સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટરથી બન્યા મોબાઈલ કંપનીના માલિક, 2 વર્ષમાં ચીની કંપનીઓની એન્ટ્રીથી બગડ્યો કારોબાર

તમે અલગ અલગ કંપનીઓ શરૂ કરનાર લોકોના જીવનના કિસ્સા વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે. લોકોને સફળતા અને નામ એમ જ નથી મળી જતા. એના માટે તેમણે ઘણી મહેનત કરવી પડે છે. આજે અમે તમને એક એવી જ કંપની વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હશે. તો આવો જાણીએ કઈ છે તે કંપની અને કોણ છે એ વ્યક્તિ?

ભારતમાં છેલ્લા બે વર્ષથી ચીની કંપનીઓનું પુર જ આવી ગયું છે, જે દેશી મોબાઈલ બનાવતી કંપનીઓ માટે મુશ્કેલી બની ગઈ. બે વર્ષ પહેલા વર્ષ ૨૦૧૭ સુધી દેશી મોબાઈલ બનાવતી કંપની કાર્બન ભારતના ૧૦ ટકા માર્કેટ ઉપર છવાયેલી હતી. જયારે તેની રેવન્યુ 3,૪૫૬ કરોડ રૂપિયા હતી.

આમ તો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯ સુધી કંપનીનો રેવન્યુ ઘટીને ૧,૨૩૪ કરોડ રૂપિયા રહી ગયો. વર્ષ ૨૦૧૪ સુધી ભારતની મોબાઈલ બનાવતી મોટી કંપનીઓમાં જોડાઈ હતી. પરંતુ બે વર્ષની અંદર જ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ૧૪ હજારથી ઘટીને ૧૮૦૦ રહી ગઈ.

સીમ કાર્ડ ડીસ્ટ્રીબ્યુટરમાંથી બન્યા મોબાઈલ કંપનીના માલિક :

પ્રદીપ જૈન નામના વ્યક્તિએ બેંગ્લોરમાંથી કાર્બન મોબાઈલ કંપનીની શરુઆત કરી હતી. પ્રદીપ વર્ષ ૧૯૯૨ માં ઈગલ ફ્લેક્સના ડીસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા. ત્યાર પછી વર્ષ ૧૯૯૫ થી ૧૯૯૮ સુધી એયરટેલના સીમ કાર્ડ ડીસ્ટ્રીબ્યુટર અને એક્ટીવેશનના વેપારમાં રહ્યા. તે દરમિયાન નોકિયા સાથે મળીને પણ તેમણે કામ કર્યું. પછી વર્ષ ૨૦૦૦ થી વર્ષ ૨૦૦૯ સુધી પ્રદીપના ડીસ્ટ્રીબ્યુશન કીટમાં સેમસંગ, એચટીસી, પેનાસોનિક, મોટારોલા જેવી કંપનીઓ જોડાઈ ગઈ.

૨૦૧૪ સુધી કાર્બન ભારતની મોટી મોબાઈલ કંપનીઓમાં જોડાઈ હતી :

પ્રદીપે વર્ષ ૨૦૧૦ માં ૯૦૦ કરોડ રૂપિયા સાથે ફીચર ફોનની દુનિયામાં પ્રવેશ કર્યો, અને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી વર્ષના ૨૭ મીલીયન ફોન વેચી નાખ્યા. ત્યાર પછી ૨૦૧૪ માં કાર્બને સ્માર્ટફોન લોન્ચ કર્યો. ગૌતમ ગંભીર અને વિરેદ્ર સહવાગ કાર્બન મોબાઈલ બ્રાંડ એંબેસ્ડર રહ્યા.

આમ તો વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ વચ્ચે ચીની મોબાઈલના ભારતમાં આવ્યા પછી કાર્બન મોબાઈલ વેચાણ લગભગ બંધ જ થઇ ગયું. તો આ રીતે ચીની મોબાઈલ કંપનીએ ભારતીય મોબાઈલ કંપનીનો વેપાર તોડી પાડ્યો અને સારી એવી ચાલતી કંપનીની વાત લગાવી દીધી.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.