ટેલિવિઝનની અભિનેત્રી શ્વેતા તિવારી થોડા દિવસો પહેલા જ નાના પડદા ઉપર પાછા ફરી છે. લગભગ ૩ વર્ષ પછી શ્વેતા તિવારી એક વખત ફરીથી ટીવી સીરીયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ માં જોવા મળી રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન શ્વેતાએ પોતાના પાછા ફરવાને લઈને વાત કરી છે. શ્વેતા તિવારીએ જણાવ્યું છે કે, તેના ઘરમાં તેના સિવાય કમાવા વાળું કોઈ નથી. એટલા માટે તેણે પોતાના ઘરના ખર્ચા અને બાળકોના ઉછેર માટે ફરી કામ ઉપર પાછું આવવું પડ્યું.
શ્વેતા તિવારી કહે છે કે, આજના સમયમાં તમામ વસ્તુ મોંઘી થઇ ગઈ છે. માત્ર બચત ઉપર ઘર ખર્ચ પૂરું નથી કરી શકાતું. બાળકોને સારું જીવન આપવા માટે તેણીએ એક વખત ફરી ટેલીવિઝન ઉપર પાછા ફરવું પડ્યું છે. શ્વેતા તિવારીને બે બાળકો છે. તેમની એક ૧૯ વર્ષની દીકરી છે. તેમની દીકરીનું નામ પલક તિવારી છે. અને તેમના દીકરાનું નામ રેયાંશ છે. જેની ઉંમર ૩ વર્ષ છે.
શ્વેતા તિવારી જણાવે છે કે, તેની સિરિયલના પ્રોડ્યુસર્સ ઘણા જ સ્પોર્ટીવ છે. સિરિયલના સેટ ઉપર શ્વેતા તિવારીને પોતાના દીકરાને રાખવા માટે એક અલગ રૂમ આપવામાં આવે છે. આજકાલ શ્વેતા તિવારી એક સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સંભાળી રહી છે. શ્વેતા તિવારી ઓગસ્ટ ૨૦૧૯ માં પોતાના અંગત જીવનને કારણે જ ઘણી ચર્ચાઓમાં રહી. શ્વેતાએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી ઉપર કૌટુંબિક હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો.
તેના માટે અભિનવની ધરપકડ પણ કરવામાં આવી હતી. આમ તો ૨ દિવસ પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી શ્વેતા તિવારી પોતાના પતિથી અલગ રહે છે. વર્ષ ૧૯૯૮ માં શ્વેતાએ રાજા ચોધરી સાથે પહેલા લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી તેને એક દીકરી પલક અને બીજા લગ્નથી એક દીકરો રીયાંશ છે.
શ્વેતા તિવારીએ વર્ષ ૨૦૦૧ માં ટીવી સિરિયલ ‘કહી કિસી રોજ’ થી ડેબ્યુ કર્યું હતું. આ સિરિયલમાં કામ કર્યા પછી તેને એકતા કપૂરની સિરિયલ ‘કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૧૦૮)’ માં કામ કર્યું. તે ઉપરાંત હજુ સુધી શ્વેતા તિવારી ‘જાને ક્યા બાત હુઈ’ ‘અદાલત’ ‘સજન રે જુઠ મત બોલો’ અને ‘પરવરીશ’ માં કામ કરી ચૂકી છે. શ્વેતા અત્યાર સુધી ઘણા રીયાલીટી શો માં ખાસ કરીને કંટેસ્ટંટ તરીકે ભાગ પણ લઇ ચુકી છે. જેમાં ‘બીગ બોસ’ ‘નચ બલીએ’ ‘ઇસ જંગલ સે મુજે બચાઓ’ ‘કોમેડી સર્કસ’ અને ‘ઝલક દિખલા જા’ રહેલા છે.
ભલે તેમણે ઘણા બધા શો માં કામ કર્યું પણ તેમને ‘કસોટી ઝીંદગી કી’ સિરિયલમાં કામ કર્યા પછી જ ઓળખ મળી. આ સિરિયલમાં કામ કર્યા પછી તે એટલી વધુ પ્રસિદ્ધ થઇ ગઈ કે દરેક લોકો તેને પ્રેરણા કહીને બોલાવવા લાગ્યા હતા. શ્વેતા રીવારી પ્રસિદ્ધ રીયાલીટી શો બીગ બોસ ૪ ની વિજેતા પણ રહી ચુકી છે.
ટેલીવિઝનમાં પ્રસિદ્ધ થયા પછી શ્વેતા તિવારીએ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ ૨૦૦૪ માં શ્વેતા સૌથી પહેલા બિપાશા બસુની ફિલ્મ ‘મદહોશી’ માં જોવા મળી હતી. ત્યાર પછી શ્વેતા તિવારીએ ‘આબરા કા ડાબર’ અને ‘મિલે ન મિલે હમ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે ઉપરાંત શ્વેતાએ ઘણી બધી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.