શ્યામ રંગના લોકો માટે આવ્યા મોટા શુભ સમાચાર, જાણશો તો કહેશો આભાર ભગવાનનો કે, અમને ગોરા ન બનાવ્યા

આધુનિક જમાનામાં દરેક પોતાની સુંદરતા ઉપર સારી રીતે ધ્યાન આપે છે, કે સુંદરતા મેળવવા માટે તે માત્ર ગોરા હોવા જોઈએ. હવે હોય પણ કેમ નહિ? સદીઓથી ગોરા રંગને જ સુંદર માનવામાં આવે છે. એટલું જ નહિ, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ગોરા રંગ સાથે જોડાયેલી ફિલ્મ અને ગીત બનાવે છે. હવે દરેકનો રંગ અલગ અલગ હોય છે, પરંતુ બધા લોકો ગોરા થવાનો પ્રયાસ જરૂર કરે છે. તેના માટે લોકો મોંઘામાં મોંઘી ક્રીમ પાઉડર જેવી વસ્તુ લઈને આવે છે. પરંતુ તેનાથી પણ તેના હાથ ખાલી જ રહે છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું છે વિશેષ ?

જો તમે પણ તમારી સ્કીનના રંગને ગોરો બનાવવાના પ્રયાસ સતત કરી રહ્યા છો, તો હવે તમારે આ પ્રયાસ બંધ કરવા જોઈએ. અમે ખાસ કરીને તમારા માટે એક શુભ સમાચાર લઈને આવ્યા છીએ, જે સાંભળીને તમે ક્યારેય પણ ગોરા થવાનો પ્રયાસ જ નહી કરો. ગોરા થવા માટે જો બ્યુટી પાર્લર જાવ છો કે ફેસવોશ યુઝ કરો છો, તો હવે એ બધું છોડી દો, કેમ કે જે સમાચાર અને તમને આપવાના છીએ તેનાથી વધુ મોટો આનંદ તમને બીજો કોઈ હોઈ જ નથી શકતો.

શામળા લોકોને કેન્સર થવાનું હોય છે ઓછું જોખમ

હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક રીસર્ચ કર્યું, જેમાં એ વાત સામે આવી કે ગોરા રંગના લોકોને કેન્સર વધુ થાય છે. રીસર્ચમાં એ વાત પણ સામે આવી કે જે લોકોની સ્કીન શામળી હોય છે, તેને કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. તેવામાં જો તમારી સ્કીન ગોરી નથી તો હવે તમારે દુઃખી થવાની જરૂર નથી, કેમ કે એવું માનવું છે કે ગોરા લોકો જ સુંદર હોય છે. વાત અહિયાં નથી અટકતી, પરંતુ જો તમે કેન્સરથી પીડિત દર્દીઓ ઉપર નજર નાખશો તો વિદેશી લોકો ભારતીયોની સરખામણીમાં આ યાદીમાં આગળ છે.

ક્રીમથી સ્કીન થાય છે ખરાબ

પીગમેંટ્રી ડીસઓર્ડર સોસાયટી ઓફ ઇંડિયાની અધ્યક્ષ ડો.રશ્મી સરકારનું કહેવું છે કે બજારમાં વેચવામાં આવતી ફેયરનેસ ક્રીમનો જ્યારે તમારી ત્વચા ઉપર ઉપયોગ કરો છો. ત્યારે તમને ગોરો રંગ મળે કે ન મળે, પરંતુ તેનાથી તમારી સ્કીન પહેલાની સરખામણીમાં વધુ ખરાબ થઇ જાય છે. બીજું તો ઠીક તમારે સ્કીનની બીજી ઘણી સમસ્યાઓ સામે પણ ઝઝૂમવું પડે છે, આવામાં તમારે તે બધાથી દુર રહેવું જોઈએ.

સફેદ ડાઘનો ઈલાજ છે અશક્ય

ઘણા લોકોને ત્વચા ઉપર સફેદ ડાઘ જોવા મળે છે. જેનાથી લોકો ગભરાય છે, પરંતુ ઘભરાવા જેવુ નથી. ખાસ કરીને આ પ્રોગ્રામમાં બતાવવામાં આવે છે કે સફેદ ડાઘનો ઈલાજ શક્ય છે. આ ડાઘને દુર કરવા માટે સર્જીકલ ટેકનીકનો ઉપયોગ કરી શકાય છે. આ રીતથી તેનો ઈલાજ સંપૂર્ણ રીતે શક્ય છે. આ ટેકનીકમાં વ્યક્તિના શરીરના બીજા ભાગની સ્કીનને કાપીને તે ભાગ ઉપર લગાવી દેવામાં આવે છે.

આપણા ભારતીયોની સ્કીન ઘણી જ વિશેષ

આ પ્રોગ્રામ પછી એવો પણ ખુલાસો થયો છે કે આપણા ભારતીયોની સ્કીન ઘણી જ વિશેષ હોય છે, કેમ કે આપણે કલાકો સુધી તડકામાં ઉભા રહી શકીએ છીએ, અને આપણા શરીર ઉપર અળાઈઓ ઘણી ઓછી કે નહિ જેવી પડે છે. પરંતુ શું તમે જાણો છો જે વિદેશના લોકો મિનીટ પણ તાપમાં નથી પસાર કરી શકતા, કેમ કે તેમના શરીર ઉપર અળાઈઓ અને ચકતા પડવા લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.