પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

બહેન-ભાઈનો નિષ્કપટ પ્રેમ : ભરતપુરમાં પરિણીત બહેને લીવર આપીને ભાઈને આપ્યું હતું નવું જીવનદાન

રાખડીનો કાચો દોરો સંબંધોની પવિત્રતા અને સમર્પણની દૃષ્ટિએ કેટલો મજબૂત હોય છે, તેને નદબઈના ઉંચ ગામની રહેવાસી મમતા સિંહે સાબિત કર્યું છે. મમતાએ પોતાના મોટા ભાઈ સંજય રૌતવારને લીવર ડોનેટ કરીને ભાઈ-બહેનના સંબંધને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે. એટલા માટે તેમના માટે રક્ષાબંધનનો પર્વ દર વર્ષે કંઈક ખાસ હોય છે.

બે વર્ષ પહેલાની વાત છે. નદબઈ રહેવાસી સંજય રૌતવાર કમળાનો શિકાર થઈ ગયા અને તે દરમિયાન તેમનું લીવર ડેમેજ થઈ ગયું. ઘણી જગ્યાએ ઈલાજ પછી દિલ્લી એપોલોના ડો. નીરજ ગોયલે લીવર બદલવા પર દબાણ કર્યું. 5 ભાઈ-બહેનો વચ્ચે સંજય સૌથી મોટા અને મમતા સૌથી નાની બહેન છે. નાની બહેન હોવાને લીધે સંજયનો તેમની સાથે લગાવ પણ વધારે છે.

મમતાએ મુક્યો લીવર ડોનેટ કરવાનો પ્રસ્તાવ :

બહેન મમતાને ખબર પડી તો તે આગળ આવી અને લીવર ડોનેટ કરવાનો પ્રસ્તાવ મુક્યો. પરિણીત બહેનના આ આગ્રહથી સંજય સિંહ દુવિધામાં હતા. તેમની શંકાને મમતાના પતિ અજય સિંહે આવીને દૂર કરી. તેમણે કહ્યું કે, મમતા જ નહિ મારો આખો પરિવાર તમારી સાથે છે. મમતા દ્વારા લીવર ડોનેટ કરવાથી અમને બધાને પ્રસન્નતા થશે. બહેનના આ નિર્ણય પર તેના આખા પરિવારને સાથે ઉભો જોઈએ સંજય સિંહે સહમતી આપી, અને જૂન 2018 માં દિલ્લીમાં લગભગ 22 કલાક ચાલેલા ઓપરેશન પછી મમતાનું લીવર મોટા ભાઈ સંજયને ટ્રાન્સપ્લાંટ થયું.

શું કહે છે ભાઈ-બહેન :

બહેન એમએ બીએડ મમતા સિંહ કહે છે કે, સંજય સિંહ મારા મોટા ભાઈ જ નહિ પણ પિતા તુલ્ય છે. તેમનું જીવન સંકટમાં આવ્યું તો મેં લીવર આપવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ભાઈ અચકાઈ રહ્યા હતા, પણ હું અને પરિવાર અડગ હતા. લગભગ અઢી મહિના પછી ભાઈ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા તો તેમને મળ્યા પછી સાચા અર્થમાં રક્ષાબંધનના પર્વનો અનુભવ થયો.

ભાઈ સંજય રૌતવાર કહે છે કે, રક્ષાબંધન પર્વ બહેનના સંરક્ષણના સંકલ્પ માટે જાણવામાં આવે છે, પણ મારી બહેન મમતાએ તો મને જ જીવનદાન આપીને આ પર્વ અને સંબંધને નવી ઊંચાઈ આપી છે. મને નવું જીવન આપ્યું. એટલા માટે હવે તે મારા માટે દીકરા સમાન છે. હું દરેક રક્ષાબંધન પર તેના સમર્પણને યાદ કરું છું તો ગર્વ અનુભવું છું કે, મારી બહેન કેટલી દયાળુ અને સમજદાર છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.