જાણો કેવી રીતે ‘કીડીઓના ઈશારા’ જણાવે છે ભવિષ્યના સંકેત, કીડી કરે છે કેટલીક આગાહી.

કીડીઓ વિષે વધુ જણાવવાની જરૂર નથી. પૃથ્વીના આ નાના જીવની ક્ષમતા આગળ મોટા મોટા જાનવરો પણ હારી જાય છે. એક કીડી પોતાના વજનથી ૧૦ ગણું વધુ વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહિ કીડી એવો જીવ છે, જે ક્યારે પણ હાર નથી માનતી. કીડીઓ જૂથ બનાવીને રહેવાનું પસંદ કરે છે. કીડીઓમાં એક રાણી હોય છે, જે બધાને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

વરસાદને લઇને કરવામાં આવે છે ઘણી ભવિષ્યવાણી :

ત્રણ પ્રકરની ઋતુ આવે છે અને કીડીઓ ઋતુ વિષે સારી રીતે જાણે છે. શીયાળાની ઋતુમાં તે જલ્દી જોવા નથી મળતી, પરંતુ જેવી ગરમી અને વરસાદની ઋતુ આવે છે, તે દેખાવાનું શરુ થઇ જાય છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને વરસાદ શરુ થવાનો છે. વરસાદને લઇને ઘણા પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવે છે, પરંતુ બધું સાચું હોય તે જરૂરી નથી.

કીડીઓ પણ કરે છે ભવિષ્યવાણી :

માત્ર જ્યોતિષીઓ જ નહિ વરસાદ વિષે ભવિષ્યવાણી કીડીઓ પણ કરે છે, પરંતુ કીડીઓ આ કામમાં ઘણી હોંશિયાર હોય છે. કીડીઓ વરસાદ પહેલા જ તેની જાણ કરી દે છે. વરસાદ પહેલા કીડીઓ સંકેત આપી દે છે. આમ તો એ અલગ વાત છે કે તેના સંકેતને બધા લોકો સમજી નથી શકતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કીડીઓના સંકેત સમજી શકાય છે.

ઈંડા લઇને ચડી જાય છે ઝાડ કે કોઈ ઊંચા સ્થાન ઉપર :

હંમેશા તમે જોયું હશે કે જેવો વરસાદની ઋતુ શરુ થવાની હોય છે કીડીઓ કોઈ ઊંચા સ્થાન કે ઝાડ ઉપર ચડતી ઉતરતી જોવા મળે છે. જયારે તેને નજીકથી જોવામાં આવે તો ખબર પડે છે કે તેના મોઢામાં કોઈ સફેદ વસ્તુ છે. ખાસ કરીને આ સફેદ વસ્તુ કાંઈ બીજું નથી પરંતુ કીડીઓના ઈંડા હોય છે. તે પોતાના ઈંડાને સુરક્ષિત રાખવા માટે તેને ઊંચા સ્થાન ઉપર લઇ જાય છે.

પાણીમાં નાખી દે પોતાના ઈંડા તો સમજી જાવ બંધ થવાનો છે વરસાદ :

જો તમને ક્યાય એવું જોવા મળે તો સમજી જાવ કે વરસાદ થવાનો છે. પ્રાચીન કાળમાં તે જોઈને જ વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હતું. આજે પણ ગામડામાં ઘણા સ્થળો ઉપર આવી જ રીતે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. તે ઉપરાંત જો કીડીઓ વરસાદના પાણીમાં પોતાના ઈંડા નાખી દે તો તેનો અર્થ વરસાદ બંધ થવાનો છે. કીડીઓની આ હરકતો જોઈને વરસાદના શરુ થવા અને બંધ થવા વિષે પહેલેથી જાણી શકાય છે.

તમે પણ તમારા ઘરમાં કાળી કીડીને કે લાલ કીડીને આ રીતે જોઈ હશે. સાથે તમે વરસાદ થાય તેને પણ એની સાથે સરખાવસો તો તમને ખ્યાલ આવી જશે કે કીડીનું અનુમાન કેટલું સચોટ હોય છે.  કુદરતે પણ જંતુ અને પ્રાણીઓમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.