શું વધારે AC ચાલુ રાખવાથી કારની એવરેજ ઉપર અસર પડે છે? જાણો

ગરમી શરુ થઇ ગઈ છે, એવામાં વગર AC ની ગાડી ચલાવવી થોડી મુશ્કેલ થઇ જાય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે. જે વારંવાર AC ને ઓન અને ઓફ કરે છે તેમને લાગે છે. વધુ AC ચલાવવાથી ગાડીની માઈલેજ ઉપર અસર પડે છે. પરંતુ શું ખરેખર એવું થાય છે કે માત્ર એ એક વહેમ છે, આવો જાણીએ.

જ્યારે પણ આપણે કારનું AC ઓન કરીએ છીએ, તો તે અલ્ટરનેટરથી મળતી એનર્જીનો ઉપયોગ કરે છે. તે એનર્જી તેને એન્જીન માંથી મળે છે. એન્જીન ફયુલ ટેંકથી ફયુલનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે જ્યાં સુધી કાર સ્ટાર્ટ નથી થતી, ત્યાં સુધી AC પણ ઓન નહિ થાય.

કેમ કે AC કંપ્રેસર સાથે જોડાયેલો પટ્ટો ત્યારે ફરશે જ્યારે એન્જીન ચાલુ થશે. તે એ પટ્ટો પણ હોય છે, જે કારને અલ્ટરનેટર ચાલતા રહેવું અને બેટરીને ચાર્જ કરવાનું કામ પણ કરે છે. AC કંપ્રેસર કીલેંટને કંપ્રેસ કરીને તેને ઠંડુ કરે છે. અને આવી રીતે કારનું AC કામ કરે છે.

ઓટો નિષ્ણાંત ટુટુ ધ્વન જણાવે છે કે ગાડી ચલાવતી વખતે AC ઓન કરવાથી કારની માઈલેજ ઉપર વધુ અસર પડતી નથી. મારા હિસાબે માઈલેજમાં ફરક માત્ર ૫ થી ૭ ટકા સુધી જ અસર પડશે. એટલા માટે વધુ વિચારવાની જરૂર નથી ને કારના AC ની જરૂર પડતા આરામથી ઉપયોગ કરો શકો છો.

હાઈવે ઉપર ગાડી ચલાવી રહ્યા છો, તો કારની બારી બંધ રાખો. કેમ કે કારની ગતી વધુ હોય છે. તેવામાં હવાના દબાણથી ખુલી બારીઓ કારની ગતીને ઓછી કરી દે છે. જેથી એન્જીનની ક્ષમતા ઓછી થશે અને ગાડીની ઝડપ. બારી બંધ કરીને જ AC ઓન કરો, હંમેશા જોવામાં આવે છે કે લોકો થોડી થોડી બારી નીચે કરીને AC ચલાવે છે, જો કે સાચું નથી.

વધુ ગતીમાં AC ઓન રાખવાથી કારની માઈલેજમાં કોઈ ખાસ ફરક નથી પડતો. કુલ મળીને AC ચલાવવાથી કારની માઈલેજ ઉપર એટલો ફરક નથી પડતો કે તમારે વારંવાર AC જ બંધ કરવું પડી શકે. એટલા માટે જયારે જરૂર હોય તમે AC ની મજા લઇ શકો છો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.