બાળપણમાં ખુબ ક્યૂટ દેખાતા હતા સિદ્ધાર્થ શુકલા, મોડલિંગમાં કરી હતી જોનઅબ્રાહમની છુટ્ટી

બિગબોસને શરુ થયાને લગભગ બે મહિનાનો સમય થવા આવ્યો છે. આ વખતની સીઝન બીજી સીઝનોથી ઘણી સારી છે. આ વખતે શોમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મી દેસાઈ, દેબોલીના ભટ્ટાચાર્ય, માહીરા શર્મા, હિમાંશુ ખુરાના, પારસ છાબડા જેવા જાણીતા કલાકારો આવે છે, જે શોને ઈંટરેસ્ટીંગ બનાવવામાં કાંઈ બાકી નહિ રાખે. શો ના કંટેસ્ટેન્ટસ પોતાની ગેમ સારી રીતે રમી રહ્યા છે.

શો માં દર્શક સિદ્ધાર્થ શુક્લાને ઘણા વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને છોકરીઓ વચ્ચે તેમની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે. સાથે જ સિદ્ધાર્થ અને રશ્મીના અફેયર પણ ઘણા સમાચારોમાં છવાયેલા રહે છે. એક સમયે સિદ્ધાર્થ અને રશ્મી એક બીજાને ડેટ કરી ચુક્યા છે. આમ તો રશ્મી પહેલી છોકરી નથી જેને સીદ્ધાથે ડેટ કરી છે. તેમનું નામ ટીવી જગતની ઘણી બીજી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચુક્યું છે.

એ કહેવું ખોટું નહિ રહે કે, આ વખતે શો ની ટીઆરપી સિદ્ધાર્થ શુક્લાને કારણે જ વધી રહી છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે, જો સિદ્ધાર્થ શો માં ન હોત તો આ વખતે બીગ બોસમાં ખાસ કાંઈ ન હોત. સિદ્ધાર્થ આ સીઝનથી સૌના પોપુલર કંટેસ્ટેન્ટ છે. સિદ્ધાર્થને અમુક લોકો ‘વન મેન’ આર્મી કહીને બોલાવવા લાગ્યા છે. સિદ્ધાર્થ શુક્લા નાના પડદાના શાહરૂખ ખાન કહેવાય છે.

સિદ્ધાર્થના ગુડ લુક્સ ઉપર દુનિયાભરની છોકરીઓ ફિદા છે. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત વર્ષ ૨૦૦૮માં સીરીયલ ‘બાબુલ કા આંગણ છૂટે ના’ થી કરી હતી. ત્યાર પછી તે ઘણી ટીવી સીરીયલમાં પણ જોવા મળ્યા. ફિલ્મ ‘હ્મ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ થી તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સમાચારોના જણાવ્યા મુજબ તો સિદ્ધાર્થ રશ્મી દેસાઈ ઉપરાંત સેફાલી જરીવાલા, તનીષા મુખર્જી, આરતી સિંહ, આકાંક્ષા પૂરી, સ્મૃતિ બંસલ અને દ્રષ્ટિ ધામીને પણ ડેટ કરી ચુક્યા છે. સેફાલીએ તો પોતે કબુલ કર્યું હતું કે, એક સમયમાં તે અને સિદ્ધાર્થ રીલેશનશીપમાં હતા.

શેફાલી પણ આ દિવસોમાં બીગ બોસ ૧૩ ના ઘરમાં જોવા મળી રહી છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સિદ્ધાર્થ શુક્લાના બાળપણ અને મોડલિંગના બંનેના થોડા ફોટા લઈને આવ્યા છીએ. ખરેખર પહેલાના ફોટામાં સિદ્ધાર્થ એકદમ અલગ જોવા મળતા હતા.

ફોટો જુઓ :

ફોટો : 01

ફોટો : 02

ફોટો : 03

ફોટો : 04

ફોટો : 05

ફોટો : 06

ફોટો : 07

ફોટો : 08

ફોટો : 09

ફોટો : 010

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.