તુલા રાશિમાં શુક્ર રાશિમાં પરિવર્તન, વ્યાપારી અને મહિલા વર્ગની આ રાશિઓને થશે ફાયદો

ચરાચર જગતમાં જીવોત્પત્તિને કારણે શુક્ર ગ્રહ પોતાની રાશી તુલામાં ૪ ઓક્ટોમ્બરના રોજ સવારે પાંચ વાગીને ૧૩ મીનીટે પ્રવેશ કરી ચુક્યો છે. જ્યાં તે પહેલાથી બિરાજમાન યુવરાજ બુધ સાથે યુતિ(મિલન-જોડાણ) કરશે. ફલિત જ્યોતિષમાં તુલા રાશિમાં શુક્ર અને બુધની યુતિ અતિ સુઃખદ માનવામાં આવી છે. શુક્ર વૃષભ અને તુલા રાશીના સ્વામી હોય છે. કન્યા રાશી તેની નીચેની સંજ્ઞક રાશી છે અને મીન રાશી તેની ઉપરની સંજ્ઞક રાશી છે.

શુક્રના યોગદાન વગર સૃષ્ટિના સર્જનની કલ્પના જ નથી કરી શકાતી. એટલે કે તેનો ઉદય અને અસ્તને રાશી પરિવર્તનની મોટી ઘટના તરીકે જોવામાં આવે છે. જન્મકુંડળીમાં શુક્રની અસરને આધારે વ્યક્તિનું કૌટુંબિક જીવન, સામાજિક અસ્તિત્વ અને તેના આધ્યાત્મિક જીવનનું વિવેચન કરવામાં આવે છે. શુક્ર અને બુદ્ધનો તુલા રાશીમાં સંયોગ તમામ ૧૨ રાશીઓ માટે કેવો રહેશે? આવો તેનું જ્યોતિષ વિશ્લેષણ કરીએ છીએ.

મેષ રાશી : રાશી માંથી સપ્તમ ભાવમાં શુક્રનું જવું ઉત્તમ લાભ આપશે. માંગલિક કર્યોના શુભ પ્રસંગ આવશે. લગ્ન સંબંધી વાતો સફળ રહેશે. જો તમે વેપાર કરો છો તો આવકમાં વધારો થશે. મહિલા વર્ગ માટે તે વધુ સારું સિદ્ધ થશે.

વૃષભ રાશી : કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ તો આ યુતિ શુભ છે, પરંતુ વિલાસીતા સંબંધી વસ્તુઓ ઉપર વધુ ખર્ચ થશે. દોડધામ વધુ કરશો. પ્રયાસ કરો કે આ સમયગાળામાં દેવું કે લેવડ દેવડ અને છુપા દુશ્મનોથી બચીને રહો. કાર્યક્ષેત્રમાં તમારી વાણીનો સમજી વિચારીને ઉપયોગ કરો.

મિથુન રાશી : મિથુન રાશી વાળા માટે શિક્ષણ પ્રતિયોગીતામાં સારી સફળતા, સંતાનની પ્રાપ્તિ અથવા પ્રાદુર્ભાવના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. લગ્નની બાબતમાં સફળતા મળશે. સરકારની સસ્થાઓમાં નોકરી માટે અરજી કરવા માંગો છો તો પરિણામ સુઃખદ રહેશે.

કર્ક રાશી : ચતુર્થ ભાવમાં શુક્ર અને બુધની યુતિ માનસિક અને કૌટુંબિક સંબંધી ચિંતામાંથી મુક્તિ આપશે. કુટુંબના મોટા વડીલોનો સહયોગ મળશે. તમારા સ્વભાવમાં નમ્રતા જાળવી રાખો. નવા લખાણ ઉપર હસ્તાક્ષર કરવાની હોય તો મોડું ન કરો. આ તક સારી છે.

સિંહ રાશી : પોતાના પરાક્રમોનો ઉપયોગ કરો કેમ કે સફળતાની શક્યતા વધુ છે. લાભના એકથી વધુ સાધન બનશે. જે લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, હવે તે લોકો તમારી સાથે મિત્રતા બનાવવા માટે કાર્યરત રહેશે.

કન્યા રાશી : કન્યા રાશી વાળા માટે આ સંયોગ આર્થિક મજબુતી પૂરી પાડશે. કોઈ મોંઘી વસ્તુની પસંદગી કરી શકો છો. આરોગ્યની દ્રષ્ટીએ નેત્ર વિકારથી બચો. જિદ્દ અને આવેશ ઉપર નિયંત્રણ રાખતા મીઠી વાણીથી કામ પુરા કરતા જાવ. સફળતામાં વધારો થશે.

તુલા રાશી : તમારા માટે શુક્ર-બુધનું મિલન કોઈ વરદાનથી ઓછું નથી. કોઈ પણ પ્રકારની વિલાસ જેવી વસ્તુઓથી દુર રહો. સામાજિક પ્રતિષ્ઠા વધશે. જો તમે ચૂંટણી લડવા માંગો છો, તો તક સારી છે લાભ ઉઠાવી શકો છો. તમારી યોજનાઓ ગુપ્ત રાખો.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશી વાળા માટે આ યુતિ વધુ ખર્ચાળ રહેશે. દોડધામ ઉપર પણ વધુ ખર્ચ થશે એટલા માટે આરોગ્યનું ધ્યાન રાખો. વિદેશ યાત્રાના યોગ છે. ગુપ્ત દુશ્મનોથી બચીને રહો. કોર્ટ કચેરીની બાબત બહારથી જ પતાવી દો તો સારું રહેશે.

ધનુ રાશી : ધનુ રાશી વાળા માટે આવકની બાબતમાં શુક્ર વધુ લાભની દ્રષ્ટીએ ઉત્તમ સિદ્ધ થશે. આવકના એકથી વધુ સાધન ઉભા થશે. આર્થિક તંગી દુર થશે. જો તમે કોઈ પ્રકારના કરાર પણ પ્રાપ્ત કરવા માંગો છો, તો આ સમય અનુકુળ છે.

મકર રાશી : કોઈ સમૃદ્ધશાળી વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા લાભ સહયોગ પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો. વેપારી વર્ગ માટે આ સમય અનુકુળ છે. નોકરીમાં પ્રગતી અને લગ્ન સંબંધી બાબતમાં સકારાત્મક પરિણામ આવશે.

કુંભ રાશી : કુંભ રાશી વાળા માટે ભાગ્ય ભાવમાં શુક્ર અને બુધની યુતિ વરદાન જેવી સિદ્ધ થશે. યદપતિ ઘણી વખત કામ થતા થતા રહી જશે, કે એવું કહી શકીએ કે થોડી મુશ્કેલીઓ પછી સફળતા મળશે. વિદેશ જવા માંગો છો તો વિઝા માટે નિવેદન કરો.

મીન રાશી : મીન રાશી વાળા માટે આઠમાં ભાવમાં શુક્ર અને બુધનું મિલન થોડું એવું પ્રતિકુળ રહેશે. છતાં પણ આર્થિક પક્ષ મજબુત રહેશે. આરોગ્યનું ધ્યાન રાખો. ષડ્યંત્રનો ભોગ બનવાથી બચો. કાર્ય-વેપારના કામ પુરા કરીને ઘરે આવી સ્વયંને ભયમુક્ત રાખો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.