સિદ્ધાર્થ શુક્લા-રશ્મિ દેસાઈના સંબંધ પર શહનાઝ ગિલનો દાવો, જણાવ્યું : બંને એ કોર્ટમાં લગ્ન કર્યા હતા

બીગ બોસ ૧૩ માં સિધાર્થ શુક્લા અને રશ્મી દેસાઈના સંબંધ ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. શો માં આ બંને જણા વચ્ચે આટલી નફરત પાછળનું કારણ ફેન્સ જ નહિ કંટેસ્ટેન્ટસ પણ જાણવા માંગે છે. એક અહેવાલ મુજબ એક સમયે બંનેના અફેયર હતા. અને પંજાબની કટરીના કેફ શહનાજ ગીલને પણ એવું લાગી રહ્યું છે કે સિદ્ધાર્થ અને રશ્મી એક બીજાને ડેટ કરી ચુક્યા છે.

ગુરુવારના એપિસોડમાં શહનાજ સિદ્ધાર્થ શુક્લાને રશ્મી સાથે તેના સંબંધને લઈને ખિજાતી જોવા મળી. ગાર્ડન એરિયામાં બિગ બોસ ડીલીવરી ટાસ્ક પૂરો થયા પછી આરતી સિંહ, શહનાજ ગીલ, સિદ્ધાર્થ શુક્લા મસ્તી કરી રહ્યા હતા. ત્યારે શહનાજે કહ્યું મને ખબર છે કે, તારું સેટિંગ હતું, પરંતુ હવે બધું પૂરું થઇ ગયું છે. છતાં શહનાજ સિદ્ધાર્થને પૂછે છે કે, તેનું અને રશ્મિનું અફેયર હતું? જવાબમાં સિદ્ધાર્થ કહે છે – તું કોણ છે, શું તું મારી માં છો?

ત્યાર પછી શહનાજ સિદ્ધાર્થ સાથે ગેમ રમે છે. તે સિદ્ધાર્થને પોતાની એક ભૂલ પકડવાનું કહે છે, પરંતુ સિદ્ધાર્થ તે ગેમમાં કોઈ પાર્ટીસીપેશન નથી દેખાડતા. ત્યારે શહનાજ અસીમ રીયાઝ પાસે જાય છે અને તેની એક આંગળી પકડવાનું કહે છે. ત્યાર પછી શાહનાજે દાવો કર્યો કે રશ્મી સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ હતી.

બીજી વખત આંગળી પકડવા ઉપર શહનાજે કહ્યું – સિદ્ધાર્થ હજુ પણ રશ્મી સાથે પ્રેમ કરે છે. ત્યાર પછી શહનાજ મજાક કરતા કહે છે કે સિદ્ધાર્થ અને રશ્મીના કોર્ટ મેરેજ થઇ ગયા હતા. તે પહેલા પણ શહનાજ, સિદ્ધાર્થ અને રશ્મીનું સત્ય જાણવાની ઉત્સુકતા દેખાડી ચુકી છે.

પારસ – માહીરા પહોંચ્યા બીગ બોસના આગળના પડાવમાં :

બિગ બોસ હોમ ડીલીવરી ટાસ્કમાં પારસ છાબડા વિનર રહ્યા છે. તેમણે પોતાની સાથે આગળના પડાવમાં જવા માટે માહીરા શર્માનું નામ સામે મુક્યું. હવે ઘરમાં માહીરા – પારસને છોડી બધા કંટેસ્ટેન્ડસ નોમીનેટેડ છે. આ અઠવાડિયે ૧ કે ૨ કંટેસ્ટેન્ટસ ફરીથી ઘર વગરના થશે. બીગ બોસ હાઉસમાં પાંચમાં અઠવાડિયામાં વાઈલ્ડ કાર્ટ કંટેસ્ટેન્ટસની એન્ટ્રી થવાની છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.