સિંદૂરનો આ ચમત્કારિક ઉપાય જીવનની બદલી દેશે દશા, માં લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગી થશે દૂર

પરણિત મહિલાઓનો શૃંગાર સિંદુર હોય છે. મહિલાઓ પોતાના સુહાગની નિશાની તરીકે તેને પોતાના સેંથામાં લગાવે છે. પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સિંદુરથી પોતાનો સેંથો પૂરે છે. હિંદુ ધર્મમાં પણ સિંદુરનું એક અલગ જ મહત્વ માનવામાં આવે છે. દેવી દેવતાઓની પૂજામાં પણ સિંદુરનો ઉપયોગ કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, સિંદુર વગર દેવી દેવતાઓની પૂજા પૂરી નથી માનવામાં આવતી. પરંતુ શાસ્ત્રોમાં સિંદુરના એવા ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે, તેને જો અપનાવવામાં આવે તો તેનાથી જીવનની દશા અને દિશા બંને જ બદલાઈ જશે. સિંદુર સાથે જોડાયેલા થોડા એવા ઉપાય છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે.

આજે અમે તમને સિંદુરના થોડા ઉપાયો વિષે માહિતી આપવાના છીએ, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમને તમારા જીવનના દુઃખ અને તકલીફોમાંથી છુટકારો મળશે અને મહાલક્ષ્મીજીની કૃપાથી આર્થિક તંગી દુર થશે.

આવો જાણીએ સિંદુરના આ ચમત્કારિક ઉપાયો વિષે.

આર્થિક તંગી દુર કરવા માટે :

આજના સમયમાં પૈસા દરેક માણસની મોટી સમસ્યા છે. દરેક વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. જો તમારે તમારા જીવનની આર્થિક તંગીને દુર કરવી છે, તો તેના માટે તમે અકાક્ષી એટલે કે એક આંખ વાળા નારિયેળ ઉપર સિંદુર લગાવીને તેને લાલ કપડામાં બાંધીને પૂજા કરો. તેની સાથે જ તમારે ધનની દેવી માતા લક્ષ્મીજીનું ધ્યાન કરવાનું રહેશે. આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો, તેનાથી તમને તમારા ધંધામાં પ્રગતી મળશે અને તમારા જીવનમાં જે પણ ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી થઇ રહી છે તે પણ દુર થશે.

વાસ્તુ દોષ દુર કરવા માટે :

જો તમે તમારા ઘરના વાસ્તુ દોષ દુર કરવા માગો છો, તો તમે તમારા ઘરના દરવાજા ઉપર તેલ અને સિંદુર લગાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ એમ કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ નહિ કરે, અને ઘરના વાસ્તુ દોષ પણ દુર થશે. આ ઉપાય કરવાથી કુટુંબના લોકો ઉપર માતા લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહેશે.

ધનના નુકશાનથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય :

જો તમારે જીવનમાં વારંવાર ધનના નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેના માટે તમે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને હનુમાનજીને અર્પણ કરો. તમારે આ ઉપાય મંગળવાર કે શનિવારના દિવસે કરવાનો રહેશે અને આ ઉપાય પાંચ મંગળવાર કે શનિવાર સુધી કરો. જયારે તમે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને હનુમાનજીને અર્પણ કરી રહ્યા છો ત્યારે તમે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ જરૂર ચડાવો અને આ પ્રસાદને લોકોમાં વહેચો. આ ઉપાય કરવાથી ધન હાની દુર થાય છે.

જીવનના દુઃખ અને તકલીફોને દુર કરવા માટે :

વર્તમાન સમયમાં દરેક માણસનું જીવન દુઃખ અને તકલીફોથી ભરેલું છે, દરેક વ્યક્તિ પોતાના જીવનની મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ ઘણી વખત જોવામાં આવે છે કે, તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય છે. જો તમે પણ તમારા જીવનના દુઃખ દુર કરવા માગો છો, તો તેના માટે તમે સિંદુરના ઉપાય જરૂર અપનાવી શકો છો. તેના માટે તમે એક પાનના પાંદડા ઉપર ફટકડી અને સિંદુર મૂકીને પોટલી બનાવી લો, અને બુધવારના દિવસે તમે તેને કોઈ પીપળાના ઝાડ નીચે પથ્થર દબાવીને રાખી દો.

પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે, જ્યારે તમે તેને દબાવીને પાછા ફરી રહ્યા હો તો તમારે પાછા વળીને બિલકુલ જોવાનું નથી, નહિ તો આ ઉપાયની અસર નહિ કરે. તમારે આ ઉપાય સતત ત્રણ બુધવાર સુધી કરવાના રહેશે, તેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ ઓછી થશે અને તેની સાથે સાથે તમારા અટકેલા કાર્ય પણ પ્રગતી ઉપર આવી જશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.