જાન્યુઆરીમાં એક અને મે મહિનામાં ઘણા બધા છે લગ્નના મુહૂર્ત.

2021 માં છે આટલા લગ્નના શુભ મુહૂર્ત, મે મહિનામાં છે ઘણા બધા મુહૂર્ત, પણ આ 5 મહિનામાં એક પણ મુહૂર્ત નથી. આ વર્ષ એટલે કે 2020 માં છેલ્લી વખત લગ્નની શરણાઈ 11 ડિસેમ્બરે વાગશે. ત્યારબાદ માસાન્ત દોષ અને ખરમાસને કારણે 14 જાન્યુઆરી 2021 સુધી શુભ કાર્ય અટકી જશે. પંડિત શક્તિધર ત્રિપાઠી અનુસાર આવનારા વર્ષ 2021 માં લગ્નના ઘણા ઓછા મુહૂર્ત છે. હકીકતમાં ખરમાસ પછી ગુરુ, શુક્રના ક્રમશઃ અસ્ત થવાથી લગ્ન સંસ્કાર નહિ થઇ શકે.

જાન્યુઆરીમાં ફક્ત 1 લગ્નનું મુહૂર્ત છે. આ રીતે લગભગ સાડા 4 મહિના પછી 22 એપ્રિલ 2021 ગુરુવારે નવા વર્ષની લગ્નની પહેલી શરણાઈ વાગશે. એપ્રિલમાં કુલ 08 લગ્ન મુહૂર્ત છે, અને મે માં 20 લગ્ન મુહૂર્ત છે. જૂનમાં 16 અને જુલાઈમાં માત્ર 9 લગ્ન મુહૂર્ત છે. 16 જુલાઈ શુક્રવાર પછી ફરીથી વિરામ લાગી જશે. 20 નવેમ્બર શનિવારે રોહિણી નક્ષત્રથી નવા ક્રમ શરૂ થશે.

વર્ષ 2021 માં લગ્ન મુહૂર્ત :

જાન્યુઆરી – 18.

એપ્રિલ – 22, 24, 25, 26, 27, 28, 29, અને 30 .

મે – 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29 અને 30.

જૂન – 3, 4, 5, 16, 20, 22, 23, અને 24 .

જુલાઈ – 1, 2, 7, 13 અને 15.

નવેમ્બર – 15, 16, 20, 21, 28, 29 અને 30.

ડિસેમ્બર – 1, 2, 6, 7, 11 અને 13.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.