શ્વેતા તિવારીએ ફ્લોન્ટ કર્યા એબ્સ, ટીવીની પ્રેરણા વહુ દેખાઈ બોલ્ડ અંદાજમાં.

40 વર્ષની શ્વેતા તિવારીએ ફ્લોન્ટ કર્યા એબ્સ, ફિટનેસ જોઈને ફેન બોલ્યો : 22 વર્ષની છોકરી લાગી રહી છે.

શ્વેતા તિવારી એક વખત ફરી પોતાના બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. તેમણે સોશિયલ મીડિયા પર કંઈક એવા ફોટા શેયર કર્યા જેને જોઈને તમે પણ તેમના ફોટા પર ફિદા થઇ જશો. 40 વર્ષની આ એક્ટ્રેસ હવે પોતાની ફિટનેસની  બાબતમાં પણ ઘણું ધ્યાન આપી રહી છે, અને તેનો પુરાવો તેમનો આ ફોટોશૂટ છે.

ટીવી પર સંસ્કારી રૂપમાં દેખાતી શ્વેતા તિવારીએ આજકાલ હોટ અંદાજ અપનાવી લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી શ્વેતા તિવારી પોતાના એકાઉન્ટ પર પોતાના ગ્લેમરસ ફોટાઓ શેયર કરતી રહે છે. અને તેમના આ ફોટા તેમના ફેન્સને ખુબ પસંદ આવે છે.

40 વર્ષની આ એક્ટ્રેસ પોતાની દરેક અદાઓથી પોતાના ફેન્સનું દિલ જીતી લે છે. થોડા સમય પહેલા જ તેમણે કેટલાક ફોટા શેયર કર્યા હતા, જેમાં તે એક વખત ફરી પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી.

હાલમાં શ્વેતા જે ફોટાને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે, તેમાં શ્વેતાએ મલ્ટીકલર બ્લેઝર અને પેન્ટ પહેરેલું છે, જેને તેમણે બ્રાલેટની સાથે કેરી કર્યું છે. આ ફોટાઓમાં શ્વેતાના એબ્સ સ્પષ્ટ રૂપથી દેખાઈ આવે છે. શ્વેતા તિવારીની ફિટનેસને જોઈને કોઈ કહી નથી શકતું કે તે બે બાળકોની માં છે. એટલું જ નહિ તેમની મોટી દીકરી પલક બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે પણ તૈયાર છે.

શ્વેતા તિવારના ફોટા પર ફેન્સે કરેલી કોમેન્ટ્સની વાત કરીએ તો, એક યુઝરે લખ્યું ‘ઓહ ગોડ… પ્લીઝ રોકાઈ જાવ અમે આટલી હોટનેસ સહન કરી શકતા નથી’. તો એક યુઝરે લખ્યું ‘છેલ્લા 20 વર્ષમાં તમારી ઉંમર જરા પણ વધી નથી’. અન્ય એક યુઝરે શ્વેતાના વખાણ કરતા લખ્યું ‘હે ભગવાન તમે તો એક સુપરમોમ છો’. બીજા એક યુઝરે લખ્યું કે, ’22 વર્ષની છોકરી લાગી રહી છે’. જણાવી દઈએ કે શ્વેતા તિવારીને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 20 લાખ લોકો ફોલો કરે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.