સિલાઈ-ભરતકામ કરી ગુજારો કરતા માં-બાપના 2 દીકરા એકસાથે બન્યા IAS, આંખ ભીની કરી દેશે સંઘર્ષ કથા

મનુષ્યના જીવનમાં સફળતા ઘણી જરૂરી હોય છે. અને એને મેળવવા માટે ઘણા સાચો રસ્તો પસંદ કરે છે, તો ઘણા ખોટો રસ્તો પણ પસંદ કરે છે. પરંતુ સાચા દિલથી અને સાચી દિશામાં કરવામાં આવેલી મહેનત જરૂર રંગ લાવે છે. એવું જ એક જ ઘરના બે દીકરાઓએ સાબિત કરી દેખાડ્યું છે.

એમના IAS ઓફિસર બનવાનું સપનું એમના માતા પિતાએ જોયું હતું. અને એમણે માતા પિતાનું આ સપનું પૂરું કરવા માટે પોતાની આર્થિક સ્થિતિને કયારેય અડચણ રૂપ બનવા નથી દીધી. અને જયારે એમને એનું પરિણામ મળ્યું, તો એમના માતા પિતાની ખુશીનો અનુભવ શું હશે એ તો તેઓ જ સમજી શકે છે.

જયારે એક જ ઘરના બે દીકરા એટલે કે બે ભાઈઓએ સિવિલ સર્વિસમાં સારી સફળતા પ્રાપ્ત કરી, તો એ માં ની ખુશીનું ઠેકાણું ન રહ્યું હોય, જે રાત્રે એમના ભણવાના સમયે પણ જાગતી રહેતી હતી. સિલાઈ – ભરતકામ કરીને ગુજારો કરતા માં-બાપના 2 દીકરા એકસાથે બન્યા IAS, એમના આ સંઘર્ષમાં એમના માતા પિતાએ ઘણો સાથ આપ્યો છે.

સિલાઈ – ભરતકામ કરીને ગુજારો કરતા માં-બાપના 2 દીકરા એકસાથે બન્યા IAS

રાજસ્થાનના ઝુંઝુનું શહેરના મોદી રોડ પાસે રહેવા વાળા સુભાષ કુમાવત અને એમની પત્ની રાજેશ્વરી દેવીના દિલને આજે ઘણી શાંતિ મળી છે. એમની આંખો ખુશીઓથી એટલી ભરાયેલી રહે છે કે, એમની ખુશીના આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા. ઘરમાં અભિનંદન પાઠવવાનો સિલસિલો શરુ જ છે, અને તે દરેકને ઘણી વિનમ્રતા સાથે મળી રહ્યા છે. સુભાષ સિલાઈનું કામ કરે છે અને રાજેશ્વરી ભરતકામ કરે છે. અને એમના ત્રણ માંથી બે દીકરા સિવિલ સર્વિસીસમાં સિલેક્ટ થઇ ગયા છે.

હાલમાં યુપીએસસીનું પરિણામ જાહેર થયું, એમાં એમના મોટા દીકરા પંકજ કુમાવતને 443 મો અને અમિત કુમાવતને 600 મો રેન્ક મળ્યો છે. અને આ પરિવારમાં આ પહેલા કોઈને સરકારી નોકરી મળી નથી. અને આ બે ભાઈઓએ આ ખાનદાનની વિડંબનાને તોડી નાખી. પંકજ કુમાવતે આઈઆઈટી દિલ્લીથી મિકેનિકલમાં બીટેક કર્યુ છે, અને થોડા સમયથી નોઈડાની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા.

તેમજ નાના ભાઈ અમિતને પણ તેમણે એ જ જગ્યા પર પોતાની સાથે કામે લગાડ્યો હતો. અમિતે પણ આઈઆઈટી દિલ્લીથી બીટેક કર્યુ છે. બંને ભાઈ દિલ્લીમાં ભણતા હતા અને બંનેનું એક જ સપનું હતું, કે તે દેશની સૌથી મોટી પરીક્ષામાં સફળ થઇ જાય. માતા પિતાનું સપનું પૂરું કરવા માટે બંને ભાઈઓએ દિવસ રાત મહેનત કરી છે.

અમિત અને પંકજને ભણાવવા એમના માટે સરળ ન હતું :

પંકજ અને અમિતે જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે અમને અમારા માતા પિતાએ કઈ રીતે ભણાવ્યા છે. અમારા માટે ભણવું તો સરળ હતું, પણ એમના માટે અમને ભણાવવા ઘણું મુશ્કેલ હતું. એમણે હંમેશા અમારી ફી, કપડાં, પુસ્તકો અને બીજી બધી વસ્તુઓની વ્યવસ્થા કરી રાખી છે, અને અમને ક્યારેય અમને કયારેય અનુભવ નથી થવા દીધો કે અમારી પાસે પૈસા નથી.

અમને ચાર ભાઈ બહેનોને ભણાવવા માટે મમ્મી પપ્પાએ અમારા માટે ઘણું બધું કર્યુ છે. ઘરે આખી રાત જાગીને પપ્પા સિલાઈ કામ કરતા અને માં ભરતકામ કરતી હતી. ત્યારે જઈને અમારા માટે રૂપિયા ભેગા થઇ શકતા હતા. તે હંમેશા કહેતા હતા કે તમારે લોકોએ ભણી ગણીને મોટા માણસ બનવાનું છે. પંકજે જણાવ્યું કે જો તમારા મનમાં કઈંક બનવાની ઈચ્છા છે તો કમીઓ, પરેશાનીઓ અને નકારાત્મક વસ્તુઓને ક્યારેય પણ એની સામે નહિ આવવા દેવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.