અપંગ ભાઈને ખોળામાં ઉઠાવી સ્કૂલે લઈ જાય છે ડિમ્પલ, દરેકે વાંચવું જોઈએ આ બહેનનું સમર્પણ

નમસ્કાર મિત્રો, આજે અમે તમારી સમક્ષ એક સત્ય ઘટના લઈને આવ્યા છીએ જે એક બહેનનો પોતાના ભાઈ પ્રત્યેનો સાચો અને અતુટ પ્રેમ દર્શાવે છે. વાત છે 16 વર્ષનો દિવ્યાંગ બાળક યોગેશની. એનું સપનું છે લેક્ચરર બનવાનું, પણ બીમારીને કારણે એનું જીવન ઘરના ઉંબરા સુધી સીમિત રહી ગયું. એવામાં એની નાની બહેન ડિમ્પલ પોતાના ભાઈની બધી જવાબદારી સાંભળે છે. પોતાના ભાઈ યોગેશનું સપનું પૂરું થાય એના માટે તે એને રોજ ખોળામાં ઉંચકીને એને સ્કૂલે લઈને જાય છે. બંને ભાઈ બહેન ગામની સરકારી સ્કૂલમાં 11 માં ધોરણમાં ભણે છે.

નીમકાથાનાના સાંવલપુરા પાસે અજીતગઢના યોગેશ શર્માને બાળપણથી જ ગંભીર બીમારીએ જકડી લીધો હતો. માતા પિતાએ એનો ઘણો ઈલાજ કરાવ્યો, પણ તે હરી-ફરી શકતો નથી. એના પિતા ચા ની દુકાન ચલાવે છે. એની માં મનરેગા શ્રમિક છે. પરિવાર પાસે કમાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. છતાં પણ ડિમ્પલે હાર નહિ માની. એણે મન મક્કમ કરી લીધું કે ભાઈની નબળાઈને એના સપના પર હાવી નહિ થવા દે.

યોગેશના પરિવારજનોના જણાવ્યા અનુસાર નાની બહેન ડિમ્પલ એના ભાઈ યોગેશને સ્કૂલે લઈને જાય છે, એની સાળસંભાળ પણ તે રાખે છે. સ્કૂલે લઇ જવા અને પાછા લાવવા માટે બીજો ભાઈ પણ મદદ કરે છે. એ પણ તે જ સ્કૂલમાં ભણે છે. જણાવી દઈએ કે યોગેશે દશમાં ધોરણમાં 67 % મેળવ્યા છે.

એની પરીક્ષા દરમ્યાન પરિવારમાં કોઈનું મૃત્યુ થવાથી એના ભણતરમાં અડચણ આવી હતી, પણ એણે હિમ્મત હારી નહિ, અને મહેનત ચાલુ રાખી. યોગેશ એનો બધો શ્રેય ડિમ્પલને આપે છે. પેટમાં તકલીફ થવા પર યોગેશનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું, છતાં પણ તે સારો થયો નથી. તે લેક્ચરર બનવા માંગે છે. અને બહેનનું કહેવું છે કે એના સપના હું પુરા કરીશ. આમ તો એને ટ્રાઈ-સાઇકલ(ત્રણ પૈડાં વાળી સાઇકલ) મળી છે પણ ગામના રસ્તા ખાડા ટેકરા વાળા હોવાને કારણે એને ચલાવવી મુશ્કેલ છે.

જેમની બહેન આવી હોય છે એમને સફળ થવા માટે કોઈ રોકી નથી શકતું. સલામ છે એવી બહેનોને જે પોતાના ભાઈઓ અને પરિવાર માટે બધું કુરબાન કરવાં તૈયાર હોય છે. મિત્રો તમારા માંથી જેમની બહેન હોય તે પોતાની બહેનોને પરેશાન ન કરે, પણ એમને પ્રેમ કરે. કારણ કે પોતાની એક બહેન હોવાનું મહત્વ એને જ ખબર પડે છે જેની કોઈ બહેન હોતી જ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.