવાર મંજુરી વગર પ્રવેશ કરી શકતી નથી. પોલીસે જામિયા કેમ્પસમાં ઘૂસીને એક ખરાબ ઉદાહરણ રજુ કર્યું છે. જાવેદ અખ્તરના આ ટ્વીટ પછી ઘણા લોકોએ તેની ઉપર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક આઈપીએસ ઓફિસર સંદીપ મિત્તલે ટ્વીટ કરતા જાવેદ અખ્તરને પૂછ્યું, ડીયર લીગલ નિષ્ણાંત, આ કાયદા વિષે વિગતવાર જણાવો જેથી અમે પણ માહિતગાર થઇ શકીએ..

આ એક સામાન્ય ધારણા છે કે પોલીસ મંજુરી વગર કોઈ યુનીવર્સીટી, કોલેજ કે કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ નથી કરી શકતી. જવાહર લાલ નહેરુ વિશ્વવિધ્યાલયમાં દેશદ્રોહના સુત્રોચાર કરવા વાળા વિવાદમાં પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો. તે સમયે પણ ચર્ચા ઉઠી હતી કે મંજુરી વગર પોલીસ જેએનયુ જેવી દેશની સર્વોત્તમ શિક્ષણ સંસ્થામાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે? પ્રશ્ન એ છે કે શું ખરેખરમાં પોલીસને કોઈ કોલેજ કે યુનીવર્સીટીમાં પ્રવેશ માટે સત્તાવાર મંજુરીની જરૂર પડે છે? તેના વિષે કાયદો શું કહે છે?

સીઆરપીસીના સેક્શન ૧૬૫ અને ૧૬૬ પોલીસને આ સત્તા આપે છે કે તે કોઈ ગંભીર ગુનાની તપાસ માટે કોઈપણ સ્થળ ઉપર તપાસ કરી શકે છે. તેના માટે કોઈ સર્ચ વોરંટની જરૂર નથી. સાર્વજનિક સંપત્તિના નુકશાનમાં ગંભીર ગુનાના દાયરામાં આવે છે.

પોલીસ કોઈની ધરપકડ કે કોઈ ગંભીર ગુનાની તપાસ માટે કોઈપણ સ્થળે પ્રવેશ કરી શકે છે. તેને કોઈની મંજુરીની જરૂર નથી. કાયદેસર પોલીસને કોઈપણ સ્કુલ કોલેજ કે પૂજા અર્ચના કરવા વાળા સ્થળોમાં પ્રવેશ માટે કોઈની મંજુરી લેવાની જરૂર નથી.

શું પોલીસને કોઈ યુનીવર્સીટીમાં પ્રવેશ કરતા પહેલા મંજુરી લેવી પડે છે?

જાણકારો જણાવે છે કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી, જે કોઈ પોલીસ ઓફિસરને કોઈની ધરપકડ માટે યુનીવર્સીટી કે કોલેજમાં જવા માટે રોકે છે. કોઈ પોલીસ અધિકારીને સીઆરપીસીની જોગવાઈ મુજબ ધરપકડની સત્તા મળેલી હોય છે.

સીઆરપીસીની સેક્શન ૪૧, કોઈપણ પોલીસને, કોઈ મેજીસ્ટ્રેટની પરવાનગી કે કોઈ વોરંટ વગર ધરપકડની સત્તા આપવામા આવે છે. પોલીસને ધરપકડ કે કોઈ યુનીવર્સીટી, કોલેજ કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે કોઈ પાસે મંજુરી લેવાની કોઈ જરૂર નથી.

સીઆરપીસીની જોગવાઈ મુજબ પોલીસ ભારતના કોઈપણ ભાગમાં જઈને સત્તાવાર ધરપકડ કરી શકે છે, પછી તેની પાસે વોરંટ હોય કે ન હોય, સીઆરપીસીના સેક્શન ૪૮ પોલીસને એ સત્તા આપે છે કે તે સત્તાવાર ધરપકડ દેશના કોઈપણ વિસ્તારમાં જઈને કરી શકે. પછી તે વિસ્તાર તે પોલીસના સત્તાવાર વિસ્તારની બહાર જ કેમ ન હોય.

ધરપકડ માટે ક્યાય પણ પ્રવેશ કરી શકે છે પોલીસ

આ મુજબ સીઆરપીસી ના સેક્શન ૪૭ (૧) મુજબ જો સત્તાવાર ધરપકડ કરવાવાળા કોઈ પોલીસ અધિકારીને કોઈ સ્થળ ઉપર છુપાયા હોવાની શંકા હોય તો તે સ્થળના માલિકને કાયદાકીય અડચણ છે કે તે પોલીસને પોતાના ક્ષેત્રમાં પ્રવેશ કરીને તલાશી લેવાની મંજુરી આપે અને પોલીસ તપાસમાં દરેક પ્રકારની મદદ કરે. તે મુજબ સેક્શન ૪૭ (૨) મુજબ પોલીસ મંજુરી ન મળવાની સ્થિતિમાં પણ તે સ્થળ ઉપર કાયદેસર પ્રવેશ કરી શકે છે. ધરપકડ માટે જો બહારના દરવાજા કે બારી તોડવાની જરૂર પડે છે તો પોલીસ તે પણ કરી શકે છે.

સીઆરપીસીના સેક્શન ૪૬ (૧) મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની ધરપકડથી બચવા માંગે છે કે વગનો ઉપયોગ કરીને પોતાની ધરપકડનો વિરોધ કરે છે, તો પોલીસ અધિકારી ધરપકડ કરવા માટે દરેક જરૂરી પગલા ભરી શકે છે. તેમાં પોલીસ અધિકારી બળનો ઉપયોગ પણ કરી શકે છે. સેક્શન ૪૬ (૨) મુજબ જો કોઈ આરોપી પોતાની ધરપકડનો વગથી વિરોધ કરે છે, તો પોલીસ તેના મૃત્યુનું કારણ નથી બની શકતી. ત્યાં સુધી કે આરોપીને ફાંસી કે ઉંમરકેદની સજા યોગ્ય ગુનો ન કર્યો હોય.

આવી રીતે જ સીઆરપીસી સેક્શન ૪૬ની બંને જોગવાઈ મળીને જોવામાં આવે તો જો ધરપકડ કરવા વાળા આરોપીએ ફાંસી કે ઉંમરકેદની સજા સમાન ગુનો કર્યો હોય અને તે ધરપકડથી બચવા માટે શક્તિ લગાવી રહ્યા હોય ત્યારે પોલીસ ધરપકડમાં આરોપીનો જીવ પણ જતો રહે તો આ ગુનો નહિ માનવામાં આવે.

પોલીસ માત્ર શિક્ષણ સંસ્થાનું સન્માન જાળવવા માટે ત્યાંના વડા પાસે પ્રવેશની મંજુરી લે છે કે પછી પોતાની કોઈ કાર્યવાહીની જાણકારી ત્યાના વડાને પહેલાથી જ આપી દે છે. આમ તો તે એમ કરવા માટે કાયદાકીય અડચણ નથી.

ઉલટું જો કોઈ યુનિવર્સિટી કે કોલેજ કોઈ ગુનેગારની ધરપકડને રોકવા માટે પોલીસ અધિકારીને પોતાને ત્યાં પ્રવેશ માટે મંજુરી નથી આપતા કે પોલીસને અટકાવે છે તો તે કાયદેસર ગુનો ગણાશે. સીઆરપીસીના સેક્શન ૨૧૨માં તેના વિષે જોગવાઈ છે. એવા હજારો ઉદાહરણ છે, જયારે પોલીસે મંજુરી વગર યુનીવર્સીટી કે કોલેજમાં પ્રવેશ કર્યો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.