સિંહ વાર્ષિક રાશિફળ 2020 : ગ્રહોની ચાલ સિંહ રાશિ વાળાઓ માટે નવું વર્ષ કેવું જણાવી રહી છે, જાણો

સિંહ રાશિ : નવું વર્ષ તમારા પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધીનું કારક બનશે. સૂર્ય અને બુધના યોગથી બુધાદીત્ય યોગ બનશે જે તમને પ્રગતી અપાવશે. કારકિર્દીની બાબતમાં ખાસ કરીને આ વર્ષ કારકિર્દી માટે લાભદાયક સાબિત થવાનું છે. પ્રેમ સબંધ સારા રહેશે. પ્રોપર્ટીની ખરીદીના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.

કારકિર્દીની દ્રષ્ટિએ આ નવું વર્ષ તમારા માટે ઘણું પ્રગતિશીલ રહેવાનું છે. સાતમાં ભાવમાં ચંદ્ર તમારા જીવનસાથી સાથે સારા બોડીંગ તરફ ઈશારો કરી રહ્યો છે.

આ રાશિવાળાને માન સન્માન, પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી રાશિના સ્વામી સૂર્ય પાંચમાં સ્થાનમાં બુધ, ગુરુ, શની અને કેતુ સાથે બેસીને બુધાદીત્ય યોગ ઉભા કરી રહ્યા છે, જે આ વર્ષે તમારી પ્રતિષ્ઠામાં વધારાના સંકેત છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ નવું વર્ષ તમારા માટે ઘણું પ્રગતિશીલ રહેવાનું છે. સાતમાં ભાવમાં ચંદ્ર તમારા જીવનસાથી સાથે સારા સંબંધ તરફ ઈશારો કરી રહ્યા છે.

અને જો લવ લાઈફની વાત કરીએ તો આ વર્ષમાં કુંવારા વ્યક્તિઓ માટે વિવાહના યોગ ઉભા થશે. પ્રેમ સંબંધોમાં આવી રહેલા તણાવ દુર થશે. મંગળની શુભ સ્થિતિથી તમારા નવા ઘર, નવું વાહન કે કોઈ મોટી પ્રોપર્ટીની ખરીદીના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. સંતાન પ્રાપ્તિની કામના પૂરી થઇ શકે છે.

૨૪ જાન્યુઆરીના રોજ શનિ તમારી રાશિના છઠ્ઠા સ્થાનમાં આવી જશે. તેનાથી તમારા શત્રુઓની સંખ્યા વધી શકે છે. આરોગ્ય સાથ ઓછો આપશે. ૩૦ માર્ચના રોજ મકર રાશિમાં ગુરુના પ્રવેશ કરવાથી તમારા હરીફોમાં સફળતાના યોગ ઉભા થશે. માન સન્માન વધશે. બૃહસ્પતી અને શનિના મિલનથી નીચભંગ રાજયોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે તમને કોઈ મોટી સફળતા અપાવી શકે છે. આ સમયે લાભ પ્રાપ્તિની કોઈ પણ તકને હાથમાંથી ન જવા દો.

૧૧ મે ના રોજ શનિના વક્રી થવાથી દુશ્મનો વધુ પ્રબળ થઇ જશે. પરંતુ તમે તેનો સામનો કરવામાં સફળ થશો. તણાવ ઓછો લો. જીવનસાથીને શારીરિક તકલીફ થઇ શકે છે. કોઈ પણ કામમાં ધીરજની જરૂર પડશે.

૧૪ મે ના રોજ ગુરુ મકર રાશિમાં વક્રી થતા જ તમારા મારે શુભ સમય શરુ થઇ જશે. તમને તમાર તમામ કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. ૩૦ જુનના રોજ ગુરુ વક્રી અવસ્થામાં જ ધનુ રાશિમાં ભ્રમણ કરવા લાગશે. જે તમને નવું આયોજન કરવામાં મદદ કરશે.

વર્ષ ૨૦૨૦ માં જ રાહુનું રાશિ પરિવર્તન પણ થશે. ૨૩ સપ્ટેમ્બરના રોજ રાહુ વૃષભ રાશિમાં જતો રહેશે જે તમારી રાશિમાંથી કર્મભાવમાં હશે. તેનાથી તમારા કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. તે દરમિયાન તમને તમારા સિનિયર્સની સહાયતાથી આગળ વધવું પડશે. તે કેતુના સ્થાન ઉપર પ્રવેશ કરશો જે માતાના આરોગ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.

૨૯ સપ્ટેમ્બરના રોજ શનિ તેની મૂળ અવસ્થામાં આવતા જ તમારા માનસિક તણાવોમાં ઘટાડો આવવા લાગશે. ૨૦ નવેમ્બરના રોજ ગુરુ ધનુ રાશિમાંથી મકર રાશિમાં આવી જશે, જેથી તમને સફળતા ફરીથી મળવા લાગશે. બધું મળીને તમારા માટે વર્ષ ૨૦૨૦ ઘણું સારું રહેવાનું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.