એકલતાથી નહિ પણ સિંગલ લોકોને આ 5 વાતોથી થાય છે સૌથી વધારે ચીઢ.

તે કઈ વાતો છે જેના કારણે સિંગલ લોકો ખુબ વધારે ચિઢાઈ જાય છે અને પરેશાન રહે છે. આજના સમયમાં લોકો ઈચ્છે છે કે તેઓ એક બીજા સાથે કમિટેડ રહે, પણ અમુક લોકો એવા પણ હોય છે કે સિંગલ એટલે કે એકલા રહેવાનું જ પસંદ કરે છે. તેઓ પોતાના જીવનનો સારી રીતે આનંદ માણે છે.

ઘણા લોકો એવા છે જે રિલેશનશિપ કરતા વધારે સિંગલ રહીને ઘણી સારી રીતે જીવન જીવે છે. સિંગલ રહેવું ન તો ખોટું છે અને તે ન તો તમને નબળા દેખાડે છે. પરંતુ તમારી સાથે જોડાયેલા અમુક લોકો વારંવાર તમને સિંગલ હોવાનો અનુભવ કરાવે છે. એ બધી વાતોને લીધે સિંગલ રહેવાવાળા લોકોને ચીઢ થવા લાગે છે. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તે કઈ વસ્તુઓ છે જેના લીધે સિંગલ લોકો ઘણા ચિઢાઈ જાય છે, અને પરેશાન રહે છે.

બીજાને વધારે રસ રહે છે : તમે સિંગલ રહેવાથી એટલા પરેશાન નથી, જેટલા બીજા લોકો રહે છે. તમે સિંગલ છો તેનાથી તમને કોઈ પરેશાની નથી, અને ન તો તેનાથી તમારા જીવનમાં કોઈ ફરક પડે છે. પણ તમે એ વાતથી જરૂર ચિઢાઈ જાવ છો જયારે બીજા લોકો તમારા અંગત જીવનને લઈને એકબીજા સાથે વાત કરે છે.

ડેટિંગ સાથે જોડાયેલી નકામી સલાહ : તમારા સિંગલ રહેવાનું સૌથી વધારે દુઃખ સંબંધીઓ અને મિત્રોને હોય છે, જેના લીધે તેઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે તમારી જોડી બનાવવાના સતત પ્રયત્ન કરતા રહે છે. જીવનમાં વારંવાર કરવામાં આવતી આ દખલગીરી તમારો સ્વભાવ ચીડિયો બનાવી દે છે.

પાર્ટનર શોધવાનો પ્રયત્ન : ઘણા લોકો પોતાના સિંગલ મિત્રોને શાંતિથી નથી રહેવા દેતા. તે લોકો હંમેશા એવા પ્રયત્ન કરે છે કે, તે પોતાના સિંગલ મિત્ર માટે પાર્ટનર શોધી લાવે. તે સિવાય તમારા મિત્રોને લાગે છે કે, તમે હંમેશા પાર્ટનરની શોધમાં લાગ્યા રહ્યો છો.

મિત્રો કરે છે વિચિત્ર વર્તન : તમારી આસપાસ જે મિત્રો રિલેશનશિપમાં છે તે તમારી સાથે વિચિત્ર વર્તન કરે છે. ઘણી વાર કમિટેડ લોકો સિંગલ લોકો સાથે એવો વ્યવહાર કરે છે, જાણે તેમના પર દયા આવી રહી હોય, આ આદતથી લોકો ઘણા ચિઢાઈ જાય છે.

લોકો તમને દયાના પાત્ર સમજે છે : તમને પોતાનાથી કોઈ ફરિયાદ નથી, પણ લોકોને તમારા પર દયા આવે છે. તમે જે સ્થિતિમાં છો, તેમાં તમે ખુશ છો. પણ તે લોકોને તમારી આ સ્થિતિ પર દુઃખ થાય છે અને તેને તમારું ખરાબ નસીબ સમજે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.