સિદ્ધિવિનાયક મંદિર સાથે જોડાયેલા છે આ રોચક તથ્ય, જે લગભગ જ તમને ખબર હશે

સિદ્ધી વિનાયક મંદિર ભગવાન ગણેશજીના સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આ મંદિર મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં આવેલું છે અને કરોડો લોકોની આસ્થા સિદ્ધી વિનાયક મંદિર સાથે જોડાયેલી છે. દર વર્ષે કરોડો રૂપિયાનો ચડાવો આ મંદિરમાં ચડાવવામાં આવે છે અને દુર દુરથી લોકો આ મંદિરમાં આવીને ગણપતિ બપ્પાના દર્શન કરતા રહે છે.

ગણેશ ચતુર્થીના અવસર ઉપર આ મંદિરમાં ભક્તોનો ભારે મેળાવડો જોવા મળે છે અને ઘણા પ્રકારના વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ તે દરમિયાન મંદિરમાં કરવામાં આવે છે.

સિદ્ધીવિનાયક મંદિરને સિદ્ધીવિનાયક નામ કેવી રીતે મળ્યું અને સિદ્ધીવિનાયક મંદિર સાથે જોડાયેલા રોચક તથ્યો વિષે આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ.

કેમ કહેવામાં આવે છે સિદ્ધીવિનાયક મંદિર

ભગવાન ગણેશજીના ઘણા રૂપોનું વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે અને સિદ્ધીવિનાયક રૂપ ભગવાન ગણેશજીના સૌથી લોકપ્રિય રૂપો માંથી એક છે. સિદ્ધીવિનાયક રૂપ તરીકે ભગવાન ગણેશજીની સૂંઢ જમણી તરફ વળેલી હોય છે. આ મંદિરમાં ભગવાન ગણેશજીના સિદ્ધીવિનાયક રૂપની પૂજા કરવામાં આવે છે. જેને લઈને આ મંદિરને સિદ્ધીવિનાયક મંદિર કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે લોકો સાચા મનથી ગણેશજીની સિદ્ધીવિનાયક રૂપમાં પૂજા કરે છે તેની દરેક કામના પૂર્ણ થઇ જાય છે.

સિદ્ધીવિનાયક મંદિર સાથે જોડાયેલા થોડા રસપ્રદ તથ્ય

સિદ્ધીવિનાયકને ‘નવસાચા ગણપતિ’ જે ‘નવસાલા પાવણારા ગન્પરી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મરાઠી નામ છે જેનો અર્થ થાય છે કે ભગવાન પાસે સાચા મનથી જે પણ વસ્તુ માંગવામાં આવે ભગવાન તે જરૂર આપી દે છે.

સિદ્ધીવિનાયક મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરનું નિર્માણ ૧૯ નવેમ્બર ૧૮૦૧માં કરવામાં આવ્યું હતું. આ મંદિર લક્ષ્મણ વિથુ પાટીલ નામના એક જમીનદાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. જયારે આ મંદિર બન્યું ત્યારે તે ઘણું જ નાનું હતું.પછી પાછળથી આ મંદિરને વિસ્તારવામાં આવ્યું.

એવી માન્યતા છે કે જે લોકો ઉઘાડા પગે આ મંદિરમાં આવે છે તેની દરેક કામનાને ભગવાન પૂર્ણ કરી દે છે અને તે કારણ છે કે ઘણા ભક્તો ઉઘાડા પગે ચાલીને સિદ્ધીવિનાયકના દર્શન કરવા માટે આવે છે.

ગણેશજીની મૂર્તિ સાથે જ તેમની બંને પત્નીઓ રિદ્ધી અને સિદ્ધીની પણ પૂજા આ મંદિરમાં કરવામાં આવે છે અને આ મંદિરમાં તે બંનેની મૂર્તિઓ ગણેશજી સાથે જ બિરાજમાન છે.

સિદ્ધીવિનાયક મંદિર બનાવવાની સાથે એક કથા જોડાયેલી છે અને કથા મુજબ આ મંદિરનું નિર્માણ કરવા માટે એક ગરીબ ખેડૂત મહિલાએ રોકડ રકમનું દાન કર્યું હતું. આ મહિલાને બાળકો થતા ન હતા અને આ મહિલાએ ભગવાન પાસે સંતાન પ્રાપ્તિની કામના કરતા આ મંદિરના નિર્માણ માટે રોકડ રકમનું દાન કર્યું હતું.

સિદ્ધીવિનાયક મંદિરમાં દરરોજ આરતી કરવામાં આવે છે. આમ તો મંગળવારના રોજ થતી આરતી ઘણી પ્રસિદ્ધ છે અને આ આરતીનો ભાગ બનવા માટે લોકો દુર દુરથી આવે છે.

આ મંદિરમાં ચાંદીના બે ઉંદર પણ બનાવવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવે છે કે આ ઉંદરના કાનમાં જે પણ કામના કહેવામાં આવે છે તે પૂરી થઇ જ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.