બહેનની બર્થડે પાર્ટીમાં જાન્હવીએ પહેર્યો એવો ટ્રાંસપરંટ ડ્રેસ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

થોડા જ દિવસોમાં જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. જાન્હવીએ થોડા સમય પહેલા ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાંત ખટ્ટર જોવા મળ્યા હતા. જે ફિલ્મમાં અમુક લોકોને જાન્હવીનો અભિનય પસંદ આવ્યો અને અમુક લોકોએ તેના અભિનય ઉપર પ્રશ્ન ઉભા કર્યા.

જ્યારથી જાન્હવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તે કોઈને કોઈ કારણે મીડિયાના સમાચારોમાં રહે છે. ક્યારેક તે પોતાની ફેશન સેંસને લઈને સમાચારોમાં રહે છે, તો ક્યારેક ફિટનેસને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી એવોર્ડસમાં પોતાના સ્ટનીંગ લુકથી લોકોને ચકિત કરી દે છે, તો ક્યારેક ગરીબોને મદદ કરીને સૌના દિલ જીતી લે છે. પરંતુ જોવામાં આવ્યું છે કે, ઘણી વખત જાન્હવી કપૂર સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ થઇ જાય છે.

સાવકી બહેનના જન્મ દિવસ ઉપર પહોંચી જાન્હવી :

આમ તો કલાકારોને ટ્રોલ કરવા સામાન્ય વાત છે. પરંતુ ક્યારે ક્યારે કલાકારો એમ જ કારણ વગર ટ્રોલ થઇ જાય છે. પરંતુ જાન્હવી તે લોકો માંથી નથી જે ટ્રોલિંગ ચુપચાપ સહન કરી લે છે. ઘણી વખત તે ટ્રોલર્સને સંભળાવી પણ દે છે. તેવામાં અભિનેત્રી એક વખત ફરી ટ્રોલ થઇ ગઈ છે, અને તે પણ પોતાની સાવકી બહેન અંશુલા કપૂરના જન્મ દિવસ ઉપર. ખાસ કરીને બહેન અંશુલાના જન્મ દિવસ ઉપર જાહ્નવી એક એવા ડ્રેસમાં જોવા મળી, જે જોયા પછી જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

હાલમાં જ અંશુલાનો જન્મ દિવસ હતો અને તે સમયે જાન્હવી ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી. હવે તમે વિચારી રહ્યા હશો કે, તેમાં ટ્રોલ કરવા જેવી કઈ વાત છે? તો જાન્હવીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ટાંસપરેંટ હતો. આમ તો લેવેંડર કલરની ફ્લોરલ ડ્રેસમાં તે ઘણી ગોર્જીયસ દેખાઈ રહી હતી, પરંતુ તેનો એ અવતાર થોડા ફેંસને પસંદ ન આવ્યો. તેમણે જાન્હવીને આ સી-થ્રુ શોર્ટ ડ્રેસ માટે ટ્રોલ કરી દીધી. તમે એનો નજીકનો ફોટો જોશો તો દેખાશે કે એના કપડા એટલા વધારે પારદર્શી છે કે તેના બ્લુ કલરના અન્ડરગાર્મેન્ટ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

થઇ ગઈ ટ્રોલ :

એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું કે, કાંઈ નહિ તો કુટુંબના લોકો ભેગા થયા હોય, ત્યારે તો થોડું કાંઈ વ્યવસ્થિત પહેરી શકો છો. તે ઘણી ખરાબ લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે તે કોઈ બીચ પાર્ટીમાં જઈ રહી છે. કોણ પોતાના કુટુંબના કાર્યક્રમમાં આવા કપડા પહેરે છે. અને એક બીજા યુઝરે લખ્યું, જાન્હવીના કપડાને આ શું થઇ ગયું છે? શું તેની પાસે વ્યવસ્થિત કપડા નથી? આ પહેલી વખત નથી જયારે જાન્હવીને લોકો તેના કપડા માટે ટ્રોલ કરી રહ્યા છે. તે પહેલા પણ તે ઘણી વખત પોતાના કપડાને લઈને ટ્રોલ થઇ ચુકી છે.

પરંતુ જયારે નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ માં જાન્હવી ગઈ હતી ત્યારે તેણે કહ્યું હતું કે, તેને પહેલા ટ્રોલિંગથી થોડો ફરક પડતો હતો. પણ હવે આ પ્રકારની વાતો તેને તકલીફ નથી આપતી. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો વહેલી તકે જ જાહ્નવી ‘કારગીલ ગર્લ’ માં જોવા મળશે. તે ઉપરાંત તે નેટફ્લીક્સ ઉપર રીલીઝ થનારી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ માં પણ જોવા મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.