આપણા સમાજમાં લોકોની ઓળખ પોતાની અટક એટલે કે ટાઈટલથી થાય છે. ભારતમાં અટક જ પોતાની ઓળખ હોય છે. આપણા સમાજમાં દરેક જાતિની એક જુદી જ અટક હોય છે. અમુક ધર્મ અને સમાજને બાદ કરતા દરેક જગ્યાએ મહિલા અને પુરુષોની અટકમાં પણ એક સમાનતા જ હોય છે.
પણ શીખ ધર્મ જ એક એવો અનોખો ધર્મ છે, જ્યાં એવી વાત જોવા નથી મળતી. તમામ ધર્મોથી અલગ શીખ ધર્મમાં મહિલાઓ અને પુરુષોની અટક જુદી જુદી હોય છે. શું તમે ક્યારેય કોઈ શીખ કુટુંબને મળ્યા છો કે પછી તેમની પાસેથી તે જાણવાનો પ્રયત્ન કર્યો છે, કે પુરુષોના નામની અટક અને મહિલાઓની અટક જુદી કેમ હોય છે?
ખાસ કરીને, તમે જો આખા વિશ્વમાં ફરી લેશો, તો તમે જાણશો કે હિંદુ, મુસ્લિમ અને ક્રિશ્ચયન ધર્મોમાં જે પુરુષની અટક હોય છે, તે મહિલાઓની પણ હોય છે. દરેક ધર્મની જાતિઓમાં જુદી જુદી અટક હોય છે. પણ આ દુનિયામાં એક ધર્મ એવો પણ છે, જેમાં જાતિઓની અટક નથી હોતી, પણ માત્ર અને માત્ર પુરુષો અને મહિલાઓની અટક જુદી જુદી હોય છે. શીખ ધર્મના જેટલા પણ અનુયાયી હોય છે, તેમાં તમે જાતી વિષયમાં વહેચેલા નહી ઓળખી શકો, કારણ કે તેમની અટક એક જેવી જ હોય છે. પુરુષોની અટક સિંહ, તો તમામ મહિલાઓની કૌર.
આવો જાણીએ કારણ :
આ નામ અને અટકની પાછળ પણ મોટી રસપ્રદ વાત છે. માનવામાં આવે છે કે શીખ ધર્મમાં દરેક પુરુષના નામ પછી સિંહ અને મહિલાઓના નામ પછી કૌર લગાવવું ફરજીયાત માનવામાં આવે છે. પુરુષોના નામમાં સિંહ અને મહિલાઓના નામમાં કૌરને શીખ ધર્મની ઓળખના રૂપમાં પણ ગણવામાં આવે છે. જેમ કે ગુરપ્રીત સિંહ, મનપ્રીત કૌર, પણ સિંહ અને કૌરના ઉપયોગ પાછળ પણ એક ઉદેશ્ય છે, અને એક વિશેષ પરંપરા પણ.
સિંહ અને કૌરના ઉપયોગ પાછળનું રહસ્ય અને ઈતિહાસ :
શીખ ધર્મમાં એવું માનવામાં આવે છે, કે ઈ.સ. ૧૬૯૯ ની આસ પાસ સમાજમાં જાતી પ્રથાની બોલબાલા હતી. જાતી પ્રથા આપણા સમાજમાં એવી રીતે મળતી હતી કે તે એક અભિશાપ બની ગઈ હતી. જાતિવાદને લઈને શીખના દસમાં નાનક ‘ગુરુ ગોવિંદ સિંહ જી’ ઘણા દુ:ખી રહેતા હતા. તે આ પ્રથાને કોઈપણ રીતે દુર કરવા માંગતા હતા.
તેથી તેમણે ૧૬૯૯ માં વેશાખીનો તહેવાર ઉજવ્યો. તે દિવસે તેમણે પોતાના બધા અનુયાયીઓ પાસે એક જ અટક રાખવાનો આદેશ આપ્યો, જેથી તેનાથી કોઈ જાતિની ખબર ન પડે અને જાતી પ્રથા ઉપર લગામ લાગી જાય. તેથી ગુરુ ગોવિંદ સિંહે પુરુષોને સિંહ અને મહિલાઓને કૌરથી ઓળખ્યા.
તમને જણાવી દઈએ કે આ અટકનો પણ એક ખાસ અર્થ થાય છે. સિંહનો અર્થ શેર સાથે હતો, તો કૌરનો અર્થ રાજકુમારી સાથે. ગુરુ ગોવિંદ સિંહ ઈચ્છતા હતા કે તેમના બધા અનુયાયી એક ધર્મના નામથી ઓળખાય, નહી કે કોઈ જુદી જુદી જાતિથી.