સુશાંત પછી આ વ્યક્તિ પર આવ્યું અંકિતા લોખંડેનું દિલ, ફોટો શેયર કરી જણાવી ફીલિંગ

ટેલીવિઝનની દુનિયા માંથી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકેલી અંકિતા લોખંડે હાલના દિવસોમાં પોતાની રીલેશનશીપને લઈને સમાચારોમાં છવાયેલી છે. આ દિવસોમાં લોખંડેનું નામ એક બિઝનેસમેન સાથે જોડાઈ રહ્યું છે, જેની સાથે તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થતા રહે છે. આ તસ્વીરોમાં બંને વચ્ચે કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. જેને તેના ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે અને તેના લગ્નની પણ રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહિ, હાલમાં અંકિતા લોખંડે તે બાબતમાં મૌન જોવા મળી રહી છે.

ટેલીવિઝનની ઘણી સીરીયલોમાં કામ કરનારી અંકિતા લોખંડે હવે ઘર ઘરમાં ઓળખાય છે અને હાલમાં જ તેણે બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું. સીરીયલ અને ફિલ્મો ઉપરાંત અંકિતા લોખંડેનું નામ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાય છે. જેને લઈને તે ઘણી વખત સમાચારોમાં છવાયેલી રહે છે, પરંતુ આ વખતે તે પોતાના નવા પાર્ટનરને કારણે ચર્ચામાં આવી છે અને લોકો તેની આવનારી લાઈફ માટે દુવાઓ પણ કરી રહ્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અંકિતા લોખંડેને પોતાના લાઈફ પાર્ટનર મળી ગયો છે. જેની સાથે તેમણે પોતાનું જીવન પસાર કરવાનો નિર્ણય પણ કરી લીધો છે.

બિઝનેસમેન વિક્કીને કરી રહી છે ડેટ

મીડિયા અહેવાલ મુજબ તો અંકિતા લોખંડે હાલના દિવસોમાં બિઝનેશમેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે, જેની સાથે તે છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે. પરંતુ તેમણે પોતાના સંબંધોને લઈને મૌન સેવ્યું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અંકિતા લોખંડેને પોતાના પાર્ટનર તરીકે વિક્કી જૈન મળી ગયા છે, જેની સાથે તેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી આવી રહી છે, જેની ઉપર તેના ફેંસ લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન

હાલમાં જ અંકિતા લોખંડેએ વિક્કી જૈનને ડેટ કરવાની વાતને સ્વીકારી છે. ત્યારપછી જ તેના લગ્નના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. તેવામાં આ બાબતમાં તેમણે મૌન તોડતા કહ્યું કે હાલમાં તેનો લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. કેમ કે તે પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપવા માંગે છે અને લગ્નનો યોગ્ય સમય આવવા ઉપર તે તેના વિષે વિચારશે અને પછી જ લગ્ન કરશે. તે ઉપરાંત સુત્રોના જણાવ્યા મુજબ બંને વહેલી તકે લગ્ન કરી શકે છે. પરંતુ તે વાત હાલ મીડિયાથી દુર રાખવામાં આવી છે.

સુશાંત સિંહ રાજપૂતને કરી ચુકી છે ડેટ

અંકિતા લોખંડે જેટલી વધુ સમાચારોમાં જળવાયેલી છે, એટલી જ વધુ તેમણે સુશાંત સિંહ રાજપૂત સાથે રહીને છવાઈ છે. જેના કારણે જ લોકો બંનેના નામને હંમેશા જોડતા જોવા મળી રહ્યા છે. અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતને ૬ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી બંનેનું  થોડા સમય પહેલા જ બ્રેકઅપ થઇ ગયુ, ત્યારપછી હવે બંને એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતા અને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંનેએ પોતાની કારકિર્દીની શરુઆત ટેલીવિઝનથી કરી હતી.