માં શેરાવાળીના ચરણોમાં બેસીને બોલી દો આ 5 મંત્ર, મોટામાં મોટી સમસ્યા પણ ઉંધા પગે ભાગી જશે.

માં દુર્ગાને આપણે શેરોવાળી પણ કહીએ છીએ. એવું કહેવામાં આવે છે કે દુર્ગા માં તમામ દેવીઓમાં સૌથી વધુ શક્તિશાળી હોય છે. તે કારણ છે કે લોકો હંમેશા માતા રાણીનું નામ લઈને તેની આરાધનામાં લીન રહે છે. પોતાના જીવનમાં દુઃખોને સંપૂર્ણ રીતે દુર કરવાની સૌથી ઉત્તમ રીત એ છે કે તમે માં દુર્ગાના ચરણોમાં જઈને વિનંતી કરો.

તમારા એ કામમાં માં દુર્ગાના થોડા પ્રિય અને વિશેષ મંત્ર તમારી મદદ કરી શકે છે, જો તમે આ મંત્રોનું ઉચ્ચારણ સારી રીતે કરો છો, તો તમને તે લાભ વહેલી તકે જોવા મળે છે. આ બધા મંત્રોને તમારે માં દુર્ગાના ચરણોની નજીક બેસીને જપવાના છે.

પહેલો મંત્ર :-

“सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके।

शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥”

આ મંત્ર તમારે માં દુર્ગાની આરતી કર્યા પછી બોલવાનો છે. તે બોલતી વખતે તમે ધ્યાન મુદ્રામાં આવી જાવ અને આ મંત્રને મનમાંને મનમાં ૨૧ વખત જાપ કરો, અંતમાં માં દુર્ગાની સામે માથું ટેકીને તમારી મુશ્કેલી જરૂર જણાવો.

બીજો મંત્ર

“शरणागतदीनार्तपरित्राणपरायणे।

सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते॥”

આ મંત્ર દિવસમાં બે વખત સવારે અને સાંજે માં દુર્ગાનું ધ્યાન ધરીને બોલવાનો છે. દર વખતે આ મંત્રને ૭ વખત પુનરાવર્તિત કરવાનો છે. એટલે કે દિવસમાં ૧૪ વખત આ મંત્રના જાપ કરવા, મંત્ર પુરા થયા પછી માં દુર્ગા સામે હાથ જોડી તમારી સમસ્યાનું નિદાન કરવાનું કહો.

ત્રીજો મંત્ર

“शूलेन पाहि नो देवि पाहि खड्गेन चाम्बिके।

घण्टास्वनेन न: पाहि चापज्यानि:स्वनेन च॥”

જયારે પણ તમે મુશ્કેલીમાં ફસાઈ જાવ કે દુઃખી હો, તો આ મંત્રને મનમાંને મનમાં દુર્ગાનું ધ્યાન કરતા ૧૧ વખત બોલો. માં તમારું રક્ષણ કરશે. એટલા માટે સારું એ રહેશે કે તમે આ મંત્રને મોઢે કરી લો.

ચોથો મંત્ર

“सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि।

गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते॥”

આ મંત્ર તમે દિવસમાં ક્યારે પણ અને ક્યાય પણ બોલી શકો છો, તેને કેટલી વખત બોલવાનો છે, તે પણ તમારી ઉપર આધાર રાખે છે, બસ જયારે પણ તેને જપો તો મનમાં જ માં દુર્ગાને યાદ કરો.

પાંચમો મંત્ર

“ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।”

આ મંત્ર તમે ઘરમાં માં દુર્ગાની પૂજા કરતી વખતે કે હવન વગેરે કરતી વખતે બોલી શકો છો. આ મંત્રથી તમારા ઘરની તમામ ખરાબ અને નકારાત્મક શક્તિઓ દુર થઇ જશે. આ મંત્ર ઓછામાં ઓછો ૫૧ વખત બોલો.

જો તમે આ બધા મંત્રના જાપ અમે જણાવ્યા મુજબ કરશો, તો તમને લાભ જરૂર મળશે. આ મંત્ર ન માત્ર તમારી મુશ્કેલીઓ દુર કરશે પરંતુ તમારી બીજી સમસ્યાઓ પણ હરી લેશે. તેનાથી તમારા જીવનમાં આગળ વધવા અને પ્રગતી કરવામાં પણ મદદ મળશે. તમે આ બધા મંત્રને એક સાથે એક જ દિવસ કે પછી અલગ અલગ દિવસે જપી શકો છો. જે દિવસે આ મંત્રોનું ઉચ્ચારણ કરો તે દિવસે માતારાનીના નામનું વ્રત પણ રાખો. તેનાથી તમારો આ મંત્ર વધુ શક્તિશાળી બની જશે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો બીજાને શેર જરૂર કરશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.